ETV Bharat / bharat

તમિલનાડુના મુખ્યપ્રધાન તરીકે એમ. કે. સ્ટાલિને પહેલી વખત શપથ લીધા, પ્રધાનમંડળમાં હશે 34 સભ્ય - રાજ્યપાલ બનવારીલાલ પૂરોહિત

તમિલનાડુમાં દ્રમુક પાર્ટીએ બહુમતી સાથે સરકાર બનાવી લીધી છે ત્યારે દ્રમુકના અધ્યક્ષ એમ. કે. સ્ટાલિન આજે શુક્રવારે પહેલી વખત મુખ્યપ્રધાન તરીકે શપથ લીધી હતી. રાજ્યપાલ બનવારીલાલ પૂરોહિતે તેમને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યા હતા. તેમના પ્રધાનમંડળમાં સ્ટાલિન સહિત 34 પ્રધાન હશે.

તમિલનાડુના મુખ્યપ્રધાન તરીકે એમ. કે. સ્ટાલિને પહેલી વખત શપથ લીધા, પ્રધાનમંડળમાં હશે 34 સભ્ય

author img

By

Published : May 7, 2021, 10:07 AM IST

  • એમ. કે. સ્ટાલિન બન્યા તમિલનાડુના નવા મુખ્યપ્રધાન
  • રાજ્યપાલ બનવારીલાલ પૂરોહિતે મુખ્યપ્રધાનને લેવડાવ્યા શપથ
  • 15 સભ્યો પહેલી વખત પ્રધાન બનશે

ચેન્નઈઃ તમિલનાડુમાં દ્રમુકના અધ્યક્ષ એમ. કે. સ્ટાલિને આજે મુખ્યપ્રધાન તરીકે શપથ લીધી હતી. સ્ટાલિનને મંગળવારે સામાન્ય સંમતિથી પાર્ટીના ધારાસભ્યના દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. તમિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પૂરોહિતે એમ. કે. સ્ટાલિનને શપથ લેવડાવી હતી. રાજભવનમાં સંપૂર્ણ સાદગીપૂર્ણ રીતે શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. આ સાથે જ પ્રધાનમંડળમાં 34 પ્રધાન રહેશે.

આ પણ વાંચોઃ પટનામાં નીતિશ કુમાર કેબિનેટનું બીજીવાર વિસ્તરણ, 17 પ્રધાનોએ કર્યા શપથ ગ્રહણ

15 સભ્યો પહેલી વખત પ્રધાન બનશે

દ્રમુખ અધ્યક્ષ એમ. કે. સ્ટાલિનના પ્રધાનમંડળમાં તેમના સહિત કુલ 34 સભ્યો હશે. સ્ટાલિને દુરઈમુરુગન જેવા વરિષ્ઠ નેતાઓને પોતાના પ્રધાનમંડળમાં યથાવત રાખ્યા છે. આ સાથે જ 15 સભ્યો પહેલી વખત પ્રધાન બનશે. એમ. કે. સ્ટાલિન પહેલી વખત મુખ્યપ્રધાન બન્યા છે. તેઓ ગૃહ ઉપરાંત સાર્વજનિક અને સામાન્ય તંત્ર સહિત અખિલ ભારતીય સેવાઓ, જિલ્લા મહેસૂલ અધિકારી, વિશેષ કાર્યક્રમ અને દિવ્યાંગોના કલ્યાણ વિભાગને પણ સંભાળશે.

આ પણ વાંચોઃ ત્રીજી વખત મમતા બેનર્જી પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન બન્યા, વડાપ્રધાન મોદીએ અભિનંદન પાઠવ્યા

નેતા પી. કે. સેકરબાબૂ પહેલી વખત પ્રધાન બન્યા

દ્રમુકના વરિષ્ઠ નેતા અને પાર્ટીના મહાસચિવ દુરઈમુરુગન જળ સંસાધન પ્રધાન હશે. તેઓ વર્ષ 2006થી 2011 વચ્ચે દ્રમુક સરકારમાં લોક નિર્માણ પ્રધાન હતા. દુરઈમુરુગન એ 18 પૂર્વ પ્રધાનોમાં છે, જેમણે આ વખતે પણ પ્રધાનમંડળમાં જગ્યા બનાવી છે. ચેન્નઈના પૂર્વ મેયર એમ. સુબ્રમણ્યન અને ઉત્તર ચેન્નઈથી પાર્ટીના નેતા પી. કે. સેકરબાબૂ તે વ્યક્તિઓમાં શામેલ થશે, જે પહેલી વખત પ્રધાન બનશે. સુબ્રમણ્યન અને સેકરબાબૂને ક્રમશઃ આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને હિન્દુ ધાર્મિક અને ધર્માર્થ મેનેજમેન્ટ વિભાગ ફાળવવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.