ETV Bharat / bharat

Aizawl Railway Bridge Collapse: મિઝોરમમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન રેલવે બ્રિજ તૂટી પડતાં 17 લોકોનાં મોત - મિઝોરમમાં મોટી દુર્ઘટના

મિઝોરમના આઈઝોલથી લગભગ 20 કિમી દૂર સાયરાંગ વિસ્તારમાં એક નિર્માણાધીન રેલવે પુલ તૂટી પડ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં 17 લોકોના મોત થયા છે.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 23, 2023, 1:22 PM IST

આઈઝોલ: મિઝોરમમાં સાયરાંગ પાસે એક નિર્માણાધીન રેલ્વે પુલ ધરાશાયી થતાં 17 લોકોના મોત થયા હતા. પોલીસે આ માહિતી આપી હતી. સાયરાંગ વિસ્તાર આઈઝોલથી લગભગ 20 કિલોમીટર દૂર આવેલું છે. અધિકારીએ કહ્યું કે ઘટનાસ્થળે અન્ય ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે, કારણ કે ઘટના સમયે ત્યાં 35-40 શ્રમિકો હાજર હતા. આ ઘટના આઈઝોલથી લગભગ 21 કિમી દૂર સવારે 10 વાગ્યે બની હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં 17 મૃતદેહો કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. અન્ય ઘણા લોકો હજુ પણ ગુમ છે.

  • An under-construction railway bridge collapses in Sairang area, about 20 km from Aizawl in Mizoram. Details awaited.

    Sabyasachi De, CPRO of NF Railways tells ANI that railway officers have rushed to the spot and senior officials of Northeast Frontier Railway will also visit the…

    — ANI (@ANI) August 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વડાપ્રધાને વળતરની જાહેરાત કરી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અકસ્માતમાં મૃત્યુ પામેલા પ્રત્યેક વ્યક્તિના નજીકના સંબંધીઓને PMMRF તરફથી 2 લાખ અને ઘાયલોને 50,000ની વળતરની જાહેરાત કરી હતી. તેણે X પર પોસ્ટ કર્યું કે, 'મિઝોરમમાં પુલ અકસ્માતથી દુઃખી છું. જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઈજાગ્રસ્તો જલ્દી સાજા થાય. બચાવ કામગીરી ચાલી રહી છે અને અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે.

CMએ શોક વ્યક્ત કર્યોઃ આ અકસ્માત અંગે મિઝોરમના મુખ્યમંત્રીની પ્રતિક્રિયા આવી છે. તેણે X પર પોસ્ટ કર્યું, 'આઈઝોલ નજીક સાયરાંગ ખાતે નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજ આજે તૂટી પડતાં 17 શ્રમિકોના મોત થયા છે. બચાવ કામગીરી ચાલી રહી છે. આ દુર્ઘટનાથી ખૂબ જ દુઃખી અને પ્રભાવિત છું. હું તમામ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની ઈચ્છા કરું છું. બચાવ કાર્યમાં મદદ કરવા મોટી સંખ્યામાં આગળ આવેલા લોકોનો હું આભાર વ્યક્ત કરું છું.

  1. Vaishali Pipa Bridge Collapse: ભારે તોફાન અને વરસાદને કારણે પીપા પુલ ગંગામાં ધોવાઈ ગયો, જનજીવન અસ્તવ્યસ્ત
  2. Bridge Collaped In Darbhanga: ટેમ્પો પસાર થતો હતો અને નદી પર બનેલો પુલ તૂટી પડ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.