- આસામ અને મિઝોરમ વચ્ચે સીમા (Boundary between Assam and Mizoram) પર તણાવ ચાલુ
- મિઝોરમ પોલીસે (Mizoram Police) આસામના મુખ્યપ્રધાન સામે FIR દાખલ કરી
- આસામના મુખ્યપ્રધાન હિમંત બિશ્વ સરમા (Assam Chief Minister Himant Biswa Sarma) સામે FIR નોંધાઈ
આઈઝોલઃ મિઝોરમ પોલીસ કોલાસિબ જિલ્લાના વૈરેંગતે નગરના બહારી વિસ્તારમાં થયેલી હિંસા મામલામાં આસામના મુખ્યપ્રધાન હિમંત બિશ્વ સરમા (Assam Chief Minister Himanta Biswa Sarma), રાજ્ય પોલીસના ચાર વરિષ્ઠ અધિકારીઓ અને અન્ય 2 અધિકારીઓ સામે ગુનાહિત મામલો નોંધવામાં આવ્યો છે. પોલીસે શુક્રવારે આ અંગે માહિતી આપી હતી. મિઝોરમના પોલીસ મહાનિરીક્ષક (મુખ્યાલય) જોન એને જણાવ્યું હતું કે, આ લોકો સામે હત્યાના પ્રયાસ અને ગુનાહિત કાવતરા સહિત અન્ય ધારાઓમાં કેસ દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ મહાનિરીક્ષક જોન એને કહ્યું હતું કે, સીમાંત નગર પાસે મિઝોરમ અને આસામ પોલીસ બળ વચ્ચે થયેલી હિંસક ઝડપ પછી સોમવારે મોડી રાત્રે રાજ્ય પોલીસ દ્વારા વૈરેંગતે પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આસામ પોલીસના 200 અજ્ઞાતકર્મીઓ સામે પણ મામલો નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો- આસામ-મિઝોરમ વિવાદ અગે કેન્દ્રિય ગૃહસચિવ અજય ભલ્લાએ મિઝોરમના મુખ્ય સચિવ અને DGP સાથે બેઠક યોજી
આસામ પોલીસે મિઝોરમ સરકારના 6 અધિકારીને બોલાવ્યા
તો આસામ પોલીસે કોલાસિબ જિલ્લાના પોલીસ અધિક્ષક અને ડેપ્યુટી કમિશનર સહિત મિઝોરમ સરકારના 6 અધિકારીઓને ધોલાઈ પોલીસ સ્ટેશનમાં સોમવારે રજૂ કરવા માટે સમન કર્યું છે. અધિકારીઓએ આ અંગે જાણકારી આપી હતી. આસામ પોલીસના (Assam Police) એક સૂત્રએ શુક્રવારે જણાવ્યું હતું કે, આ અધિકારીઓને 28 જુલાઈએ સમન પાઠવ્યું હતું. આના 2 દિવસ પહેલા કછાર જિલ્લાના લૈલાપુરમાં આસામ અને મિઝોરમ પોલીસ બળો વચ્ચે લોહીયાળ સંઘર્ષ થયો હતો, જેમાં આસામ પોલીસના 5 કર્મચારી અને એક સ્થાનિકનું મોત થયું હતું. જ્યારે 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ મામલાના સંબંધમાં એક મામલો ધોલાઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.
આ પણ વાંચો- આસામ-મિઝોરમ બોર્ડર પર ફાયરિંગમાં 6 જવાનોના મોત
મિઝોરમ પોલીસે આસામ પોલીસ પર ફાયરિંગ કર્યું હતું
આપને જણાવી દઈએ કે, સોમવારે આસામના કછાર જિલ્લાથી સટી સીમા પર 2 જૂથમાં ઝડપ થઈ હતી. લૈલાપુર-વૈરેંગટે વિસ્તાર (Lailapur-Warengate area)માં બંને રાજ્યોનો સીમા વિવાદ છે. ઝડપ દરમિયાન બંને રાજ્યોની પોલીસ અને સ્થાનિક લોકો એકઠા થયા હતા. આરોપ છે કે, સંઘર્ષ દરમિયાન મિઝોરમ પોલીસે (Mizoram Police) આસામના પોલીસ અધિકારીઓની ટીમ પર ફાયરિંગ કર્યું હતું, જેમાં આસામ પોલીસના 6 પોલીસકર્મી અને એક નાગરિકનું મોત થયું હતું. આ સાથે જ એક SP સહિત 85થી વધુ અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે. તણાવ પછી અહીં CRPFની 2 કંપનીઓ તહેનાત કરવામાં આવી હતી.
અંગ્રેજોના જમાનામાં વિવાદનો પાયો નખાયો હતો
આ વિવાદ ઉભો કરનારા અંગ્રેજો જ હતા. આઝાદી પછી ફક્ત મિઝોરમ જ નહીં, નાગાલેન્ડ, અરૂણાચલ અને મેઘાલય પણ આસામનો ભાગ રહ્યા હતા. આસામથી ક્યારે અલગ થયા એ આગળ જણાવીશું. આસામના આટલા મોટા વિસ્તારમાં અનેક ટ્રાઈબ્સના લોકો રહેતા હતા. મિઝો, નાગા, ખાસી, જયંતિયા, ગારો જેવા અનેક ટ્રાઈબ્સ. આ ટ્રાઈબ્સનો પોતાનો વિસ્તાર પણ હતો, જેને હિલ્સ કહેતા હતા. જેવા નાગા હિલ્સ, જયંતિયા હિલ્સ. મિઝો લોકોનો રહેણાંક વિસ્તાર લુશાઈ હિલ્સ હતો, જે આસામના કછાર જિલ્લામાં હતો. જ્યારે ટ્રાઈબ્સ અસ્મિતાની વાત આવી તો અંગ્રેજોએ વર્ષ 1875માં આ વિસ્તારોનું સીમાંકન કર્યું હતું. લુશાઈ પહાડિયો અને કછાર મેદાનો વચ્ચે સીમા ખેંચવામાં આવી હતી.
વર્ષ 1933ની અધિસૂચનાને નથી માનતું મિઝોરમ
પછી આવ્યો 1933નો સમય, જ્યારે મણિપૂરની રિયાસતે બોર્ડર મામલાને ઉઠાવ્યો. અંગ્રેજોએ ફરી એક વાર બોર્ડર પર સીમા રેખા ખેંચી હતી. વર્ષ 1933ની અધિસૂચનાના માધ્યમથી લુશાઈ હિલ્સ અને મણિપૂરનું સીમાંકન કરવામાં આવ્યું હતું. મિઝો લોકો આ સીમાનો સ્વીકાર નહતા કરતા. મિઝોરમના નેતાઓનું કહેવું છે કે, મિઝો સમાજથી સલાહ નહતી લેવામાં આવી. આ માટે વર્ષ 1933ની અધિસૂચનાને નથી માનતા. જ્યારે આસામ સરકાર આ અધિસૂચનાનું પાલન કરે છે. જ્યારે વર્ષ 1972માં મિઝોરમને આસામથી અલગ કરવામાં આવ્યું હતું. ત્યારે બંને રાજ્યોમાં 9 મેંસ લેન્ડને યથાવત રાખવામાં સંમતિ બની હતી.