મુંબઈ: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજની બાયોપિક 'શાબાશ મિથુ'નું ટીઝર(Teaser of 'Shabash Mithu') સોમવારે રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝરમાં પહેલીવાર અભિનેત્રી તાપસી પન્નુ(Actress Tapasi Pannu Lead) મિતાલી રાજના લુકમાં બેટ પકડીને જોવા મળી રહી છે. તાપસી ભારતીય ક્રિકેટરના રોલમાં ખૂબ જ સારી લાગી રહી છે. તેણે પોતે જ તેના સોશિયલ મીડિયા પર ટીઝર શેર કર્યું છે.
આ પણ વાંચો: WWC 2022: પાકિસ્તાને 13 વર્ષ પછી વર્લ્ડ કપ જીત્યો, નિદાની ધમાકેદાર બોલિંગ
-
In this Gentlemen’s sport, she did not bother to rewrite history ….. instead she created HER STORY! #AbKhelBadlega #ShabaashMithu Coming soon! #BreakTheBias #ShabaashMithu #ShabaashWomen #ShabaashYou pic.twitter.com/qeztCiCu45
— taapsee pannu (@taapsee) March 21, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">In this Gentlemen’s sport, she did not bother to rewrite history ….. instead she created HER STORY! #AbKhelBadlega #ShabaashMithu Coming soon! #BreakTheBias #ShabaashMithu #ShabaashWomen #ShabaashYou pic.twitter.com/qeztCiCu45
— taapsee pannu (@taapsee) March 21, 2022In this Gentlemen’s sport, she did not bother to rewrite history ….. instead she created HER STORY! #AbKhelBadlega #ShabaashMithu Coming soon! #BreakTheBias #ShabaashMithu #ShabaashWomen #ShabaashYou pic.twitter.com/qeztCiCu45
— taapsee pannu (@taapsee) March 21, 2022
ફિલ્મની રિલીઝ ડેટ બાકી:મિતાલી રાજે પોતે પણ આ જ કેપ્શન સાથે ટિ્વટર પર આ વીડિયો શેર કર્યો છે. આ ટીઝર વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ગેઈમ ઓફ જેન્ટલમેનમાં તેણે ઈતિહાસ રચ્યો અને પોતાની સ્ટોરી બનાવી. જો કે આ ફિલ્મની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી. આ ટીઝર વીડિયોની વાત કરીએ તો તેમાં કોમેન્ટ્રી ચાલે છે અને મિતાલી રાજના રેકોર્ડ સ્ક્રીન પર બતાવવામાં આવે છે.
ટીઝરના અંતમાં તાપસી પન્નુ જોવા મળી: રમતના મેદાન પરના પ્રેક્ષકોની તાળીઓના ગડગડાટ સાથે વીડિયોની શરૂઆત થાય છે. સમગ્ર ટીઝર દરમિયાન અંગ્રેજી અને હિન્દી કોમેન્ટ્રી ચાલુ રહે છે અને મિતાલી રાજ ડ્રેસિંગ રૂમમાંથી તૈયાર થઈને મેદાનમાં બેટ પકડીને આવતી જોવા મળે છે. ટીઝરના અંતમાં તાપસી પન્નુ જોવા મળે છે, જે મિતાલી રાજનું પાત્ર ભજવી રહી છે. તેના હાથમાં બેટ છે અને તે ભારતીય જર્સીમાં હેલ્મેટ સાથે પ્રહાર કરતી જોવા મળે છે.
મિતાલીએ ચાર વર્લ્ડ કપમાં પ્રતિનિધિત્વ: શ્રીજીત મુખર્જીની ફિલ્મ 'શાબાશ મિથુ' ભારતીય મહિલા ક્રિકેટર અને વન ડે કેપ્ટન મિતાલી રાજના જીવનની આસપાસ ફરે છે. મિતાલીએ ચાર વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે. મિતાલી વર્તમાન વર્લ્ડ કપમાં છઠ્ઠી વખત ભારતીય ટીમ માટે રમવા ઉતરી છે. તે પ્રથમ વખત વર્ષ 2000 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ સાથે જોડાઈ હતી.
આ પણ વાંચો:Womens World Cup 2022: ભારતે આવતીકાલે ઓસ્ટ્રેલિયા સામે જીતવું જરૂરી...
લેડી તેંડુલકર:મિતાલીના નામે વર્લ્ડ કપમાં સૌથી વધુ મેચોમાં કેપ્ટનશિપ કરવાનો તેમજ 10,000 આંતરરાષ્ટ્રીય રન બનાવનારી એકમાત્ર મહિલા ક્રિકેટર હોવાનો રેકોર્ડ છે. તેને લેડી તેંડુલકર તરીકે પણ ઓળખવામાં આવે છે. તાજેતરમાં જ તેમને ભારત સરકાર દ્વારા ખેલ રત્ન એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.
અનેક રમતો પર આધારિત ફિલ્મો બને છે: બોલિવૂડમાં ભારતીય ક્રિકેટરો સહિત અનેક રમતો પર આધારિત ફિલ્મો બને છે. આ પહેલા એમએસ ધોની, અઝહર (મોહમ્મદ અઝરુદ્દીન), 83 (1983 વિશ્વ વિજેતા ટીમ), ચક દે ઈન્ડિયા, ગોલ સહિતની ઘણી ફિલ્મો બની ચૂકી છે. બીજી તરફ તાપસી પન્નુની વાત કરીએ તો તાજેતરમાં તેની એક સ્પોર્ટ્સ આધારિત ફિલ્મ રશ્મિ રોકેટ આવી હતી. આ સિવાય તે શૂટર દાદીમાં પણ જોવા મળી હતી.