- કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી ઉત્તરપ્રદેશમાં મેગા રેલીના માધ્યમથી ચૂંટણી પ્રચાર શરૂ કરશે
- પ્રિયંકા ગાંધી ઓક્ટોબર મહિનામાં વિવિધ સ્થળ પર 10 મેગા રેલીને સંબોધન કરશે
- ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીના પ્રચારની શરૂઆત કરશે પ્રિયંકા ગાંધી
નવી દિલ્હીઃ કોંગ્રેસનાં મહાસચિવ (Congress General Secretary) પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) ઉત્તરપ્રદેશમાં મેગા રેલીના માધ્યમથી ચૂંટણી પ્રચાર શરૂ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેઓ ઓક્ટોબર મહિનામાં વિવિધ સ્થળ પર રેલીને સંબોધન કરશે. સૂત્રો દ્વારા ETV Bharatને મળેલી માહિતી અનુસાર, રાજ્યમાં લગભગ 12 રેલીઓ યોજવાની ચર્ચા ચાલી રહી છે, જેમાંથી 9ને અત્યાર સુધી આખરી ઓપ આપી દેવાયો છે.
આ પણ વાંચો- પ્રિયંકાના નિશાને મોદી સરકાર, કોરોનાથી મોતના આંકડા પર ઉઠાવ્યો સવાલ
પ્રિયંકા ગાંધી 12 ઓક્ટોબરથી રેલીઓની શરૂઆત કરે તેવી આશા
પ્રિયંકા ગાંધી 29 સપ્ટેમ્બરે પોતાના મેરઠના પ્રવાસની સાથે ઉત્તરપ્રદેશ (Uttar Pradesh)માં પણ ચૂંટણી પ્રચાર શરૂ કરશે. સૂત્રોના મતે, પ્રિયંકા ગાંધીના 12 ઓક્ટોબરે ગોરખપુરથી આ વિશાળ રેલીઓની શરૂઆત કરે તેવી આશા છે, જે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનો ગઢ છે. ત્યારબાદ કોંગ્રેસ નેતા 17 ઓક્ટોબરે દેવરિયા અને આઝમગઢમાં અને પછી 18 ઓક્ટોબરે પ્રયાગરાજમાં એક વિશાળ રેલીને સંબોધિત કરી શકે છે.
આ પણ વાંચો- પંજાબમાં નેતૃત્વ પરિવર્તનની રાજકીય ગરમાવટ વચ્ચે સોનિયા ગાંધી શિમલા તરફ રવાના
મહિનાના અંતમાં પ્રિયંકા ગાંધી પ્રચારમાં સક્રિય રીતે સામેલ થશે
જોકે, ચર્ચા પ્રક્રિયા હેઠળ છે અને પરિસ્થિતિઓ અનુસાર આપવામાં આવેલી યોજનામાં ફરાવી શકાય છે. આ મહિનાના અંતમાં પ્રિયંકા ગાંધી પ્રચારમાં સક્રિય રીતે સામેલ થશે. તેઓ ચૂંટણી પર ચર્ચા કરવા માટે ઉત્તરપ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે મેરેથોન બેઠકોમાં પણ ભાગ લેતાં રહ્યાં છે, જેમાંથી પાર્ટીના લોકોને ચોવીસે કલાક કામ કરવાનું આહ્વાન કર્યું છે. કોંગ્રેસ આગામી વર્ષે યોજાનારી ચૂંટણીઓ માટે તમામ 403 વિધાનસભા ક્ષેત્રોમાં પ્રિયંકા ગાંધી વાડ્રાના નેતૃત્ત્વમાં 12,000 કિલોમીટરની રાજ્યવ્યાપી પ્રતિજ્ઞાયાત્રા પણ યોજાશે.