નવી દિલ્હીઃ અરુણાચલ પ્રદેશમાંથી ગુમ થયેલો (Kidnapped of an Indian Boy) 17 વર્ષીય ભારતીય યુવક ચીનમાંથી મળી આવ્યો છે. ભારતીય સેનાએ આ વાતની પુષ્ટિ કરી છે. સંરક્ષણ જનસંપર્ક અધિકારી લેફ્ટનન્ટ કર્નલ હર્ષવર્ધન પાંડેએ કહ્યું કે, "ચીની સેનાએ અમને જાણ કરી છે કે તેમને અરુણાચલ પ્રદેશમાંથી એક ગુમ થયેલો છોકરો મળ્યો છે અને તેના પર યોગ્ય પ્રક્રિયાનું કરવામાં આવી રહી છે."
-
1/2
— Tapir Gao (@TapirGao) January 19, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Chinese #PLA has abducted Sh Miram Taron, 17 years of Zido vill. yesterday 18th Jan 2022 from inside Indian territory, Lungta Jor area (China built 3-4 kms road inside India in 2018) under Siyungla area (Bishing village) of Upper Siang dist, Arunachal Pradesh. pic.twitter.com/ecKzGfgjB7
">1/2
— Tapir Gao (@TapirGao) January 19, 2022
Chinese #PLA has abducted Sh Miram Taron, 17 years of Zido vill. yesterday 18th Jan 2022 from inside Indian territory, Lungta Jor area (China built 3-4 kms road inside India in 2018) under Siyungla area (Bishing village) of Upper Siang dist, Arunachal Pradesh. pic.twitter.com/ecKzGfgjB71/2
— Tapir Gao (@TapirGao) January 19, 2022
Chinese #PLA has abducted Sh Miram Taron, 17 years of Zido vill. yesterday 18th Jan 2022 from inside Indian territory, Lungta Jor area (China built 3-4 kms road inside India in 2018) under Siyungla area (Bishing village) of Upper Siang dist, Arunachal Pradesh. pic.twitter.com/ecKzGfgjB7
17 વર્ષીય મીરામનું કરાયું હતું અપહરણ
અરુણાચલ પ્રદેશનો 17 વર્ષીય મીરામ તારન 18 જાન્યુઆરી 2022 થી ગુમ હતો. સ્થાનિક રહેવાસીઓ અને સાંસદોએ ચીની સેના દ્વારા તેમને છોડાવવા માટે અવાજ ઉઠાવ્યો હતો અને દાવો કર્યો હતો કે, તેનું અપહરણ કરવામાં આવ્યું છે.
ચીની સેનાને મળ્યો યુવક
અરુણાચલ પ્રદેશમાં ચીની સેના પીપલ્સ લિબરેશન આર્મી (People's Liberation Army) દ્વારા કથિત રીતે 17 વર્ષીય ભારતીય યુવકના અપહરણનો મામલો સામે આવ્યો છે. આ દાવો અરુણાચલ પ્રદેશના લોકસભા સાંસદ તાપીર ગાઓએ (arunachal pradesh mp tapir gao) કર્યો હતો.
સાંસદે આ મામલે કેન્દ્ર સરકારને મદદની અપીલ કરી
સાંસદ તાપીર ગાઓએ કહ્યું હતું કે, 17 વર્ષીય મીરામ તારનને PLA (ચીની સેના) દ્વારા મંગળવારે ભારતીય વિસ્તારમાંથી પકડવામાં આવ્યો હતો. જીદો ગામનો રહેવાસી 17 વર્ષીય મીરામ તારોનનું ચીની સૈનિકોએ અપહરણ કરીને તેને બંદી બનાવી લીધો હતો. ઘટના 18 જાન્યુઆરી 2022ની જણાવવામાં આવી રહી છે. સાંસદે આ મામલે કેન્દ્ર સરકારને મદદની અપીલ કરી હતી.
સ્થાનિક સાંસદે કરી હતી ભલામણ
આ ઘટના વિશે માહિતી આપતાં સાંસદે કહ્યું હતું કે, 18 જાન્યુઆરીના રોજ અરુણાચલ પ્રદેશના અપર સિયાંગ જિલ્લામાં સિયુંગલા વિસ્તારમાંથી ચીની સૈનિકો ભારતીય સરહદની અંદરથી યુવકોને ઉપાડી ગયા હતા. સાંસદના જણાવ્યા અનુસાર, યુવકનો મિત્ર PlAની પકડમાંથી છટકી ગયો હતો અને તેણે અધિકારીઓને જાણ કરી હતી. તાપીર ગાઓએ ભારત સરકારની તમામ એજન્સીઓને યુવકની વહેલી મુક્તિ માટે પગલાં ભરવા વિનંતી કરી છે.
આ પણ વાંચો: