કૈથલ(હરિયાણા) શહેરમાં સાત વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. (Minor raped in Kaithal )આ ગુનાને ગત રવિવારે અંજામ આપવામાં આવ્યો હતો. રવિવારે બાળકી ગુમ થયાની જાણ પરિવારજનોએ પોલીસને કરી હતી. જે બાદ પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ સર્ચ ઓપરેશનમાં ગ્રામજનોએ પણ તેમની મદદ કરી હતી. પોલીસે જંગલમાંથી બાળકીની અડધી બળી ગયેલી લાશ મેળવી હતી. યુવતીના કપડાં પરથી તેની ઓળખ થઈ હતી.
મોઢું દબાવીને મારી નાખી: પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એસપી મકસૂદ અહેમદે જણાવ્યું હતુ કે, આ દરમિયાન આ ઘટના સાથે સંબંધિત એક વીડિયો વાયરલ થયો છે, જેમાં ગુમ થયેલી નાની છોકરી 19 વર્ષના છોકરા સાથે ક્યાંક જઈ રહી છે. જ્યારે છોકરાની પૂછપરછ કરવામાં આવી તો આરોપીએ કબૂલ્યું હતુ કે, તે પાડોશી છે અને છોકરી અગાઉ પણ તેની સાથે રમતી હતી.(murder in kaithal) તે યુવતીને ફસાવીને પોતાની સાથે લઈ ગયો હતો અને તેના પર દુષ્કર્મ ગુજાર્યો હતો. જ્યારે યુવતીએ અવાજ કર્યો તો આરોપીએ પકડાઈ જવાના ડરથી બાળકીનુ મોઢું દબાવીને મારી નાખી હતી. હત્યા કર્યા બાદ આરોપી યુવકે પેટ્રોલ લાવીને યુવતીની લાશને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. છોકરીનું અડધું શરીર બળી ગયું હતું.
આરોપી 19 વર્ષનો છે: પોલીસ અધિક્ષકે કહ્યું હતુ કે, અગાઉ કલમ 365 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો, પરંતુ હવે આરોપીએ કબૂલાત કરી છે કે તેણે તેની સાથે દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કરી હતી અને પુરાવાનો નાશ કરવા માટે શરીરને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ હવે આરોપી પર કલમ 376 (B), 376 (A) (B), 366A, 302, 201 અને 6 POCSO એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. સોમવારે આરોપીને કોર્ટમાં રજૂ કરીને આરોપીના પોલીસ રિમાન્ડ મેળવવામાં આવશે તેમ એસપીએ જણાવ્યું હતું. પોલીસ અધિક્ષક મકસૂદ અહેમદે જણાવ્યું કે આરોપી 19 વર્ષનો છે. તે નવમા ધોરણનો વિદ્યાર્થી છે. આરોપી નશાનો વ્યસની છે.