ETV Bharat / bharat

ચેલેન્જથી ઉશ્કેરાયેલા નરાધમે સગીરાને પીંખી, વીડિયો ફોરવર્ડ કર્યો - Minor Girl Rape Case Dhanbad

ઝારખંડના ધનબાદમાંથી દુષ્કર્મના વાવડ (Youth raped and filmed video of minor) મળી રહ્યા છે. જ્યાં એક યુવકે સગીરાનો પ્રેમી સાબિત કરવા માટે સગીરા પર કુકર્મ (Minor Girl Rape Case Dhanbad) કર્યું હતું. એટલું જ નહીં આ ઘટનાનો એક વીડિયો પણ બનાવી લીધો હતો. પછી પુરાવા તરીકે તેના મિત્રોને આ વીડિયો મોકલી દીધો હતો. આ મામલો સામે આવ્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

ચેલેન્જથી ઉશ્કેરાયેલા નરાધમે સગીરાને પીંખી, વીડિયો ફોરવર્ડ કર્યો
Etv Bharatચેલેન્જથી ઉશ્કેરાયેલા નરાધમે સગીરાને પીંખી, વીડિયો ફોરવર્ડ કર્યો
author img

By

Published : Sep 19, 2022, 9:24 PM IST

ધનબાદઃ ઝારખંડના ધનબાદમાં મિત્રો સાથે ચેલેન્જ પછી, એક યુવકે સગીરા (Minor Girl Rape Case Dhanbad) પ્રત્યેનો પ્રેમ દેખાડવા માટે સગીરાને (Rape Case Dhanbad Jharkhand) પીંખી નાંખી હતી. પહેલા તેના પર દુષ્કર્મ કર્યું. એ જ કૃત્યનો એક વીડિયો બનાવીને (Youth raped and filmed video of minor) એના મિત્રોને મોકલી દીધો હતો. આ મામલો સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. એના મિત્રોએ એના સગીરાના સંબંધીઓને આ વીડિયો બતાવ્યો હતો. મામલો સામે આવતા પરિવારના સભ્યોએ પોલીસ ફરિયાદ કરી છે.

ઉશ્કેરાઈ ગયોઃ એવું કહેવામાં આવી રહ્યું છે કે સંજય તેના મિત્રો વચ્ચે બેઠો હતો. આ દરમિયાન તેના જ એક મિત્રએ સગીરા સાથે પ્રેમ સંબંધ હોવાની વાત કરી હતી. જેના પર સંજયે કહ્યું કે તે તેને પ્રેમ કરે છે. આ પછી બંને વચ્ચે વિવાદ વધી ગયો. સંજયે તેના મિત્ર ચેલેન્જ આપી દીધી હતી. તેણે ચેલેન્જમાં કહ્યું હતું કે તે આના પુરાવા પણ આપશે. બીજા દિવસે, સંજય સગીર છોકરીને ફસાવીને ઝાડીઓમાં લઈ ગયો, જ્યાં તેણે સગીરા સાથે કુકર્મ આચરી નાંખ્યું હતું. આ કૃત્યનો વીડિયો પણ બનાવી લીધો. જે પછીથી એના મિત્રને મોકલાવ્યો હતો. જે બાદ તેના મિત્રએ સગીરાના સંબંધીઓને આ વીડિયો બતાવ્યો. આ ચિત્ર સામે આવતા પરિવારજનોના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.

પોલીસ ફરિયાદ થઈઃ આ મામલો ધ્યાને આવ્યા બાદ સંબંધીઓએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી હતી. ફરિયાદ મળ્યા બાદ પોલીસે એફઆઈઆર નોંધી આરોપી યુવક સંજયની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી દેવાયો છે. પોલીસ આ કેસમાં યુવકની પૂછપરછ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.