ETV Bharat / bharat

નાબાલિક છોકરી પર મહિનાઓ સુધી 10 શખ્સોએ આચર્યુ દુષ્કર્મ, આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાનના જ જિલ્લામાં બની શરમજનક ઘટના

આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન જગન મોહન રેડ્ડીના જિલ્લામાં એક શરમજનક ઘટના બની છે. વાયએસઆર જિલ્લાના પ્રોડદાતુરમાં, એક યુવકે તેના 9 મિત્રો સાથે મળીને એક સગીર છોકરી પર ઘણા મહિનાઓ સુધી વારંવાર દુષ્કર્મ (Andhra Pradesh Minor Girl Rape) કરવાની ઘટના પ્રકાશમાં આવી છે.

નાબાલિક છોકરી પર મહિનાઓ સુધી 10 શખ્સોએ આચર્યુ દુષ્કર્મ, આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાનના જ જિલ્લામાં બની શરમજનક ઘટના
નાબાલિક છોકરી પર મહિનાઓ સુધી 10 શખ્સોએ આચર્યુ દુષ્કર્મ, આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાનના જ જિલ્લામાં બની શરમજનક ઘટના
author img

By

Published : May 12, 2022, 7:35 PM IST

અમરાવતીઃ આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન જગન મોહન રેડ્ડીના જિલ્લામાં એક શરમજનક ઘટના સામે આવી છે. વાયએસઆર જિલ્લાના પ્રોડદાતુરમાં, એક યુવકે તેના 9 મિત્રો સાથે મળીને એક નાબાલિક છોકરી પર ઘણા મહિનાઓ સુધી વારંવાર દુષ્કર્મ (Andhra Pradesh Minor Girl Rape) કર્યુ હતું. આ ઘટના તાજેતરમાં ત્યારે સામે આવી જ્યારે યુવતી ગર્ભવતી (Andhra Pradesh Unmarried Girl Pregnant) બની હતી. આ બાબતની જાણ હોવા છતાં પોલીસે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી. કહેવામાં આવી રહ્યું છે કે, છોકરી ભીખ માંગે (Andhra Pradesh Beggar Girl Rape) છે. છોકરીના પિતા પણ આ જ રીતે ગુજરાન ચલાવે છે. તેની માતાનું ઘણા વર્ષો પહેલા અવસાન થયું હતું.

આ પણ વાંચો: ગુજરાતમાં પણ બની હૈદરાબાદ જેવી ઘટના, મુસ્લિમ યુવતીને મળ્યો 'લવ'માં લોસ્ટ

આ જ વિસ્તારમાં રહેતો એક યુવક જે દુકાનમાં કામ કરતો હતો. આરોપ છે કે, ચેમ્બુ નામના છોકરાએ તેના મિત્રો સાથે મળીને કેટલાક મહિનાઓ સુધી તેણીની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. આખરે તે ગર્ભવતી થઈ ત્યારે મામલો પ્રકાશમાં આવ્યો. આ ઘટના અંગે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. આ સંબંધમાં, આ મહિનાની 4 તારીખે, મહિલા કોન્સ્ટેબલ મલ્લેશ્વરીએ પીડિતા સાથે વાત કરીને તમામ માહિતી એકત્ર કરી.

તમામ માહિતીની વીડિયોગ્રાફી કરી: પીડિતાએ જણાવ્યું કે ચેમ્બુ અને તેના મિત્રોએ તેની સાથે દુષ્કર્મ (Andhrapradesh rape case) આચર્યુ હતુ. કોન્સ્ટેબલ મલ્લેશ્વરીએ યુવતીએ આપેલી તમામ માહિતીની વીડિયોગ્રાફી કરી હતી. બાદમાં તેને શહેર સીઆઈના ધ્યાન પર લાવવામાં આવ્યો હતો. સીઆઈએ પીડિતાને ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં આવેલા અમૃતનગરના આશ્રમમાં ખસેડી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આટલું બધું થયા પછી પણ ગ્રામીણ પોલીસે કેસ નોંધ્યો ન હતો. આ મહિનાની 8મી તારીખે યુવતીને ખાનગી ચેરિટીના આશ્રમમાં શિફ્ટ કરવામાં આવી હતી. હાલમાં તે ત્યાં આશરો લઈ રહી છે.

આ પણ વાંચો: ખાવાનું ખરીદવા પૈસા માંગ્યા તો મળ્યુ મૃત્યુ, મધ્યપ્રદેશ પોલીસે 6 વર્ષના બાળકને મારી નાખ્યો

નાબાલિકા પર દુષ્કર્મની ઘટના અમારા ધ્યાન પર આવી છે. તપાસના આદેશ આપવામાં આવ્યા છે. અમે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરીશું અને કોઈની અવગણના કરવામાં આવશે નહીં. પ્રસાદરાવ, ડીએસપી, પ્રોડદાતુર, વાયએસઆર જિલ્લો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.