ETV Bharat / bharat

Independence Day: કેન્દ્રિય ગૃહ મંત્રાલયે પ્લાસ્ટિકના રાષ્ટ્રીય ઝંડાનો ઉપયોગ ન કરવા રાજ્યોને નિર્દેશ કર્યો - Home Ministry

દેશના સ્વતંત્ર દિવસ (Independence Day) 15મી ઓગસ્ટને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે સ્વતંત્રતા દિવસ (Independence Day) પર પ્લાસ્ટિકના રાષ્ટ્રીય ઝંડાનો ઉપયોગ ન કરવા માટે કેન્દ્રિય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને નિર્દેશ આપ્યા છે. કેન્દ્રએ રાજ્યોને આ અંગે પત્ર પણ લખ્યો છે.

Independence Day: કેન્દ્રિય ગૃહ મંત્રાલયે પ્લાસ્ટિકના રાષ્ટ્રીય ઝંડાનો ઉપયોગ ન કરવા રાજ્યોને નિર્દેશ કર્યો

author img

By

Published : Aug 9, 2021, 1:21 PM IST

  • દેશના સ્વતંત્રતા દિવસ પર પ્લાસ્ટિકના રાષ્ટ્રીય ઝંડાનો ઉપયોગ નહીં કરી શકાય
  • કેન્દ્રિય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને પ્લાસ્ટિકના ઝંડાનો ઉપયોગ ન કરવા કર્યો નિર્દેશ
  • પ્લાસ્ટિકમાંથી બનેલા તિરંગાનો યોગ્ય નિકાલ સુનિશ્ચિત કરવો એ વ્યવહારિક સમસ્યા છે

નવી દિલ્હીઃ સ્વતંત્રતા દિવસ (Independence Day) સમારોહ પહેલા કેન્દ્રએ રાજ્યોને એ સુનિશ્ચિત કરવા માટે કહ્યું હતું કે, લોકો પ્લાસ્ટિકના રાષ્ટ્રીય ઝંડાનો ઉપયોગ ન કરે. કારણ કે, આ પ્રકારની સામગ્રીથી બનેલા તિરંગાને યોગ્ય નિકાલ સુનિશ્ચિત કરવા એક વ્યવહારિક સમસ્યા છે.

આ પણ વાંચો- લાલ કિલ્લા પર ઓલિમ્પિકની ભારતીય ટીમ સ્વતંત્રતા દિવસે ખાસ મહેમાન બનશે, ખેલાડીઓને મળશે વડાપ્રધાન

રાષ્ટ્રીય ધ્વજ દેશના લોકોની આશાઓ, આકાંક્ષાઓ અને પ્રતિનિધિત્વ કરે છે એટલે હંમેશા રાષ્ટ્રીય ધ્વજનું સન્માન થવું જોઈએ

કેન્દ્રિય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલેલા પત્રમાં કહ્યું છે કે, રાષ્ટ્રીય ધ્વજ દેશના લોકોની આશાઓ, આકાંક્ષાઓ અને પ્રતિનિધિત્વ કરે છે. આ માટે હંમેશા રાષ્ટ્રીય ધ્વજનું સન્માન થવું જોઈએ. પત્રમાં વધુમાં લખ્યું છે કે, રાષ્ટ્રીય ધ્વજ માટે તમામના મનમાં સ્નેહ, સન્માન અને વફાદારી છે. પછી પણ રાષ્ટ્રીય ધ્વજના પ્રદર્શન પર લાગુ થનારા કાયદાઓ અને પરંપરાઓના સંબંધમાં લોકોની સાથે સાથે સહકારના સંગઠનો, એજન્સીઓ વચ્ચે જાગૃકતાની એક સ્પષ્ટ કમી જોવા મળી છે.

સ્વતંત્રતા દિવસની તૈયારી
સ્વતંત્રતા દિવસની તૈયારી

આ પણ વાંચો- રાજ્યકક્ષાની 15 August ઉજવણી જૂનાગઢમાં, પોલીસ ટ્રેનિંગ સ્કૂલ ખાતે થશે ઉજવણી

રાષ્ટ્રીય ઝંડાઓનો યોગ્ય નિકાલ કરવો એ વ્યવહારિક સમસ્યા

ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું હતું કે, એવું જોવા મળ્યું હતું કે, મહત્વપૂર્ણ રાષ્ટ્રીય, સાંસ્કૃતિક અને રમત આયોજનના પ્રસંગ પર કાગળના બનેલા રાષ્ટ્રીય ઝંડાના સ્થાને પ્લાસ્ટિકથી બનેલા રાષ્ટ્રીય ઝંડાનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પત્રમાં લખ્યું હતું કે, જોકે, પ્લાસ્ટિકના ઝંડા કાગળના ઝંડાની જેમ જૈવિક રીતે વિઘટિત નથી હોતા તથા ઝંડાની ગરિમા અનુરૂપ પ્લાસ્ટિકથી બનેલા રાષ્ટ્રીય ઝંડાનો યોગ્ય નિકાલ સુનિશ્ચિત કરવો પણ એક સમસ્યા છે.

કાર્યક્રમ પછી ઝંડાને જમીન પર ન ફેંકવો

ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે, આ માટે સુનિશ્ચિત કરવાનો અનુરોધ કરવામાં આવે છે કે, મહત્વપૂર્ણ રાષ્ટ્રીય, સાંસ્કૃતિક અને રમત આયોજનોના અવસર પર ભારતીય ધ્વજ સંહિતા 2002ની જોગવાઈ અનુસાર, જનતા દ્વારા માત્ર કાગળથી બનેલા ઝંડાનો ઉપયોગ કરવામાં આવે અને કાર્યક્રમ પછી તેને જમીન પર ન ફેંકવામાં આવે. ગૃહ મંત્રાલયના પત્રમાં રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમ 1971 અને ભારતીય ધ્વજ સંહિતા 2002ની પ્રતિ પણ સંલગ્ન કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.