ETV Bharat / bharat

પાક. સહિત આ દેશોમાંથી આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓને મળશે નાગરિકતા, સરકારે માંગી અરજી - CAA rules

કેન્દ્રએ દેશના 13 જિલ્લાઓમાં વસવાટ કરી રહેલા અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશથી આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાનો નિર્ણય કર્યો છે. જેના માટે આ લોકો પાસેથી આવેદનપત્ર મંગાવવામાં આવ્યા છે.

અમિત શાહ
અમિત શાહ
author img

By

Published : May 29, 2021, 10:16 AM IST

Updated : May 29, 2021, 12:24 PM IST

  • MHAએ અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના બિન-મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકત્વ આપવાનો નિર્ણય લીધો
  • CAAને લઈને થયા હતા તોફાનો
  • ભારતીય નાગરિકત્વને લઈને અરજીઓ મંગાવવામાં આવી

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે શરણાર્થીઓ તરફ એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્રએ દેશના 13 જિલ્લાઓમાં વસતા અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના બિન-મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકત્વ આપવાનો નિર્ણય લીધો છે. આ માટે આ લોકો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.

આ પણ વાંચો: CAA-NRC મુદ્દે મોદી સરકારે દેશમાં ભયનો માહોલ ફેલાવ્યો: બદરુદ્દીન અજમલ

શરણાર્થી ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, હરિયાણા અને પંજાબના 13 જિલ્લાઓમાં રહે છે

આ શરણાર્થી ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, હરિયાણા અને પંજાબના 13 જિલ્લાઓમાં રહે છે. તેઓને ધર્મ હિન્દુ, શીખ, જૈન અને બૌદ્ધ છે. આ લોકો પાસેથી શુક્રવારના રોજ ભારતીય નાગરિકતા માટે આવેદન મંગાવવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નાગરિકતા કાનૂન 1955 અને 2009માં કાનૂન અંતર્ગત બનાવવામાં આવેલા નિયમો મુજબ આદેશના તાત્કાલિક અમલ માટેની આશા સાથે સૂચન બહાર પાડ્યું છે. જો કે, સરકારે વર્ષ 2019 માં લાગુ કરાયેલા સુધારેલા નાગરિકતા અધિનિયમ (The Citizenship Amendment Act) હેઠળ નિયમો બનાવવાના બાકી છે.

પાક. સહિત આ દેશોમાંથી આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓને મળશે નાગરિકતા

CAAને લઈને થયા હતા તોફાનો

વર્ષ 2019માં જ્યારે CAA લાગુ કરવામાં આવ્યો તો દેશના વિભિન્ન હિસ્સાઓમાં વ્યાપક વિરોધ પ્રદર્શન થયા હતા અને આ જ વિરોધ પ્રદર્શનો વચ્ચે 2020ની શરૂઆતમાં દિલ્હીમાં તોફાનો થયા હતા.

આ પણ વાંચો: CAA કાયદેસર રીતે ટકી શકે કે કેમ અને દિલ્હીના તોફાનો પાછળ કોણ: કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલ સાથે વાતચીત

ક્યાં શરણાર્થીઓને મળશે નાગરિકતા ?

સુધારેલા નાગરિકતા અધિનિયમ (The Citizenship Amendment Act) મુજબ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં દમન સહન કરનારા બિન-મુસ્લિમોને નાગરિકત્વ આપવામાં આવશે, જે 31 ડિસેમ્બર 2014 સુધી ભારતમાં આવી ગયા હતા.

ગૃહ મંત્રાલયે શું કહ્યું ?

ગૃહ મંત્રાલયની સૂચનામાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકારે નાગરિકતા અધિનિયમ 1955ની કલમ 16 હેઠળ મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને કાયદાની કલમ 5 હેઠળ આ પગલું ભર્યું છે. આ અંતર્ગત ઉપરોક્ત રાજ્યો અને જિલ્લાઓમાં વસતા અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લઘુમતી સમુદાયોના હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી લોકોને ભારતીય નાગરિક તરીકે નોંધણી કરવા સૂચના આપવામાં આવી છે.

શું છે નાગરિક્તા સંશોધન કાયદો(CAA)

સુધારેલા નાગરિકતા અધિનિયમ (The Citizenship Amendment Act) સંસદમાં પસાર થયા પછી અને રાષ્ટ્રપતિની મંજુરી બાદ નાગરિક્તા સુધારા કાયદો બની ગયો છે. આ કાયદાના કારણે હવે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને આજુ-બાજુના દેશમાંથી ધાર્મિક હેરાનગતિના કારણે ત્યાંથી ભાગીને શરણાર્થી તરીકે ભારતમાં આવેલા હિન્દુ, ખ્રિસ્તી, શિખ, પારસી, જૈન અને બૌદ્ધ ધર્મના લોકોને ભારતની નાગરિક્તા(Citizenship) આપવામાં આવશે.

સુધારેલા નાગરિકતા અધિનિયમ (The Citizenship Amendment Act) બન્યા પછી પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને આજુબાજુના દેશમાંથી આવેલા હીન્દુ, ખ્રિસ્તી, શિખ, પારસી, જૈન અને બૌદ્ધ ધર્મના એ લોકો જેમણે 31 ડિસેમ્બર, 2014થી પહેલા ભારતમાં પ્રવેશ કર્યો હશે, તેઓ ભારતની નાગરિક્તા માટે અરજી કરી શકશે. આ કાયદામાં મુસ્લિમ ધર્મના લોકોને સામેલ કરાશે નહીં.

Last Updated : May 29, 2021, 12:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.