મૂંબઈઃ ભારત છોડો આંદોલનની વર્ષગાંઠ પર મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની સાંતાક્રુઝ પોલીસે કરી છે અટકાયાત. દર વર્ષે ભારત છોડો આંદોલનની વર્ષગાંઠ પર ક્રાંતિ દિવસ નિમિત્તે મહાત્મા ગાંધીના પ્રપૌત્ર દ્વારા શાંતિયાત્રા કાઢવામાં આવે છે.આ શાંતિયાત્રાની શરૂઆત અગાઉ સાંતાક્રુઝ પોલીસ દ્વારા તેમની અટકાયત કરાઈ છે. તુષાર ગાંધીએ ટ્વિટ કરીને સમગ્ર ઘટનાની આપી માહિતી
યાત્રા અગાઉ જ અટકાયતઃ 9 ઓગષ્ટના રોજ મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધી ભારત છોડો ચળવળની વર્ષગાંઠની ઉજવણી કરવા માટે તૈયારી કરતા હતા કે તરત જ સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન દ્વારા અટકાયત કરી હતી. આ મામલે પોલીસ દ્વારા હજૂ સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. તુષાર ગાંધી અને તેમના સાથીઓ દ્વારા ઓગસ્ટ ક્રાંતિ મેદાન સુધી શાંતિપૂર્ણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાંતિયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જોખમાય તેવો ડર પ્રશાસને હોઈ શકે તેથી જ સાંતાક્રુઝ પોલીસ દ્વારા તુષાર ગાંધીની અટકાયત કરવામાં આવી હતી.
મને મારા દાદા-દદી મહાત્મા ગાંધી અને કસ્તૂર બા પર ગર્વ છે કે જેમને અંગ્રેજો દ્વારા આ ઐતિહાસિક તારીખે અટકાયત કરવામાં આવ્યા હતા. તુષાર ગાંધી (મહાત્મા ગાંધીના પ્રપૌત્ર)
ભારત જોડો યાત્રામાં પણ જોડાયા હતાઃ તુષાર ગાંધી પણ મહારાષ્ટ્રના બુલઢાણામાં રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં જોડાયા હતા. તુષાર ગાંધીએ ગુજરાતના વડોદરામાં 1998માં મહાત્મા ગાંધી ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી.2019માં તુષાર ગાંધી મહારાષ્ટ્રના જલગાંવમાં ગાંધી રીસર્ચ ફાઉન્ડેશનના ડિરેક્ટર બન્યા હતા.
જાણો તુષાર ગાંધીનેઃ તુષાર ગાંધી વિવાહિત છે તેમને એક પુત્ર અને એક પુત્રી છે. તેમની પત્નીનું નામ સોનલ દેસાઈ અને પુત્રનું નામ વિવાન ગાંધી, પુત્રીનું નામ કસ્તુરી ગાંધી છે. તુષાર ગાંધી ગાંધી ફિલસોફી સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. તેમણે લેટ્સ કિલ ગાંધી અને ધ લોસ્ટ ડાયરી ઓફ કસ્તુર, માય બા જેવા પુસ્તકો પણ લખ્યા છે. તેઓ આજના યૂગમાં જેની તાતી જરૂરિયાત છે તેવી ગાંધીયન ફિલસોફીનો તન મન ધનથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે.