મુંબઈ: ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉ સાથે સેલ્ફી લેવાના વિવાદ બાદ મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં છ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીઓ પર છેડતી અને ગેરકાનૂની રીતે ભેગા થવાનો પણ આરોપ છે.
સેલ્ફીની ના પાડતાં વિવાદ:ઓશિવારા પોલીસે જણાવ્યું હતું કે આ મામલો એક લક્ઝરી હોટલમાં વહેલી સવારે શરૂ થયો હતો. ક્રિકેટર પૃથ્વી શૉએ બે યુવકોને સેલ્ફી લેવાની ના પાડી હતી જેઓ વારંવાર સેલ્ફી લેવાનો આગ્રહ કરી રહ્યા હતા. જેથી યુવક ગુસ્સે થઈ ગયો અને તેણે ક્રિકેટરના ફ્રેન્ડનો પીછો કર્યો અને તેની કારમાં તોડફોડ કરી હતી.
આ પણ વાંચો: Ranji Trophy Final: સૌરાષ્ટ્રના બોલરોની સામે બંગાળ 174 રનમાં ઓલઆઉટ
શૉના મિત્રની કાર પર હુમલો: ફરિયાદીએ જણાવ્યું કે તે તેના મિત્ર ક્રિકેટર પૃથ્વી શૉ સાથે સહારા સ્ટાર હોટેલ મેન્શન ક્લબ ડોમેસ્ટિક એરપોર્ટ સાંતાક્રુઝ ગયો હતો. તે સમયે સના ગિલ અને શોભિત ઠાકુર નામના બે યુવકોએ પૃથ્વી શૉ સાથે સેલ્ફી લીધી હતી. જ્યારે બંનેએ ફરી એકવાર શૉને સેલ્ફી લેવા કહ્યું તો તેણે ના પાડી દીધી. ગુસ્સે ભરાયેલા બંને યુવકોએ તેમના અન્ય સાથીદારો સાથે મળીને લિન્ક રોડ પર જોગેશ્વરી લોટસ પેટ્રોલ પંપની સામે પૃથ્વી શૉના મિત્રની કાર રોકી હતી. તેણે વિચાર્યું કે ક્રિકેટર શૉ પણ આ કારમાં સવાર હશે. સના ગિલ અને શોભિત ઠાકુરે અન્ય ચાર સાથીઓ સાથે શૉના મિત્રની કાર પર બેઝબોલ બેટથી હુમલો કર્યો અને તોડ-ફોડ કરી હતી.
આ પણ વાંચો: Cheteshwar Pujara : 100મી છેલ્લી ટેસ્ટ મેચની અટકળો વચ્ચે પુજારાનું નિવેદન
આરોપી વિરુદ્ધ કેસ: હુમલાખોરોએ શૉના મિત્ર પાસેથી કેસ માટે 50,000 રૂપિયાની માંગણી કરી હતી અને જો તે પૈસા નહીં આપે તો તેને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી. અહીં શૉના મિત્રનો ડ્રાઈવર એ જ તૂટેલા વાહન લઈને કોઈક રીતે ઓશિવારા પોલીસ સ્ટેશન આવ્યો. પોલીસે ક્રિકેટર પૃથ્વી શૉના મિત્રની ફરિયાદ પર આરોપી વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આ મામલે ઓશિવરા પોલીસ સ્ટેશન વધુ તપાસ હાથ ધરી છે.