મુંબઈઃ અજીત પવારે રાજભવન આવ્યા હોવાની માહિતી મળી રહી છે. આથી મહારાષ્ટ્રને બે નાયબ મુખ્ય પ્રધાન મળે તેવી શક્યતા છે. હાલમાં અજીત પવારને નાયબ મુખ્યપ્રધાન પદે શપથ લેવડાવવામાં આવી એવી શક્યતાઓ સેવાઈ રહી છે. વિપક્ષના નેતા અજિત પવાર સરકારમાં સામેલ થઈ શકે છે. આનાથી NCPમાં ફરી કોઈ મોટી ચહલપહલ જોવા મળી શકે એમ છે. એમને નાણાવિભાગની જવાબદારી સોંપાઈ શકે એમ છે.
-
#WATCH | Visuals from Maharashtra Raj Bhavan where NCP leader Chhagan Bhujbal and other party leaders including Ajit Pawar are present.
— ANI (@ANI) July 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
CM Eknath Shinde has also reached here. pic.twitter.com/1jPCSBu6ZN
">#WATCH | Visuals from Maharashtra Raj Bhavan where NCP leader Chhagan Bhujbal and other party leaders including Ajit Pawar are present.
— ANI (@ANI) July 2, 2023
CM Eknath Shinde has also reached here. pic.twitter.com/1jPCSBu6ZN#WATCH | Visuals from Maharashtra Raj Bhavan where NCP leader Chhagan Bhujbal and other party leaders including Ajit Pawar are present.
— ANI (@ANI) July 2, 2023
CM Eknath Shinde has also reached here. pic.twitter.com/1jPCSBu6ZN
અલ્ટિમેટમ હતુંઃ અજિત પવાર દ્વારા શરદ પવારને અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. અજિત પવારને NCPનું અધ્યક્ષ પદ આપવામાં આવ્યું ન હતું. જેના કારણે વૈચારિક મતભેદ હતા. જે પછી રાજકીય ખટરાગમાં પરિવર્તિત થયા હતા. હવે રાજકીય લોબીમાંથી વાવડ એવા મળી રહ્યા છે કે, અજીત પવાર સરકાર હાલની સરકારમાં જોડાઈને કોઈ મોટું પદ મેળવી શકે છે. એમને નાયબ મુખ્યપ્રધાનનું પદ અપાઈ શકે છે.
નારાજ હતાઃ અધ્યક્ષ પદને લઈને અજિત પવાર નારાજ હોવાના અહેવાલો હતા. અજિત પવારની પ્રેશર ટેકનિક - રાજ્યના વિપક્ષી નેતા અને NCP ધારાસભ્ય અજિત પવારે થોડા દિવસો પહેલા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પદ પર કામ કરવા અંગે સૂચક નિવેદન આપ્યું હતું. આ પછી એવી જોરદાર ચર્ચા છે કે, અજિત પવાર આ પદ માટે પ્રેશર ટેકનિકનો ઉપયોગ કરી રહ્યા છે. જેથી હવે મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ભૂકંપ આવવાની શક્યતા છે. જોકે, અઘાડી સરકારમાંથી કોણ કેવા પ્રતિસાદ આપે છે એના પર સૌની નજર રહેલી છે. રવિવારે બપોરના સમયે તેઓ મહારાષ્ટ્રના ગવર્નર રમેશ બૈસને મળવા માટે પહોંચ્યા હતા. તેમણે વિપક્ષના નેતા તરીકે રાજીનામું આપી દીધું હતું. કુલ 17 ધારાસભ્યો સાથે અજીત પવારે બેઠક કરી હોવાનું મનાય રહ્યું છે. અજીત પવારે NCPના બીજા પણ કેટલાક મોટા નેતા સાથે બેઠક કરી હોવાનું રાજકીય લોબીની ચર્ચામાં છે.
CM પણ પહોંચ્યાઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પણ રવિવારે રાજભવન પહોંચ્યા હતા. વાવડ એવા પણ છે કે, NCPના 25 જેટલા ધારાસભ્યો હાલ મુખ્ય પ્રધાનને સમર્થન આપી શકે એમ છે. જોકે, આ પાસુ હજું સ્પષ્ટ નથી. અજીત પવાર પાસે 30 જેટલા ધારાસભ્યોની એક ટીમ તૈયાર છે. જે એમના સમર્થનમાં છે. મહારાષ્ટ્રમાં ફરી એકવખત મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે.