છત્રપતિ સંભાજીનગરઃ મરાઠા અનામત માટે ચાલી રહેલા આંદોલન દરમિયાન મોટા પાયે હિંસા અને આગચંપીની ઘટનાઓ બની હતી. મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં સ્થિતિ બેકાબૂ થતા કર્ફ્યૂ જાહેર કરાયો છે. એનસીપી ધારાસભ્ય પ્રકાશ સોલંકેના ઘર બહાર લોકોએ મરાઠા અનામતની માંગને લઈ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યુ હતું. પોલીસ જણાવે છે કે આ વિરોધ પ્રદર્શનમાં ધારાસભ્યના ઘરને આંગ ચાંપી દેવાઈ અને પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો.
ઓડિયો ક્લિપ વાયરલઃ આ ધારાસભ્યની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. જેમાં મરાઠા અનામત વિશે વાત થઈ હોવાની સંભાવના છે. વિરોધ પ્રદર્શન કર્તાઓએ સોલંકેના ઘરની પાસે પડેલ એક કારને પણ સળગાવી દીધી હતી. સોલંકેએ ધરણા કરતા કોટા કાર્યકર્તા મનોજ જારાંગે પર ટિપ્પણી કરી હતી. જ્યારે ટિપ્પણીની ઘટના ઘટી ત્યારે ધારાસભ્ય પોતાના ઘરે હાજર હતા કે નહીં તેનું સ્પષ્ટીકરણ થયું નથી. પ્રકાશ સોલંકે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના જૂથવાળા એનસીપીના નેતા છે.
મનોજ જારાંગે પર વિવાદાસ્પદ નિવેદનઃ ઓડિયો ક્લિપમાં પ્રકાશ સોલંકે કથિત રીતે અનામતને બાળકોની રમત હોવાનું કહી રહ્યા છે. જેમાં સરકારને આરક્ષણ લાગુ કરવા માટે 40 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. તેમણે જારાંગે વિશે કહ્યું કે જે વ્યક્તિ ગ્રામ પંચાયતની ચૂંટણી લડી નથી તે હવે એકદમ ચતુર બની ગયો છે.
વિરોધ પ્રદર્શનનો બીજો તબક્કોઃ મરાઠા સમાજના સભ્ય ઓબીસી શ્રેણી અંતર્ગત સરકારી નોકરી અને શિક્ષણમાં અનામતની માંગ કરી રહ્યો છે. વિરોધના બીજા તબક્કા અંતર્ગત મનોજ જારાંગે 25 ઓક્ટોબરે જાલના જિલ્લાના અંતરિયાળ સરતી ગામમાં અનિશ્ચિત સમયના ધરણા શરુ કર્યા હતા. આ ધરણા શરુ કર્યા બાદ વિરોધ પ્રદર્શન ઉગ્ર બની ગયું છે. સોલંકેએ એક ન્યૂઝ ચેનલને કહ્યું કે જ્યારે આ ઘટના ઘટી ત્યારે તેઓ પોતાના માજલગાવના નિવાસસ્થાને હતા.
ચાર ચૂંટણી જીતીઃ ધારાસભ્યએ કહ્યું કે, વિરોધ પ્રદર્શન કર્તાઓએ મારા ઘરને ચારે તરફથી ઘેરી લીધું અને કોઈ કશું જ સાંભળવા તૈયાર ન હતું. મારા ઘર પર પથ્થરમારો કરાયો અને એક કાર સળગાવી દેવાઈ. હું મરાઠા અનામતના પક્ષમાં છું. મરાઠા સમાજની મદદથી મેં ચારવાર ચૂંટણી જીતી છે. હું પોતે એક મરાઠા ધારાસભ્ય છું.