ઉત્તર પ્રદેશ: મેરઠ જિલ્લામાં સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પરથી એક લવ સ્ટોરી શરૂ થાય છે. પહેલા મિત્રતા થઈ પછી તેઓ પ્રેમમાં પડ્યા. યુવક રાજસ્થાનના જયપુરનો વતની છે અને યુવતી યુપીના મુઝફ્ફરનગર જિલ્લાના ખતૌલીની છે. બંનેએ સાથે જીવવા અને મરવાના સોગંદ લીધા અને સાથે રહેવા માટે ઘરેથી ભાગી જવાની યોજના બનાવી હતી. પરંતુ, જ્યારે બંને ભાગી રહ્યા હતા, ત્યારે કંઈક એવું બન્યું જે કોઈએ વિચાર્યું પણ નહીં હોય.
શું બની હતી ઘટના:
મામલો મેરઠના મવાના પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. યુવક તેની ગર્લફ્રેન્ડને લઈ જયપુરથી કેબ દ્વારા ભાગી રહ્યા હતા. રસ્તામાં બંને શું વાત કરી રહ્યા હતા તે સાંભળીને કેબ ડ્રાઈવરને શંકા ગઈ. પરંતુ પછી કેબ ડ્રાઈવરને સમગ્ર મામલો સમજાયો. કેબ ડ્રાઈવરે પોલીસ સ્ટેશનમાં પ્રવેશતાની સાથે જ અવાજ કરવાનું શરૂ કરી દીધું હતું. અવાજ સાંભળીને પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસકર્મીઓ કારની નજીક પહોંચી ગયા. બંનેની પૂછપરછ કરવામાં આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. જે બાદ પોલીસે યુવક અને યુવતીને પોલીસ સ્ટેશનમાં બેસાડી પરિવારજનોને જાણ કરી હતી.
સોશિયલ મીડિયાના માધ્યમથી થયો પ્રેમ: યુવકે જણાવ્યું કે તે રાજસ્થાનના જયપુર જિલ્લાનો રહેવાસી છે અને નાનું મોટું કામ કરે છે. સોશિયલ મીડિયા પર તેની મુઝફ્ફરનગરની એક યુવતી સાથે પરિચય થયો. બંને લાંબા સમયથી સોશિયલ મીડિયા પર એકબીજાના સંપર્કમાં હતા. આ પછી બંને વચ્ચે નિકટતા વધતી ગઈ. બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા. બંનેએ સાથે રહેવાનું નક્કી કર્યું હતું.
યુવકના પરિવારજનોએ માફી માંગી: આ અંગે મવાના પોલીસ સ્ટેશનના પ્રભારી સુભાષ સિંહે જણાવ્યું કે યુવતીના પરિવારને જાણ કરવામાં આવી છે. પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે યુવતીના ટૂંક સમયમાં લગ્ન થવાના છે. બાદમાં બંને પક્ષોએ આ સમગ્ર મામલે વાત કરતા યુવતીના પરિવારજનોએ કોઈપણ પ્રકારનો કેસ ન કરવા અપીલ કરી હતી. યુવક પ્રેમીના પરિવારજનોએ માફી માંગી અને ખાતરી આપી કે યુવક ભવિષ્યમાં તેનો સંપર્ક નહીં કરે. યુવકે લેખિતમાં ખાતરી પણ આપી છે.
યુવતીના પરિવારે કેબ ડ્રાઈવરનો આભાર માન્યો: આ અંગે મવાના પોલીસ સ્ટેશનના પ્રભારી સુભાષ કુમાર સિંહે જણાવ્યું કે યુવતીના પરિવારે કેબ ડ્રાઈવરનો આભાર માન્યો છે. યુવતીએ પણ પોતાની ભૂલ સ્વીકારી અને માફી માંગી. હાલ આ સમગ્ર મામલે કોઈપણ પક્ષ દ્વારા ફરિયાદ પત્ર આપવામાં આવ્યો નથી. બંને પક્ષો વચ્ચે સમજૂતી થઈ, ત્યારબાદ બંને પોતપોતાના સાથે ઘરે ગયા.