ETV Bharat / bharat

ડોમિનિકા કોર્ટમાંથી જામીન મળ્યા પછી કૌભાંડી મેહુલ ચોક્સી એન્ટીગુઆ અને બારબુડા પહોંચ્યો

author img

By

Published : Jul 15, 2021, 12:03 PM IST

ભારતમાં પંજાબ નેશનલ બેન્ક સાથે 14 હજાર કરોડનું કૌભાંડ કરનારો કૌભાંડી કુખ્યાત મેહુલ ચોક્સીને ડોમિનિકામાં હતો. અહીંથી તેને જામીન મળ્યા પછી તે એન્ટીગુઆ અને બારબુડા પહોંચ્યો છે. ડોમિનિકામાં ગેરકાયદેસર પ્રવેશ કરવાના આરોપમાં તેને 51 દિવસ સુધી કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. ભારતથી ફરાર કૌભાંડી કુખ્યાત મેહુલ ચોક્સી વર્ષ 2018થી એન્ટીગુઆ અને બારબુડામાં રહે છે. તેણે ત્યાંની નાગરિકતા પણ લઈ લીધી છે.

  • ડોમિનિકામાંથી કૌભાંડી મેહુલ ચોક્સીને મળ્યા જામીન
  • જામીન મળ્યા બાદ કૌભાંડી મેહુલ ચોક્સી એન્ટીગુઆ અને બારબુડા પહોંચ્યો
  • કુખ્યાત કૌભાંડી મેહુલ ચોક્સી વર્ષ 2018થી એન્ટીગુઆમાં રહે છે

નવી દિલ્હીઃ ચોક્સીએ જામીન માગતા પોતાનો મેડીકલ રિપોર્ટ પણ કોર્ટમાં રજૂ કર્યો હતો, જેમાં સિટી સ્કેન પણ શામેલ હતું. રિપોર્ટમાં તેણે 'હેમાટોમા' (માથા સાથે જોડાયેલી બીમારી) હોવાથી સ્થિતિ બગડવાની વાત કહી હતી. ભારતથી કૌભાંડ કરીને ભાગેલો કુખ્યાત કૌભાંડી વર્ષ 2018થી એન્ટીગુઆ અને બારબુડા (Antigua and Barbuda)માં રહે છે અને ત્યાંની નાગરિકતા પણ લઈ લીધી છે.

આ પણ વાંચોઃ પ્રતિષ્ઠિત થવાં અને બેન્કથી લોન લેવા માટે મેહુલ ચોકસીની સુરત હીરા ઉદ્યોગ પર 30 વર્ષ પહેલાંથી જ નજર હતી

જામીન રાશિ આપ્યા પછી ચોક્સીને એન્ટીગુઆ જવાની મંજૂરી આપી હતી

કૌભાંડી ચોક્સી સામે ડોમિનિકા (Dominica)માં ગેરકાયદેસર પ્રવેશ કરવાનો આરોપ છે. જ્યારે તેના વકીલોએ દાવો કર્યો હતો કે, આ તેના અપહરણનું ષડયંત્ર હતું. ડોમિનિકા હાઈકોર્ટે (Dominica High Court) ચોક્સી (62)ને તેની સારવાર માટે જામીન આપી છે. એન્ટીગુઆ (Antigua) ન્યૂઝરૂમના સમાચાર અનુસાર, કોર્ટે 10 હજાર ઈસ્ટર્ન કેરેબિયન ડોલર (પોણા ત્રણ લાખ રૂપિયા) જામીન રાશિ તરીકે આપ્યા પછી ચોક્સીને એન્ટીગુઆ (Antigua) જવાની મંજૂરી આપી હતી.

આ પણ વાંચોઃ બિલકુલ બકવાસ, મેહુલ ચોક્સીના અપહરણમાં અમારો કોઇ ભાગ નથીઃ ડોમિનિકા PM Roosevelt Skerrit

ડોમિનિકામાં કૌભાંડી મેહુલ ચોક્સીની થઈ હતી ધરપકડ

ઉલ્લેખનીય છે કે, પંજાબ નેશનલ બેન્ક સાથે 13,500 કરોડ રૂપિયાનું કૌભાંડ કરી હીરાનો વેપારી કુખ્યાત મેહુલ ચોક્સી 23 મેએ એન્ટીગુઆ અને બારબુડામાં શંકાસ્પદ હાલમતાં ગુમ થયો હતો. ત્યારબાદ તેના પાડોશી દેશ ડોમિનિકામાં તે ગેરકાયદેસર દાખલ થવાના આરોપમાં કસ્ટડીમાં હતો. જોકે, ડોમિનિકા કોર્ટે તેને જામીન આપ્યા હોવાથી તે ફરી એન્ટીગુઆ પહોંચ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.