ETV Bharat / bharat

ગિલાનીના અંતિમ સંસ્કાર પર મહેબુબા મુફ્તીનું નિવેદન, મૃત શરીરને તો સન્માન મળવું જ જોઈએ - People's Democratic Party

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન મહેબુબા મુફ્તીએ અલગાવવાદી નેતા સૈયદ અલી ગિલાનીના મૃત શરીર સાથે વ્યવહાર પર કહ્યું હતું કે, તે બિનજરૂરી હતું. મૃત શરીરને સન્માન મળવું જોઈએ.

ગિલાનીના અંતિમ સંસ્કાર પર મહેબુબા મુફ્તીનું નિવેદન, મૃત શરીરને તો સન્માન મળવું જ જોઈએ

author img

By

Published : Sep 7, 2021, 12:28 PM IST

  • જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન મહેબુબા મુફ્તીએ ગિલાની અંગે આપ્યું નિવેદન
  • અલગાવવાદી નેતા સૈયદ ગલી ગિલાનીના મૃત શરીરને સન્માન મળવું જોઈએઃ મુફ્તી
  • કોઈ પણ જીવીત વ્યક્તિ લોકો સાથે ઝઘડી શકે છે, પરંતુ મૃત શરીરને સન્માન મળવું જોઈએઃ મુફ્તી

જમ્મુ-કાશ્મીરઃ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન મહેબુબા મુફ્તીએ અલગાવવાદી નેતા સૈયદ અલી ગિલાનીના મૃત શરીર સાથે વ્યવહાર પર કહ્યું હતું કે, તે બિનજરૂરી હતું. મૃત શરીરને સન્માન મળવું જોઈએ. અલગાવવાદી નેતા સૈયદ અલી ગિલાનીના મૃત શરીર સાથે જે વ્યવહાર કરવામાં આવ્યો તે બિનજરૂરી હતો. આ સાથે જ તેમણે કહ્યું હતું કે, કોઈ પણ જીવીત વ્યક્તિ લોકો સાથે ઝઘડી શકે છે, પરંતુ મૃત શરીરને સન્માન મળવું જોઈએ.

આ પણ વાંચો- જમ્મુ કાશ્મીરના હુરિયત નેતા સૈયદ અલી શાહ ગિલાનીનું નિધન

તંત્રનો વ્યવહાર બર્બરતાપૂર્વક હતોઃ મુફ્તી

મીડિયાકર્મીઓ સાથે વાતચીત કરતા મહેબુબા મુફ્તીએ કહ્યું હતું કે, વીડિયો અને સમાચાર રિપોર્ટથી જાણવા મળે છે કે, તંત્રનો વ્યવહાર મૃતદેહ અને પરિવારની સાથે બર્બરતાપૂર્વક હતો. તમે કોઈ જીવિત વ્યક્તિ સાથે લડી શકો છો, પરંતુ એક વખત મરી જાય પછી તમારે બીજાની જેમ શરીરનું સન્માન કરવાની જરૂર હોય છે.

આ પણ વાંચો- ગિલાની અને કાશ્મીરમાં અલગતાવાદી રાજકારણ

સરકારે પરિવારની ઈચ્છા અનુસાર કરવું જોઈતું હતુંઃ મુફ્તી

ગિલાનીના પરિવાર સામે સૂત્રોચ્ચાર કરવા અને તેમના શરીરને પાકિસ્તાની ઝંડાથી ઠાંકવા માટે નોંધાયેલા કેસ અંગે એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, ભારત સૌથી મોટો લોકતાંત્રિક દેશ છે અને આ નાનો મુદ્દો છે. સરકારે પરિવારની ઈચ્છા અનુસાર ગિલાનીના અંતિમ સંસ્કાર કરવાની મંજૂરી આપવી જોઈતી હતી.

મૃતદેહ સાથે દુર્વ્યવહાર યોગ્ય નથીઃ મુફ્તી

મહેબુબા મુફ્તીએ કહ્યું હતું કે, તેમનો પણ ગિલાની સાથે મતભેદ હતો, પરંતુ તેમના મૃતદેહ સાથે દુર્વ્યવહાર ન કરવો જોઈએ. અમે જે જોયું તે માનવતા વિરુદ્ધનું હતું. તમામ લોકોની અંતિમ ઈચ્છાનું સન્માન કરવું જોઈએ. જોયેલી અનેક ઘટના ભારતની સાંસ્કૃતિક ઓળખ સામે હતી. મહેબુબાએ કહ્યું હતું કે, કોઈ પણ કોઈને બંંદૂકના દમ પર કોઈ પણ નેતાને પ્રેમ કે નફરત કરવા મજબૂર ન કરી શકે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.