- નીટની પરીક્ષાની કરવામાં આવી જાહેરાત
- કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે યોજાશે પરીક્ષા
- 198 શહેરોમાં યોજાશે પરીક્ષા
નવી દિલ્હી: કોરોના મહામારીના કારણે પાછી ઠેલાયેલી નીટની પરીક્ષા અંગે આજે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે કે 12મી સપ્ટેમ્બરે સમગ્ર દેશમાં નીટની પરીક્ષાનું આયોજન કોરોના પ્રોટોકોલ અનુસાર કરવામાં આવશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ પરીક્ષા માટેની આવેદન પ્રક્રિયા આવતી કાલે સાંજે 5 વાગ્યાથી શરૂ કરવામાં આવશે. તેઓએ વધુ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે સામાજીક દૂરી (Social Distancing)ને ધ્યાનમાં રાખીને 155 શહેરોમાં યોજાતી પરીક્ષા આ વખતે 198 શહેરોમાં યોજવામાં આવશે. જ્યારે 2020માં 3862 કેન્દ્રો પરીક્ષા યોજાઇ હતી તે પણ વધારવામાં આવશે.
કોવિડ-19ના પ્રોટોકોલનું કરવામાં આવશે પાલન
પરીક્ષાના માપદંડ અંગે કોવિડ - 19 પ્રોટોકોલનું પાલન કરવા માટે તમામ પરીક્ષાર્થીઓને કેન્દ્ર પર ફેસ માસ્ક આપવામાં આવશે. પરીક્ષાર્થીઓના એન્ટ્રી અને એક્ઝીટ ટાઇમ સ્લોટનું પણ ધ્યાન રાખવામાં આવશે