- વિદેશ મંત્રાલય દ્વારા ચીન અને પાક. અંગે નિવેદન
- પાક. અને ચીનના નિવેદનોને લઈને ભારતની પ્રતિક્રિયા
- પ્રેસ રિલીઝમાં ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરનો ઉલ્લેખ
નવી દિલ્હી: ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, ભારત કોઈપણ સંયુક્ત નિવેદનમાં જમ્મુ અને કાશ્મીરનો સંદર્ભ સ્પષ્ટપણે નકારે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ રહ્યો છે અને રહેશે.
CPECનો પણ ઉલ્લેખ કરાયો
વિદેશ મંત્રાલયે કહ્યું કે, સંયુક્ત પ્રેસ રિલીઝમાં ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC) નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમે ચીન અને પાકિસ્તાનને વારંવાર કહ્યું છે કે, કહેવાતા CPEC ભારતના વિસ્તારમાં છે, જેમાં પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબજો કરવામાં આવ્યો છે. આથી, અમે તેનો સખત વિરોધ કરીએ છીએ.
આ પણ વાંચો: ઈમરાન ખાનનું મોટું નિવેદન - તાલિબાન સૈન્ય નથી, પરંતુ સામાન્ય નાગરિક છે
પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબજો
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે, ભારત અન્ય દેશોને પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબજે કરેલા વિસ્તારોમાં યથાવત્ સ્થિતિમાં ફેરફાર કરવાના કોઈપણ પ્રયાસને રોકવા આહ્વાન કરે છે.
ભારત સંબંધિત પક્ષોને કાર્યવાહી અટકાવવા આહ્વાન
બાગચીએ કહ્યું હતું કે, પાકિસ્તાન દ્વારા તેના ગેરકાયદેસર કબજા હેઠળ ભારતીય પ્રદેશોમાં કોઈપણ પ્રકારના ભૌતિક પરિવર્તન લાવવાની કોશિશ કરવા સંદર્ભે, ભારત સંબંધિત પક્ષોને કાર્યવાહી અટકાવવા આહ્વાન કરે છે.