ETV Bharat / bharat

CHANDRAYAAN 3 : ચંદ્રની વધુ નજીક પહોંચ્યું ચંદ્રયાન-3ઃ ઈસરો - chandrayaan 3

ઈસરોએ ટ્વિટ કરીને જાણકારી આપી છે કે ત્રીજુ ચંદ્ર મિશન ચંદ્રયાન-3 બુધવારે ચંદ્રની ત્રીજી ભ્રમણકક્ષાને પાર કરીને ચંદ્રની સપાટીની વધુ નજીક આવી ગયું છે.સંસ્થા દિશા જણાવે છે કે ભારત દ્વારા આયોજિત ચંદ્રયાન-3 ભારતનું ગૌરવ અંતરિક્ષ મિશન વિષય પર વાતચીત દરમિયાન સોમનાથે જણાવ્યું હતું કે લેન્ડર વિક્રમની સંપૂર્ણ ડીઝાઈન એવી રીતે બનાવવામાં આવી છે કે તે લેન્ડિંગ દરમિયાન આવતી દરેક મુશ્કેલીને પાર પાડવા સક્ષમ છે.

ચંદ્રની વધુ નજીક પહોંચ્યું ચંદ્રયાન-3
ચંદ્રની વધુ નજીક પહોંચ્યું ચંદ્રયાન-3
author img

By

Published : Aug 9, 2023, 9:45 PM IST

બેંગાલુરૂઃ ભારતનું મહત્વકાંક્ષી ત્રીજુ મિશન ચંદ્રયાન-3 બુધવારે સફળતા પૂર્વક ચંદ્રની ભ્રમણ કક્ષાઓ પસાર કરતા કરતા ચંદ્રની સપાટી નજીક પહોંચી ગયું છે. ઈસરોએ ટ્વિટ કરીને ચંદ્રયાનની કક્ષા ઘટીને 174 કિમીx 1437 કિમી જેટલી રહી ગઈ હોવાનું જણાવ્યું છે.

23 ઓગસ્ટે સોફ્ટ લેન્ડિંગઃ ઈસરોએ કહ્યું છે કે ક્રમશ પ્રક્રિયા 14 ઓગસ્ટ 2023ના સવારે 11.30થી 12.30 વચ્ચે થઈ શકે છે. મહત્વકાંક્ષી મિશન આગળ વધતા ચંદ્રયાન-3ની ભ્રમણકક્ષાઓને એક બાદ અક પસાર કરી રહ્યું છે. ચંદ્રયાન-3ની સમગ્ર મુસાફરી પર ઈસરો નજર રાખી રહ્યું છે. થોડા સમય અગાઉ ચંદ્રયાન-નું લેન્ડર વિક્રમ 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરી શકે છે તેવી માહિતી સામે આવી હતી. તેના દરેક સંવેદક અને બંને એન્જિન કામ ન કરતા હોય તો પણ આ સંભવ છે.

લેન્ડર વિક્રમની ડીઝાઈન આદર્શઃ ઈસરોના અધ્યક્ષ એસ. સોમનાથે મંગળવાર આની જાણકારી આપી હતી. સંસ્થા દિશા જણાવે છે કે ભારત દ્વારા આયોજિત ચંદ્રયાન-3 ભારતનું ગૌરવ અંતરિક્ષ મિશન વિષય પર વાતચીત દરમિયાન સોમનાથે જણાવ્યું હતું કે લેન્ડર વિક્રમની સંપૂર્ણ ડીઝાઈન એવી રીતે બનાવવામાં આવી છે કે તે લેન્ડિંગ દરમિયાન આવતી દરેક મુશ્કેલીને પાર પાડવા સક્ષમ છે.

જો બધુ જ અસફળ રહે, દરેક સેન્સર ફેલ થઈ જાય તો પણ વિક્રમને લેન્ડિંગ કરવામાં કોઈ તકલીફ નહીં પડે...એસ. સોમનાથ (અધ્યક્ષ, ઈસરો)

3 વાર ડીઓર્બેટિંગઃ ચંદ્રયાન-3 અંતરિક્ષમાં 14 જુલાઈના રોજ મોકલવામાં આવ્યું હતું 5 ઓગસ્ટે તે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું. તેને ચંદ્રની વધુ નજીક લાવવા માટે વધુ ત્રણ ડી ઓર્બેટિંગમાંથી પસાર થવું પડશે. જેના પરિણામે વિક્રમ 23 ઓગસ્ટે ચંદ્રમાની સપાટી પર ઉતરી શકે.

  1. Chandrayaan 3: ચંદ્રયાન-3 એ ચંદ્રની પ્રથમ તસવીર મોકલી, તમે જોઈ કે નહિ ?
  2. ISRO Chandrayaan 3: હાથમાં હનુમાન ચાલીસા અને ગાયત્રી પાઠ કરીને શાળાના વિદ્યાર્થીઓએ ચંદ્રયાન-3 ની સફળ લોન્ચિંગ માટે પ્રાર્થના કરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.