- વીજળીના સંકટને લઈને પંજાબ સરકાર પર નિશાન સાધ્યું
- વિધાનસભાની ચૂંટણીમાં શિરોમણી અકાલી દળ અને બસપાના જોડાણની જીત માટે અપીલ
- જનહિત અને લોક કલ્યાણની જવાબદારી છોડી દીધી
નવી દિલ્હી : બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ પંજાબમાં વીજળીના સંકટને લઈને પંજાબ સરકાર પર નિશાન સાધ્યું હતું. આ દરમિયાન તેમણે રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં શિરોમણી અકાલી દળ અને બસપાના જોડાણની જીત માટે અપીલ કરી હતી.
પંજાબના વીજ સંકટથી જાહેર જનજીવન, ઉદ્યોગ અને કૃષિ ખરાબ રીતે પ્રભાવિત
માયાવતીએ ટ્વિટ કર્યું હતું કે, “પંજાબના વીજ સંકટથી જાહેર જનજીવન, ઉદ્યોગ અને કૃષિ ખરાબ રીતે પ્રભાવિત છે, જે સાબિત કરે છે કે, રાજ્યની કોંગ્રેસ સરકાર પરસ્પર જૂથવાદ, ઝઘડા અને મુકાબલોમાં ફસાયેલી છે. જનહિત અને લોક કલ્યાણની જવાબદારી છોડી દીધી છે. લોકોએ આ ધ્યાને લેવું જરૂરી છે.
બસપા અને શિરોમણિ અકાલી દળે આગામી વિધાનસભા ચૂંટણી માટે ગઠબંધન રચ્યું
તેમણે જણાવ્યું કે, " પંજાબનું સારું ભવિષ્ય અને રાજ્યની જનતાનું કોંગ્રેસ અને કોંગ્રેસની સરકારમાંથી છુટકારો મેળવવામાં અને આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીમાં સંપૂર્ણ બહુમતી સાથે શિરોમણી અકાલી દળ અને બસપા ગઠબંધનની લોકપ્રિય સરકારની રચના કરવામાં ખાતરી આપી છે. એવું જણાવવામાં આવે છે કે, બસપા અને શિરોમણિ અકાલી દળે આગામી વિધાનસભા ચૂંટણી માટે ગઠબંધન રચ્યું છે.