- મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિની માલિકીના હક અંગે કોર્ટમાં ગુરુવારે સુનાવણી
- કૃષ્ણ ભક્ત રંજના અગ્નિહોત્રીએ ગયા વર્ષે 25 સપ્ટેમ્બરે કોર્ટમાં કરી હતી પિટિશન
- સંપૂર્ણ જમીન ભગવાન શ્રીકૃષ્ણ જન્મભૂમિને પરત આપવા કરવામાં આવી માગ
મથુરા (ઉત્તરપ્રદેશ): શ્રીકૃષ્ણ જન્મભૂમિમાં બિરાજમાન માલિકીના હક અંગે ગયા વર્ષે જિલ્લા કોર્ટમાં એક પિટિશન કરવામાં આવી હતી, જેની ગુરુવારે સુનાવણી થશે. કૃષ્ણ ભક્ત રંજના અગ્નિહોત્રીએ ગયા વર્ષે 25 સપ્ટેમ્બરે જન્મભૂમિની માલિકીના હક અંગે કોર્ટમાં પિટિશન કરી હતી. વાદિ પ્રતિવાદી પક્ષના વકીલ ગુરુવારે કોર્ટમાં ઉપસ્થિત રહેશે. બપોરે 12 વાગ્યે આ કેસની સુનાવણી શરૂ થશે.
આ પણ વાંચોઃ FIRએ કોઈ ડિક્ષનરી નથી કે જે દરેક તથ્યો અને વિગતો જાહેર કરે : સુપ્રીમ કોર્ટ
11 એકરમાં શ્રીકૃ્ષ્ણ જન્મભૂમિ અને 2.37 એકરમાં મસ્જિદ બનેલી છે
શ્રીકૃષ્ણ જન્મભૂમિના માલિકી હક અંગે 7 એપ્રિલે સુનાવણી કરવામાં આવી હતી, પરંતુ તે દિવસે સુનાવણી નહતી થઈ શકી. કોર્ટે સુનાવણી માટે 22 એપ્રિલ નક્કી કરી હતી. આપને જણાવી દઈએ કે, શ્રીકૃષ્ણ જન્મસ્થળ પરિસર 13.37 એકરમાં બનેલું છે. 11 એકરમાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ લીલા મંચ, ભાગવત ભવન અને 2.37 એકરમાં શાહી ઈદગાહ મસ્જિદ બનેલી છે. શ્રીકૃષ્ણ જન્મસ્થાન કે જે કટરા કેશવ દેવ મંદિરની જગ્યા પર બનેલું છે. પૂરી જમીન ભગવાન શ્રીકૃષ્ણ જન્મભૂમિને પરત કરવામાં આવે. શ્રીકૃષ્ણ જન્મસ્થળ સેવા સંસ્થાન અને શ્રીકૃષ્ણ જન્મભૂમિ સેવા ટ્રસ્ટને હુકમનામું કરવાનો કોઈ અધિકાર નથી.
આ પણ વાંચોઃ UPના 5 શહેરોમાં લૉકડાઉન લગાવવાના અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂક્યો
વર્ષ 1973માં જમીનનું હુકમનામું કરવામાં આવ્યું હતું
12 ઓક્ટોબર 1968ના દિવસે શ્રીકૃષ્ણ જન્મસ્થાન સોસાયટી દ્વારા કટારા કેશવ દેવ મંદિરની જમીનની સમજૂતી કરવામા આવી હતી. 20 જુલાઈ 1973ના દિવેસ આ જમીનનું હુકમનામું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હુકમનામું રદ કરવાની માગ અંગે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.