ETV Bharat / bharat

Chemical Factory in Blast : આંધ્રપ્રદેશની કેમિકલ ફેક્ટરીમાં થયો બ્લાસ્ટ, 6ના મોત - Chemical Factory in Blast

આંધ્રપ્રદેશના એલુરુ જિલ્લામાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાથી છ લોકોના મોત થયા છે અને અન્ય 13 લોકો ઘાયલ થયા છે.

Chemical Factory in Blast
Chemical Factory in Blast
author img

By

Published : Apr 14, 2022, 9:26 AM IST

અમરાવતી : આંધ્ર પ્રદેશના એલુરુ જિલ્લામાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં ગઈકાલે રાત્રે વિસ્ફોટ બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે અને 13 લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ પોરસ ઈન્ડસ્ટ્રીના યુનિટ 4માં રાત્રે લગભગ 10 વાગે બ્લાસ્ટ થયો હતો, જે બાદ જોરદાર આગ ફાટી નીકળી હતી. અકસ્માત સમયે ઉદ્યોગમાં 150 લોકો કામ કરી રહ્યા હતા. વિસ્ફોટની માહિતી મળતા જ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.

6 લોકોના મોત - વિસ્ફોટમાં ગંભીર રીતે ઘાયલ થયેલા પાંચ લોકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે એકનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મોત થયું હતું. અન્ય ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે, જેમને વધુ સારી સારવાર માટે વિજયવાડા રિફર કરવામાં આવ્યા છે. હાલ વહીવટીતંત્ર મૃતકોની ઓળખ કરવામાં વ્યસ્ત છે.

આંધ્રપ્રદેશની કેમિકલ ફેક્ટરીમાં થયો - તે જ સમયે, ઘટનાની માહિતી મળતાં, એલુરુ એસપી ઘટનાસ્થળે પહોંચ્યા અને સ્થળનું નિરીક્ષણ કર્યું. અકસ્માતના કારણો હજુ સુધી જાણવા મળ્યા નથી. મળતી માહિતી મુજબ, ફેક્ટરીમાં ફાર્માસ્યુટિકલ્સના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા પાવડરનું ઉત્પાદન કરવામાં આવતું હતું. પીડિતોનું કહેવું છે કે, સુગર ફેક્ટરી કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં ફેરવાઈ ગઈ હોવાથી કંપનીની બેદરકારીને કારણે આ અકસ્માત થયો હતો.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.