રંગારેડ્ડી: તેલંગણા રાજ્યના રંગારેડ્ડી જિલ્લાના (Ranga Reddy District Telangana) કેશમપેટ મંડળના પાપારેડ્ડી ગામમાંથી બાળલગ્નનો કેસ (Child Marriage Case ) નોંધાયો છે. જેમાં માતા પિતાએ પોતાની 12 વર્ષની છોકરીના લગ્ન 35 વર્ષના યુવાન સાથે કરી દેવામાં આવ્યા હતા. યુગલ અલમ્મા અને ગોપાલ જુદી જુદી જગ્યાએ સ્થળાંતર કરીને જીવનનું ગુજરાન ચલાવે છે. સંતાનમાં એમને 12 વર્ષની દીકરી છે. તેમણે પોતાની દીકરીના લગ્ન 35 વર્ષના યુવાન સાથે કરી નાંખ્યા હતા. જે ફારૂકનગરના વેલિજારલા ગામે રહે છે. દીકરીનો જન્મદિવસ (Birthday Celebration Claim) એવું કહીને તેમને પરણાવી દીધી હતી.
આ પણ વાંચો: ગુજરાત ATS-સુરત SOGના મોટા ઑપરેશનમાં છ શખ્સોની ધરપકડ, હત્યા અને ડ્રગ્સ કેસમાં છુપાતા ફરતા આ રીતે પકડાયા
દીકરી સાથે મારપીટ કરી: આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે દીકરીએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. પછી દીકરીએ ગામના લોકો અને આઈસીડીએસને જાણ કરી હતી. માતા પિતા પછી આવ્યા અને સંબંધીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. પછી છોકરી એમના સંબંધીના ઘરેથી પણ ભાગી નીકળી હતી. દીકરી સાથે મારપીટ કરવાના લીધે દીકરી માતા પિતા સાથે ચાલી ગઈ હતી. આઈસીડીએસના અધિકારીને આ વાતની જાણ થતા એક અધિકારીએ પોલીસ ફરિયાદ કરી હતી. પછી છોકરીને માતા પિતાના ત્રાસમાંથી છોડાવી સુધારણા કેન્દ્રમાં મોકલી દેવામાં આવી હતી. કેશમપેટ પોલીસે આ કેસમાં ઊંડી તપાસ શરૂ કરી દીધી છે.