- મરાઠા સમુદાયને અનામત અને અન્ય લાભોની માંગણી માટે સમીક્ષા અરજી દાખલ
- છત્રપતિ સંભાજી રાજેએ અગાઉ અનામત અંગે સમીક્ષા અરજી દાખલ કરવાની માગ કરી હતી
- પૂર્વ ન્યાયમૂર્તિ ભોસલેની અધ્યક્ષતાવાળી એક સમિતિની રચના કરવામાં આવી
મુંબઇ: સમગ્ર મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં મરાઠા સમુદાયને અનામત અને અન્ય લાભોની માંગણી માટે સમીક્ષા અરજી દાખલ કરી છે. ભૂતપૂર્વ ન્યાયાધીશ ભોસલે સમિતિના અહેવાલ બાદ રાજ્ય સરકારે આ અરજી દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટે મરાઠા અનામત(maratha reservation)ને રદ કર્યા પછી રાજ્ય સરકારે આજે સુપ્રીમ કોર્ટમાં મરાઠા અનામત પર અરજી કરીને પુનર્વિચારણા કરવા માટે માગ કરી હતી. આ અંગે સંભાજી રાજે છત્રપતિએ ટ્વીટ કર્યું છે કે, રાજ્ય સરકારે સમીક્ષા અરજી દાખલ કરી છે.
સંભાજી રાજે (Sambhaji Raje)એ એક અરજી કરવા માગ કરી હતી
છત્રપતિ સંભાજી રાજેએ અગાઉ રાજ્ય સરકારને મરાઠા અનામત(maratha reservation) અંગે સમીક્ષા અરજી દાખલ કરવાની માગ કરી હતી. જોકે, સુપ્રીમ કોર્ટના નિર્ણયનો અભ્યાસ કરવા રાજ્ય સરકાર દ્વારા પૂર્વ ન્યાયમૂર્તિ ભોસલેની અધ્યક્ષતાવાળી એક સમિતિની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ ભોસલે સમિતિના અહેવાલમાં સૂચવવામાં આવ્યું હતું કે, રાજ્ય સરકારે મરાઠા અનામતના મુદ્દે સમીક્ષા અરજી દાખલ કરવી જોઈએ.
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે મરાઠા અનામતને ગેરબંધારણીય જાહેર કર્યું
મરાઠા અનામત અરજદાર વિનોદ પાટીલે ખુશી વ્યક્ત કરી હતી
રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કર્યા બાદ મરાઠા અનામત અરજદાર વિનોદ પાટીલે ખુશી વ્યક્ત કરી હતી. જોકે, વિનોદ પાટીલે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને મરાઠા અનામતના મુદ્દાને ગંભીરતાથી લેવાની અને મરાઠા સમુદાયને ન્યાય અપાવવા માટે સાથે મળીને કામ કરવાની સલાહ આપી છે.
5 મેના રોજ કોર્ટે કાયદો રદ કર્યો હતો
નોંધપાત્ર વાત એ છે ક, 5 મેના રોજ સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના કાયદાને રદ કર્યો હતો. જેમાં સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ કેટેગરી હેઠળ મરાઠાઓને નોકરી અને શિક્ષણમાં આરક્ષણ આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: મરાઠા અનામત મુદ્દે SCનો તમામ રાજ્યનોને પ્રશ્ન, શું 50 ટકાથી વધારી શકાય અનામત?
વર્ષ 2018માં રાજ્ય સરકારે શિક્ષા-નોકરીમાં 16 ટકા અનામત આપવાનો કાયદો બનાવ્યો હતો
મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત આપવાની વાત ઘણા સમયથી ચાલી રહી છે. તત્કાલીન મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મરાઠાઓની ઘણા સમયથી ચાલતી માગ પર રાજ્યના પછાત વર્ગ પંચની ભલામણો પર કાર્યવાહી રિપોર્ટ પ્રસ્તુત કર્યો હતો. વર્ષ 2018માં રાજ્ય સરકારે શિક્ષા-નોકરીમાં 16 ટકા અનામત આપવાનો કાયદો બનાવ્યો હતો. જોકે, હાઈકોર્ટે પોતાના એક આદેશમાં આની સીમા ઘટાડી દીધી હતી. ત્યારબાદ આ મામાલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, જ્યાં સુધી મામલાની સુનાવણી પૂર્ણ ન થઈ જાય ત્યાં સુધી તેના પર રોક લગાવવામાં આવે.
રાજ્યમાં મરાઠાઓ માટે અનામતના નિર્ણયને યથાવત રખાયો
બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી હતી, જેમાં રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં મરાઠાઓ માટે અનામતના નિર્ણયને યથાવત રાખ્યો હતો. જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી 5 જસ્ટિસની સંવિધાન બેન્ચે આ અંગે નિર્ણય સંભળાવ્યો હતો.
રોજગારમાં અનામત 12 ટકાથી વધારે ન હોવું જોઈએઃ સુપ્રીમ કોર્ટ
સંવિધાન બેન્ચે આ મામલાની સુનાવણી 15 માર્ચે શરૂ કરી હતી. સુપ્રીમ કોર્ટેે જૂન 2019માં કાયદાને યથાવત રાખતા કહ્યું હતું કે, 16 ટકા અનામત યોગ્ય નથી અને રોજગારમાં અનામત 12 ટકાથી વધારે ન હોવું જોઈએ તથા નોમિનેશનમાં આ 13 ટકાથી વધારે ન હોવું જોઈએ.