ETV Bharat / bharat

આજથી બદલાઈ રહ્યા છે ઘણા નિયમો, તમામ લોકોના ખિસ્સાને પડશે અસર - દેશભરની ટ્રેનોનું ટાઈમ ટેબલ બદલાશે

દિવાળીના તહેવાર પહેલા સામાન્ય માણસને મોંઘવારીનો મોટો ફટકો પડવાનો છે.આજથી ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. આ નિયમો બદલવાથી તમારા બજેટને પણ અસર થશે. જુઓ આ ફેરફારો તમારા માટે કેટલા ભારે પડી રહ્યા છે.

આજથી બદલાઈ રહ્યા છે ઘણા નિયમો, વાંચો સમાચાર

author img

By

Published : Nov 1, 2021, 9:37 AM IST

  • દીપાવલીના તહેવાર પહેલા સામાન્ય માણસને મોંઘવારીનો મોટો ફટકો પડવાનો
  • 1 નવેમ્બરથી એટલે કે આજથી ઘણા નિયમો બદલાઈ જશે
  • આ નિયમોમાં ફેરફારની અસર દરેકના બજેટ પર પડશે

હૈદરાબાદ: દીપાવલીના તહેવાર (The festival of Diwali )પહેલા સામાન્ય માણસને મોંઘવારીનો મોટો ફટકો પડવાનો છે. 1 નવેમ્બરથી એટલે કે આજથી ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. જ્યાં ગ્રાહકોએ આજથી બેંકોમાં પૈસા જમા કરાવવા અને ઉપાડવા માટે ફી ચૂકવવી પડશે. સાથે જ ગેસ બુક કરવાની પદ્ધતિમાં પણ ફેરફાર થવા જઈ રહ્યો છે. આ સાથે રેલવેએ ઘણી ટ્રેનોના સમયમાં પણ ફેરફાર (Also a change in the timing of trains)કર્યો છે, જે આજથી લાગુ થશે. આ નિયમોમાં ફેરફારની (Changes to the rules )અસર દરેકના બજેટ પર પડશે. જુઓ આ ફેરફારો તમારા માટે કેટલા ભારે છે.

LPG સિલિન્ડરની કિંમત વધી શકે છે

દર મહિનાની પહેલી તારીખે કંપનીઓ એલપીજી સિલિન્ડરના(LPG cylinder) ભાવમાં વધારો કરે છે. એલપીજી ડિલિવરી કંપનીઓ નવેમ્બરની શરૂઆતની આતુરતાથી રાહ જોઈ રહી છે, હકીકતમાં છેલ્લા મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લગભગ 8 રૂપિયાનો વધારો થયો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાની સાથે એલપીજીના ભાવમાં પણ વધારો થાય છે, તેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે એલપીજીના ભાવમાં વધારો થઈ શકે છે.

આજથી બદલાઈ રહ્યા છે ઘણા નિયમો, વાંચો સમાચાર
આજથી બદલાઈ રહ્યા છે ઘણા નિયમો, વાંચો સમાચાર

ગેસ સિલિન્ડર બુક કરવા માટે OTP આવશે

આજથી, ગેસ સિલિન્ડર (એલપીજી સિલિન્ડર)ના બુકિંગ અને ડિલિવરીની પદ્ધતિમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. નવા નિયમ અનુસાર, ગેસ બુક કરાવ્યા બાદ ગ્રાહકોને તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવશે. ઓટીપી વિના બુકિંગ થશે નહીં. તે જ સમયે, સિલિન્ડર ઘરે પહોંચાડનાર ડિલિવરી બોયને આ OTP કહ્યા પછી જ ગ્રાહકને સિલિન્ડર આપવામાં આવશે. જણાવી દઈએ કે નવી સિલિન્ડર ડિલિવરી પોલિસી હેઠળ ખોટા એડ્રેસ અને મોબાઈલ નંબર આપનાર ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ગેસ ડિલિવરી કંપનીઓએ તમામ ગ્રાહકોને તેમનું નામ, સરનામું અને મોબાઈલ નંબર અપડેટ કરવાની સલાહ આપી છે.

બેંક ઓફ બરોડાના ગ્રાહકોએ ફી ભરવાની રહેશે

આજથી બેંકોમાં પૈસા જમા કરાવવા અને ઉપાડવા પર ફી લાગશે. બેંક ઓફ બરોડા (BOB) એ આની શરૂઆત કરી છે. BOB અનુસાર, 1 નવેમ્બરથી, ગ્રાહકોએ લોન એકાઉન્ટ માટે 150 રૂપિયા ચૂકવવા પડશે. નવા નિયમ અનુસાર સેવિંગ્સ એકાઉન્ટમાં ત્રણ વખત પૈસા જમા કરાવવાનું ફ્રી હશે, પરંતુ તે પછી મહિનામાં 3 વખતથી વધુ પૈસા જમા કરાવવા પર 40 રૂપિયા ચૂકવવા પડશે. જનધન ખાતા ધારકોને રાહત આપવામાં આવશે. આ ખાતાધારકોએ ત્રણ વખતથી વધુ પૈસા જમા કરાવવા પર કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં, જ્યારે પૈસા ઉપાડવા માટે 100 રૂપિયા ચૂકવવા પડશે.

કેટલાક સ્માર્ટફોન પર Whatsapp બંધ થઈ જશે

WhatsApp આજથી કેટલાક iPhone અને Android ફોન પર કામ કરવાનું બંધ કરી દેશે. વોટ્સએપ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, 1 નવેમ્બરથી, ફેસબુકની માલિકીનું પ્લેટફોર્મ એન્ડ્રોઇડ 4.0.3 આઇસ ક્રીમ સેન્ડવિચ, iOS 9 અને KaiOS 2.5.0ને સપોર્ટ કરશે નહીં.

ટ્રેનનું ટાઈમ ટેબલ બદલાશે

આજથી દેશભરની ટ્રેનોનું ટાઈમ ટેબલ બદલાશે. પહેલા આ ફેરફાર 1 ઓક્ટોબરથી કરવાનો હતો પરંતુ બાદમાં તેને વધારીને 1 નવેમ્બર કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે આખા દેશમાં 13 હજાર પેસેન્જર ટ્રેન અને 7 હજાર ગુડ્ઝ ટ્રેનોના ટાઈમ ટેબલમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. દેશમાં દોડતી લગભગ 30 રાજધાની ટ્રેનોના સમયમાં પણ ફેરફાર થશે.

આ પણ વાંચોઃ દંતેવાડામાં પોલીસ-નક્સલી વચ્ચે અથડામણ, ત્રણ ઈનામી મહિલા નક્સલી ઠાર

આ પણ વાંચોઃ ઝાયડસ કેડિલા કોરોના વેક્સિનના ભાવ ઘટાડવા સહમત, જાણો કેટલા રૂપિયામાં મળશે ઈન્જેક્શન વગરની વેક્સિન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.