નવી દિલ્હીઃ રાજસ્થાનના જયપુરમાં કરણી સેના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના કેસમાં રાજસ્થાન પોલીસ અને દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે શનિવારે મોડી રાત્રે ત્રણ લોકોની ધરપકડ કરી છે. આ અંગે સ્પેશિયલ સીપી (ક્રાઈમ) રવિન્દ્ર સિંહ યાદવે કહ્યું કે તેઓ છેલ્લા 72 કલાકથી તેને ટ્રેક કરી રહ્યા હતા, ત્યાર બાદ તેની ચંદીગઢથી ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં જે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમની પૂછપરછ કરીને તેમને જયપુર મોકલી દેવામાં આવ્યા છે.
-
#WATCH दिल्ली: स्पेशल CP(अपराध) रवींद्र सिंह यादव ने बताया, "राजस्थान के जयपुर में करणी सेना के अध्यक्ष सुखदेव सिंह गोगामेड़ी की हत्या के संदर्भ में 3 मुख्य अभियुक्तों को दिल्ली पुलिस क्राइम ब्रांच की NDR की शाखा ने गिरफ्तार किया है...हम पिछले 72 घंटे से उन्हें ट्रैक कर रहे… pic.twitter.com/vMDd2xq4ku
— ANI_HindiNews (@AHindinews) December 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH दिल्ली: स्पेशल CP(अपराध) रवींद्र सिंह यादव ने बताया, "राजस्थान के जयपुर में करणी सेना के अध्यक्ष सुखदेव सिंह गोगामेड़ी की हत्या के संदर्भ में 3 मुख्य अभियुक्तों को दिल्ली पुलिस क्राइम ब्रांच की NDR की शाखा ने गिरफ्तार किया है...हम पिछले 72 घंटे से उन्हें ट्रैक कर रहे… pic.twitter.com/vMDd2xq4ku
— ANI_HindiNews (@AHindinews) December 10, 2023#WATCH दिल्ली: स्पेशल CP(अपराध) रवींद्र सिंह यादव ने बताया, "राजस्थान के जयपुर में करणी सेना के अध्यक्ष सुखदेव सिंह गोगामेड़ी की हत्या के संदर्भ में 3 मुख्य अभियुक्तों को दिल्ली पुलिस क्राइम ब्रांच की NDR की शाखा ने गिरफ्तार किया है...हम पिछले 72 घंटे से उन्हें ट्रैक कर रहे… pic.twitter.com/vMDd2xq4ku
— ANI_HindiNews (@AHindinews) December 10, 2023
ગોગામેડીની હત્યા કરવામાં આવી હતી : સંયુક્ત ઓપરેશનમાં પકડાયેલા આરોપીઓમાં હત્યા કેસના મુખ્ય આરોપી રોહિત રાઠોડ અને નીતિન ફૌજી સહિત ત્રણ પૈકી બે આરોપીઓએ ગોગામેડી પર ગોળીબાર કર્યો હતો. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી હતી. હકીકતમાં, ગોગામેડીની 5 ડિસેમ્બરે જયપુરમાં તેમના નિવાસસ્થાને ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.
આરોપીઓને જયપુર લઇ જવામાં આવી રહ્યા : પોલીસે ગોળીબાર કરનારા બે આરોપીઓની ઓળખ જયપુરના રોહિત રાઠોડ અને હરિયાણાના મહેન્દ્રગઢના નીતિન ફૌજી તરીકે કરી હતી. તેમજ તેના વિશે માહિતી આપનારને 5 લાખ રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલ ત્રીજા આરોપીની ઓળખ ઉધમ સિંહ તરીકે થઈ હતી, જે આરોપીનો સહયોગી હતો. જયપુર પોલીસ કમિશ્નર બિજુ જ્યોર્જ જોસેફે કહ્યું છે કે આરોપીઓને જયપુર લાવ્યા બાદ હત્યા કેસમાં ઔપચારિક રીતે ધરપકડ કરવામાં આવશે.
આ રીતે ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો : પોલીસના જણાવ્યા અનુસાર, ગોગામેડી હત્યા કેસના કાવતરાખોરો પૈકીના એક રામવીર જાટે હત્યા પહેલા જયપુરમાં તેના મિત્ર ફૌજીની મદદથી આ કાવતરાને અંજામ આપવાની તૈયારી કરી હતી. આરોપીઓ મળવાના બહાને ગોગામેડીના ઘરે ગયા હતા અને થોડીવાર વાત કર્યા બાદ ગોગામેડી પર ગોળીબાર કર્યો હતો. તેઓએ ગોગામેડીના સહયોગી નવીન શેખાવતની પણ ગોળી મારી હત્યા કરી હતી, જેના દ્વારા તેઓ ગોગામેડીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા ગેંગસ્ટર રોહિત ગોદારાએ આ હત્યાની જવાબદારી લીધી અને કહ્યું કે ગોગામેદીએ તેના દુશ્મનોને ટેકો આપ્યો હતો..