ગુના: મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં બુધવારે રાત્રે એક દુ:ખદ ઘટના પ્રકાશમાં આવી હતી, જ્યાં ગુનાથી આરોન જતી એક ખાનગી બસમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં 12 લોકો જીવતા સળગી જતાં તેમના કરૂણ મૃત્યું નીપજ્યાં છે, જ્યારે બસ પણ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ હતી. જાણવા મળતી વિગત અનુસાર આ ઘટનામાં 12 લોકો જીવતા સળગી જતાં મોતને ભેટ્યાં છે. જ્યારે દુર્ઘટનાના સમાચાર મળતાની સાથે જ ફાયર બ્રિગેડ અને વહીવટી સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો. ત્યારબાદ તમામ ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને મૃતકોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા.
-
गुना से आरोन जा रही बस में भीषण आग से यात्रियों के हताहत होने का समाचार अत्यंत दुःखद है।
— Dr Mohan Yadav (@DrMohanYadav51) December 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
इस हृदय विदारक दुर्घटना में असमय मृत्यु को प्राप्त हुए दिवंगतों के परिजनों के साथ मेरी संवेदनाएं हैं। दुःख की इस विकट परिस्थिति में प्रदेश सरकार पीड़ित परिवारों के साथ खड़ी है।
मैंने…
">गुना से आरोन जा रही बस में भीषण आग से यात्रियों के हताहत होने का समाचार अत्यंत दुःखद है।
— Dr Mohan Yadav (@DrMohanYadav51) December 27, 2023
इस हृदय विदारक दुर्घटना में असमय मृत्यु को प्राप्त हुए दिवंगतों के परिजनों के साथ मेरी संवेदनाएं हैं। दुःख की इस विकट परिस्थिति में प्रदेश सरकार पीड़ित परिवारों के साथ खड़ी है।
मैंने…गुना से आरोन जा रही बस में भीषण आग से यात्रियों के हताहत होने का समाचार अत्यंत दुःखद है।
— Dr Mohan Yadav (@DrMohanYadav51) December 27, 2023
इस हृदय विदारक दुर्घटना में असमय मृत्यु को प्राप्त हुए दिवंगतों के परिजनों के साथ मेरी संवेदनाएं हैं। दुःख की इस विकट परिस्थिति में प्रदेश सरकार पीड़ित परिवारों के साथ खड़ी है।
मैंने…
વહીવટીતંત્ર ઘટનાસ્થળે: ગુના જિલ્લાના પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, રાત્રે લગભગ 9 વાગ્યે બસ ગુનાથી આરોન તરફ જઈ રહી હતી, જ્યારે ડમ્પર ગુના તરફ આવી રહ્યું હતું. આ દરમિયાન બસ અને ડમ્પર વચ્ચે સામસામે ટક્કર થઈ હતી.અથડામણ એટલી ગંભીર હતી કે જોતજોતામાં બસમાં આગ લાગી ગઇ હતી અને થોડી જ વારમાં બસ આગની પ્રચંડ જ્વાળાઓણાં લપેટાઈ ગઈ હતી.
12 મુસાફરો જીવતા સળગ્યા: મુસાફરો કંઈક સમજીને બહાર નીકળી શકે ત્યાં સુધીમાં આગ સંપૂર્ણ રીતે ફેલાઈ ગઈ હતી. ઘટના સમયે બસમાં લગભગ 30 મુસાફરો હતા અને તેમાંથી 4 લોકો જેમતેમ કરીને બસમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. જોકે, 12 લોકો જીવતા સળગી ગયા હતા અને 14 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા.