ETV Bharat / bharat

અલીગઢ ઝેરી દારૂ કાંડ: મોતનો સિલસિલો યથાવત, 35ના મોત - aligarh poisonous liquor scandal

અલીગઢમાં ઝેરી દારૂ (Poisonous Liquor) પીવાથી અત્યાર સુધીમાં 35 લોકોનાં મોત થયા છે. તે જ સમયે 15 લોકોની હાલત ગંભીર છે. જેમને સારવાર માટે મેડિકલ કોલેજો અને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અલીગઢ ઝેરી દારૂ કાંડ
અલીગઢ ઝેરી દારૂ કાંડ
author img

By

Published : May 29, 2021, 12:14 PM IST

  • અલીગઢ ઝેરી દારૂ કાંડમાં મોતનો સિલસિલો યથાવત
  • ઘણા ગામલોકો તેમાં સામેલ
  • દોષીતોની સંપત્તિ વેચી તે પૈસાથી મૃતકોના પરિવારજનોને વળતર ચૂકવવામાં આવશેઃ મુખ્યપ્રધાન

અલીગઢ: ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં ઝેરી દારૂ (Poisonous Liquor) પીવાથી અત્યાર સુધીમાં 35 લોકોનાં મોત થયાં છે. તેમાં ગામ લોકોની સાથે ગેસ બોટલિંગ પ્લાન્ટના ડ્રાઇવરો અને કામદારો પણ સામેલ છે. તે જ સમયે આ ઘટનામાં 14 લોકોની હાલત નાજુક છે. જે જે.એન.મેડિકલ કોલેજ અને જિલ્લા હોસ્પિટલમાં દાખલ છે.

આ પણ વાંચો: ઉત્તરપ્રદેશમાં ઝેરી દારૂ પીવાથી 11 લોકોના મોત, મુખ્યપ્રધાને આપ્યા કડક નિર્દેશ

મોતનો સિલસિલો યથાવત

ગુરુવારે રાત્રે શરૂ થયેલી મોતનો સિલસિલો હજી થોભવાનું નામ નથી લઈ રહ્યો. જેમાં અંડલામાં એચપી બોટલિંગ પ્લાન્ટના ટેન્કર ચાલક સહિત 35 લોકોનાં મોત થયાં છે. જણાવી દઈએ કે, આ સંખ્યા હજી વધુ વધી શકે છે. જિલ્લા હોસ્પિટલ અને મેડિકલ કોલેજના 14 દર્દીઓની હાલત ગંભીર છે. દેશના વિવિધ પ્રદેશોમાંથી અલીગઢ પોલીસ સ્ટેશન લોધા, ખૈર, જવાં, ટપ્પલ, પિસાવા વિસ્તારમાંથી દારૂની ખરીદી કરવામાં આવી હતી.

દોષીતોની સંપત્તિ વેચી તે પૈસાથી મૃતકોના પરિવારજનોને વળતર ચૂકવવામાં આવશેઃ મુખ્યપ્રધાન

અલીગઢમાં દારૂથી મોત થવા અંગે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કડક નિર્દેશ આપ્યા છે. આ સાથે જ આબકારી અને ગૃહ વિભાગના અધિકારીઓને પણ બોલાવવામાં આવ્યા છે. મુખ્યપ્રધાને દોષીતો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, જો દારૂ સરકારી અડ્ડામાંથી ગયો છે તો અડ્ડા સીલ કરવામાં આવે. જ્યારે દોષીતો પર NSA અંતર્ગત કાર્યવાહી કરવામાં આવે. દોષીતોની સંપત્તિ કબજે કરી તેની હરાજી કરવામાં આવશે અને તેનાથી મૃતકોના પરિવારજનોને વળતર ચૂકવવામાં આવશે.

આ પણ વાંચો: મધ્યપ્રદેશમાં ઝેરી દારૂ પીવાથી 11 લોકોના મોત

ઘણા ગામલોકો તેમાં સામેલ

ઝેરી દારૂ પીવાથી મરી ગયેલા લોકોમાં ઘણા ગામોના લોકો પણ છે. અત્યારસુધી બહાર આવેલી માહિતી મુજબ લોધા વિસ્તારના કરસુઆ, નિમાના, અંદલા અને હેવતપુર ગામના લોકોના ઝેરી દારૂ પીવાના કારણે મોત થયાં છે. કેટલાક લોકો હજી પણ ગંભીર રીતે બીમાર છે, જેની સારવાર હોસ્પિટલમાં ચાલુ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.