- આતંકી અલ્તાફ ભટની હત્યા બાદ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા
- સુરક્ષા એજન્સીઓએ 2015 થી 2019 ની વચ્ચે જાહેર કરાયેલા પાસપોર્ટનો અભ્યાસ કર્યો
- બાંગ્લાદેશ અથવા પાકિસ્તાન ગયેલા 40 યુવાનોમાંથી 28 તાલીમબદ્ધ આતંકવાદીઓ તરીકે દેશમાં ઘૂસ્યા
શ્રીનગર: તાજેતરમાં આતંકી અલ્તાફ ભટની હત્યા બાદ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, સુરક્ષા એજન્સીઓએ 2015 થી 2019 ની વચ્ચે જાહેર કરાયેલા પાસપોર્ટ (Passport) નો અભ્યાસ કર્યો હતો અને જાણવા મળ્યું હતું કે, અભ્યાસ માટે બાંગ્લાદેશ (Bangladesh) અથવા પાકિસ્તાન (Pakistan) ગયેલા 40 યુવાનોમાંથી 28 તાલીમબદ્ધ આતંકવાદીઓ (Trained terrorists) તરીકે દેશમાં ઘૂસ્યા હતા.
ભૂતકાળમાં ત્રણ વખત માજીદ પર હુમલો કરવાનો પ્રયાસ કરાયો હતો
આ સિવાય 100 થી વધુ કાશ્મીરી યુવાનો ટૂંકા ગાળા માટે માન્ય વિઝા પર પાકિસ્તાન (Pakistan) ગયા હતા અને પાછલા ત્રણ વર્ષમાં પરત ફર્યા પછી પાછા ફર્યા ન હતા અથવા ગાયબ થયા હતા. સુરક્ષા એજન્સીઓ (Security agency) ને ડર છે કે, આ સરહદ પારથી કાર્યરત આતંકવાદી જૂથોના સ્લીપર સેલ હોઈ શકે છે. બાંદીપોરામાં 24 જુલાઈના એન્કાઉન્ટરમાં જિલ્લાના રહેવાસી ભટ સહિત ત્રણ આતંકવાદીઓ (terrorists) માર્યા ગયા હતા. સુરક્ષા એજન્સીઓ (Security agency) માને છે કે, ભટ્ટે આતંકવાદનો માર્ગ છોડી દીધો હતો અને તેનો ઉદ્દેશ નેતાથી રાજકારણી બનેલા ઉસ્માન મજીદને મારવાનો હતો. ભૂતકાળમાં પણ ત્રણ વખત માજીદ પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે 1 થી 6 એપ્રિલની વચ્ચે દક્ષિણ કાશ્મીરના શોપિયાં, કુલગામ અને અનંતનાગ જિલ્લાના કેટલાક યુવાનોને આતંકવાદીઓના ઘૂસણખોર જૂથોના ભાગરૂપે જોવામાં આવ્યા હતા અને તે બધાએ માન્ય દસ્તાવેજો પર પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો અને તે પછી ક્યારેય પરત ફર્યા નથી.
સુરક્ષા એજન્સીઓ દ્વારા તેમની પ્રવૃત્તિઓનું યોગ્ય રીતે વિશ્લેષણ કરાયું
અધિકારીઓએ જણાવ્યું કે, વાઘા બોર્ડર પર અને નવી દિલ્હી એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓ સાથે સુરક્ષા એજન્સીઓએ (Security agency) કડક નજર રાખી હતી. આ દરમિયાન જાણવા મળ્યું કે, અભ્યાસ માટે બાંગ્લાદેશ અથવા પાકિસ્તાન ગયેલા ઓછામાં ઓછા 40 યુવાનો ગુમ થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, સાવચેતી રૂપે ઘાટીના તે યુવાનો જેમણે છેલ્લા ત્રણ વર્ષમાં સાત દિવસથી વધુ સમય માટે માન્ય વિઝા પર પ્રવાસ કર્યો હતો તેમની પણ પૂછપરછ કરવામાં આવી હતી. આ આંકડાએ અધિકારીઓને આશ્ચર્યચકિત કર્યા હતા. કારણ કે કેટલાક કિસ્સાઓમાં એવું જાણવા મળ્યું હતું કે, યુવાનો ક્યારેય પાછા ફર્યા નથી અને અન્ય કિસ્સાઓમાં તેઓ પરત આવ્યા બાદ ગાયબ થઈ ગયા હતા. જેનાથી શંકા ઉભી થઈ કે તેઓ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI અથવા સરહદ પાર સ્થિત આતંકવાદી જૂથોના તેમના માસ્ટર્સની સૂચનાઓની રાહ જોઈ રહ્યા છે. બે વર્ષ પહેલા પણ પાકિસ્તાન પ્રવાસે ગયેલા યુવાનોને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા અને પરત આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓ દ્વારા તેમની પ્રવૃત્તિઓનું યોગ્ય રીતે વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: આસામ-મિઝોરમ બોર્ડર પર તણાવ યતાવત, CRPF દ્વારા પેટ્રોલિંગ
જમ્મુ અને કાશ્મીર પોલીસે શનિવારે સ્પેશિયલ બ્રાન્ચને એક નિર્દેશ જાહેર કર્યો
અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે, સુરક્ષા એજન્સીઓએ પૂછપરછ દરમિયાન તેમને તેમની પાકિસ્તાન મુલાકાત માટે માન્ય કારણો જણાવવાનું કહ્યું હતું. આ તમામ લોકોની પૃષ્ઠભૂમિ તપાસ કરવામાં આવી હતી અને સંપૂર્ણ ચકાસણી કરવામાં આવી હતી. જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) પોલીસે શનિવારે સ્પેશિ્યલ બ્રાન્ચને એક નિર્દેશ જાહેર કર્યો છે કે, તે સુનિશ્ચિત કરે કે પાસપોર્ટ અને અન્ય કોઈ સરકારી યોજના સંબંધિત ચકાસણી દરમિયાન કાયદો અને વ્યવસ્થામાં વ્યક્તિની સંડોવણી, પથ્થરબાજીમાં સંડોવણીની ખાસ તપાસ કરવામાં આવે. ઓર્ડરમાં જણાવવામાં આવ્યું છે કે, CCTV ફૂટેજ, ફોટોગ્રાફ્સ, વીડિયો અને ઓડિયો ક્લિપ્સ, પોલીસ સ્ટેશનના રેકોર્ડમાં ઉપલબ્દ્ધ ક્વાડકોપ્ટરમાંથી લેવામાં આવેલા ફોટોગ્રાફ જેવા ડિજિટલ પુરાવા શોધી કાઢવા જોઈએ. આદેશમાં જણાવાયું છે કે, આવા કોઈ પણ કેસમાં સંડોવાયેલા વ્યક્તિને કોઈ સુરક્ષા મંજૂરી આપવી જોઈએ નહીં.
આ પણ વાંચો: Mizoram-Assam border dispute: મિઝોરમ પોલીસે Assam CM હિમંત બિશ્વ સરમા સામે FIR નોંધી
આતંકવાદી જૂથોમાં જોડાતા સ્થાનિક યુવાનોની સંખ્યા 85 થી ઘટીને 69 થઈ ગઈ
અધિકારીઓના નિવેદન પ્રમાણે ગુમ થયેલા યુવાનો મુખ્યત્વે સરેરાશ મધ્યમ વર્ગના પરિવારોમાંથી છે અને તેમને કાશ્મીરમાં આતંકવાદના નવા ચહેરા તરીકે રજૂ કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, તેઓ હથિયારો અને દારૂગોળાના પુરવઠાની રાહ જોઈ રહ્યા છે. જે નિયંત્રણ રેખા પર કડક સતર્કતાને કારણે મોટાભાગે બંધ થઈ ગયા છે. પોલીસ મહાનિર્દેશક દિલબાગ સિંહે તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, 69 યુવાનો આતંકવાદી જૂથો સાથે જોડાયા છે. સિંહે જણાવ્યું હતું કે, આ વર્ષના પ્રથમ છ મહિનામાં આતંકવાદી જૂથોમાં જોડાતા સ્થાનિક યુવાનોની સંખ્યા 85 થી ઘટીને 69 થઈ ગઈ છે. જોકે કેટલીક ભરતી થઈ રહી છે. સમાજ અને એજન્સીઓએ આ કમનસીબ વલણને રોકવું પડશે.