- એન્ટિલિયા કેસમાં મહારાષ્ટ્ર ATSએ કર્યો મહત્વનો દાવો
- મહારાષ્ટ્ર ATSએ કહ્યું, મનસુખ હિરેનના મોતનો કોયડો ઉકેલાયો
- આ પહેલા ATSએ શનિવારના રોજ 2 લોકોની ધરપકડ કરી હતી
મુંબઇ: એન્ટિલિયા કેસમાં મહારાષ્ટ્ર ATS (એન્ટી ટેરરિઝમ સ્કવોર્ડ)એ દાવો કર્યો છે કે, મનસુખ હિરેનની હત્યાના કેસને ઉકેલી લેવામાં આવ્યો છે. આ અગાઉ મહારાષ્ટ્ર ATSએ ઉદ્યોગપતિ મનસુખ હિરેનની હત્યાના આરોપમાં બે વ્યક્તિની ધરપકડ કરી હતી.
ATSએ શનિવારના રોજ 2 લોકોની ધરપકડ કરી હતી
સમગ્ર ઘટના અંગે રવિવારના રોજ એક અધિકારીએ જણાવ્યું હતુ કે, શનિવારની રાત્રે એક પોલીસકર્મી વિનાયક શિંદે અને બુકી નરેશ ધારેની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: મહારાષ્ટ્રના મનસુખ હિરેન મર્ડર કેસમાં ATS ટીમે 2 લોકોની કરી ધરપકડ
પુછપરછ બાદ બન્ને આરોપીની ધરપકડ કરાઈ
મનસુખ હિરેન મર્ડર કેસ અંગે એક અધિકારીએ કહ્યું હતું કે, મનસુખ હિરેનની હત્યાના કેસ અંગેની પુછપરછ માટે બન્ને આરોપીઓને શનિવારના રોજ ATS (એન્ટી ટેરરિઝમ સ્કવોર્ડ)ના મુખ્યાલયમાં બોલાવવામાં આવ્યા હતા અને બાદમાં તેઓને ધરપકડ કરવામાં આવી હતી.
એન્ટિલિયા કેસમાં મહારાષ્ટ્ર ATSએ કર્યો મહત્વનો દાવો
ઉલ્લેખનીય છે કે, શિંદે, લખન ભૈયા બનાવટી એન્કાઉન્ટર કેસમાં દોષી છે અને ગયા વર્ષે જ તે થોડા દિવસો માટે ફરલો પર જેલની બહાર આવ્યો હતો. ત્યારથી આ કેસની તપાસ ATS કરી રહી છે.
આ પણ વાંચો: ડાયટમ તપાસના રિપોર્ટ મુજબ મનસુખ હિરેન પાણીમાં પડ્યા ત્યારે જીવીત હતા: અધિકારી