- સરકાર યોગ્ય નીતિ દ્વારા વધુ સારી રીતે મહામારીનો સામનો કરી શકે છે: મનમોહનસિંહ
- મનમોહનસિંહે, રસીનો પૂરતો ઓર્ડર આપી ઉપલબ્ધ કરાવવા જણાવ્યું
- લોકોના આંકડાને બદલે વસતીના આંકડા પર ધ્યાન આપવું જોઈએ
નવી દિલ્હી: ભારતમાં રેકોર્ડબ્રેક નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસોએ નિષ્ણાંતોના માથે મોટું કામ આપી દીધું છે. આ દરમિયાન, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે વડાપ્રધાન મોદીને લખેલા પત્રમાં કહ્યું છે કે, સરકાર યોગ્ય નીતિ દ્વારા વધુ સારી રીતે આ મહામારીનો સામનો કરી શકે છે. મનમોહનસિંહે કહ્યું છે કે, ભારતમાં વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં રાખીને રસીકરણની કાર્ય વધુ ગતિથી વધારવું પડશે. તેમણે કહ્યું છે કે, દેશમાં 45 વર્ષથી ઓછી ઉંમરના લોકોનું રસીકરણ શરૂ થવું જોઈએ.
આ પણ વાંચો: કોરોના સંક્રમણને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી
રસી માટે પૂરતા ઓર્ડર મૂકો
મનમોહનસિંહે તેમના 2 પાનામાં પત્રમાં લખ્યું છે કે, રસીનો પૂરતો ઓર્ડર આપી ઉપલબ્ધ કરાવવી જોઈએ. વધુમાં કહ્યું કે, રાજ્યોને પૂરતી રસી આપવા ઉપરાંત, રાજ્ય સરકારોના કર્મચારીઓને રસીના મામલે નિર્ણય લેવા હળવાશ આપવી જોઈએ.
વસ્તીની ટકાવારી પર ધ્યાન આપો
મનમોહનસિંહે કહ્યું કે, કેટલા લોકોને રસી આપવામાં આવી છે, તે જોવાને બદલે આપણે કેટલા ટકા વસતીને રસી અપાઇ છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. વધુમાં કહ્યું કે, ભારત સરકારની અસરકારક નીતિઓને કારણે દેશ રસી ઉત્પાદનના ક્ષેત્રે અગ્રેસર છે.
આ પણ વાંચો: કોરોનાની પરિસ્થિતી અને રસીકરણની સમીક્ષા કરવા માટે વડાપ્રધાને બોલાવી ઉચ્ચ સ્તરીય બેઠક
રસી માટે કાનૂની જોગવાઈઓ
ડૉ.મનમોહનસિંહના જણાવ્યા મુજબ, દેશમાં જાહેર આરોગ્યમાં કટોકટીની સ્થિતિ છે. આવી સ્થિતિમાં રસી બનાવનારી કંપનીઓએ સરકારને ટેકો આપવો જોઈએ. ફરજિયાત લાઇસન્સ આપવાનો ઉલ્લેખ કરતાં ડૉ.મનમોહનસિંહે વડાપ્રધાન મોદીને કાનૂની જોગવાઈઓમાં જરૂરી ફેરફાર કરવાની હાકલ કરી હતી.