ETV Bharat / bharat

Delhi liquor Scam: મનિષ સિસોદિયા 20 માર્ચ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં, 14 દિવસ રહેશે તિહાર જેલમાં

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાને 20 માર્ચ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે. CBIના રિમાન્ડ બાદ સોમવારે તેમને રજૂ કરવામાં આવ્યા હતા.

રિમાન્ડ બાદ સોમવારે 6 માર્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

author img

By

Published : Mar 6, 2023, 3:21 PM IST

નવી દિલ્હીઃ દિલ્હીના પૂર્વ ઉપ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા આ વખતે હોળી તિહાર જેલમાં મનાવશે. રાઉઝ એવન્યુ કોર્ટે સિસોદિયાને 20 માર્ચ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે. જે અંતર્ગત સિસોદિયા 14 દિવસ તિહાર જેલમાં રહેશે.

  • #WATCH | Delhi's former Deputy Chief Minister and AAP leader Manish Sisodia leaves from Rouse Avenue Court

    The court sent him to judicial custody till March 20, in the case pertaining to the Delhi excise policy case. pic.twitter.com/0StQJe0xhR

    — ANI (@ANI) March 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સિસોદિયા 14 દિવસ રહેશે તિહાર જેલમાં: એક્સાઈઝ કૌભાંડમાં પકડાયેલા મનીષ સિસોદિયાને સીબીઆઈ દ્વારા સતત બીજી વખત રિમાન્ડ પર લેવામાં આવ્યા હતા. રિમાન્ડની મુદ્દત પૂર્ણ થતાં સોમવારે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટની કાર્યવાહી દરમિયાન સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ તેની દલીલો રજૂ કરી અને તે પછી કોર્ટે AAP નેતાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાની સૂચના આપી. હવે તેઓ 14 દિવસ તિહાર જેલમાં જશે. ઉલ્લેખીય છે કે પૂર્વ નાયબ મુખ્યપ્રધાન દ્વારા તેમની ધરપકડને પડકારતી અરજી અને જામીન માટે અરજી પર 10 માર્ચે સુનાવણી થશે. હાલમાં સિસોદિયાની તેમની પત્ની અને માતાની માંદગી અને ઉદારતા બતાવવાની અપીલને પણ સ્વીકારવામાં આવી નથી.

આ પણ વાંચો: Land For Job Scam: પટણામાં રાબરી નિવાસસ્થાન પર CBIના દરોડા, જમીનના બદલામાં નોકરી કૌભાંડમાં પૂછપરછ

વિપક્ષને હેરાન કરવા માટે એજન્સીઓનો દુરુપયોગ: બીજી તરફ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પહેલા દિવસથી જ સિસોદિયાની ધરપકડને ખોટી ગણાવી રહ્યા છે. આજે દક્ષિણ દિલ્હીમાં આશ્રમ ફ્લાયઓવરના વિસ્તરણના ઉદ્ઘાટન પ્રસંગે તેમણે એમ પણ કહ્યું કે કેન્દ્ર સરકાર વિપક્ષને હેરાન કરવા માટે તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. જનતા દ્વારા ચૂંટાયેલી સરકારને પોતાની રીતે કામ કરવા દેવામાં નથી આવી રહ્યું, હવે તમામ વિરોધ પક્ષોએ આ અંગે વિચારવાની જરૂર છે.

આ પણ વાંચો: Mp Women Bodybuilder: હનુમાન સામે અશ્લીલ પ્રદર્શન કરતી મહિલા બોડી બિલ્ડરો, કોંગ્રેસ અને હિન્દુ સંગઠનોએ ઉઠાવ્યો વાંધો

20 માર્ચ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં: ઉલ્લેખીય છે અરવિંદ કેજરીવાલ સરકારમાં પ્રધાન રહી ચૂકેલા સત્યેન્દ્ર જૈન તિહાર જેલમાં બંધ છે. પૂર્વ ડેપ્યુટી સીએમને બે દિવસના રિમાન્ડ બાદ સોમવારે 6 માર્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે તેમને 20 માર્ચ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે. જે અંતર્ગત સિસોદિયા 14 દિવસ તિહાર જેલમાં રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.