ઇમ્ફાલ : મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. ત્યાં હિંસા સતત વધી રહી છે. અમે આમ એટલા માટે જણાવી રહ્યા છીએ કારણ કે 18 અને 19 જૂનની મધ્યરાત્રિ દરમિયાન સશસ્ત્ર લોકોએ કાંતો સબલથી ચિંગમાંંગ ગામ તરફ ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગમાં ભારતીય સેનાનો એક જવાન ગંભીર ઇજાગ્રસ્ત થયો છે. તેને લશ્કરી હોસ્પિટલ લિમાખોંગ લઈ જવામાં આવ્યો છે. હાલ જવાનની હાલત સ્થિર બતાવાઇ રહી છે. ભારતીય સેનાના સ્પીયર કોર્પ્સ ઓફિસરે સોમવારે આ માહિતી આપી હતી.
-
𝘼𝙧𝙢𝙮 𝙎𝙤𝙡𝙙𝙞𝙚𝙧 𝙄𝙣𝙟𝙪𝙧𝙚𝙙 𝙞𝙣 𝙐𝙣𝙥𝙧𝙤𝙫𝙤𝙠𝙚𝙙 𝙁𝙞𝙧𝙞𝙣𝙜 𝙞𝙣 𝙄𝙢𝙥𝙝𝙖𝙡 𝙒𝙚𝙨𝙩
— SpearCorps.IndianArmy (@Spearcorps) June 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Armed miscreants resorted to unprovoked firing from Kanto Sabal towards Chingmang village during night of 18/19 June. Army Columns resorted to controlled retaliatory fire… pic.twitter.com/KFtF7jWnwu
">𝘼𝙧𝙢𝙮 𝙎𝙤𝙡𝙙𝙞𝙚𝙧 𝙄𝙣𝙟𝙪𝙧𝙚𝙙 𝙞𝙣 𝙐𝙣𝙥𝙧𝙤𝙫𝙤𝙠𝙚𝙙 𝙁𝙞𝙧𝙞𝙣𝙜 𝙞𝙣 𝙄𝙢𝙥𝙝𝙖𝙡 𝙒𝙚𝙨𝙩
— SpearCorps.IndianArmy (@Spearcorps) June 19, 2023
Armed miscreants resorted to unprovoked firing from Kanto Sabal towards Chingmang village during night of 18/19 June. Army Columns resorted to controlled retaliatory fire… pic.twitter.com/KFtF7jWnwu𝘼𝙧𝙢𝙮 𝙎𝙤𝙡𝙙𝙞𝙚𝙧 𝙄𝙣𝙟𝙪𝙧𝙚𝙙 𝙞𝙣 𝙐𝙣𝙥𝙧𝙤𝙫𝙤𝙠𝙚𝙙 𝙁𝙞𝙧𝙞𝙣𝙜 𝙞𝙣 𝙄𝙢𝙥𝙝𝙖𝙡 𝙒𝙚𝙨𝙩
— SpearCorps.IndianArmy (@Spearcorps) June 19, 2023
Armed miscreants resorted to unprovoked firing from Kanto Sabal towards Chingmang village during night of 18/19 June. Army Columns resorted to controlled retaliatory fire… pic.twitter.com/KFtF7jWnwu
જવાનની સ્થિતિ સ્થિર : સ્પીયર કોર્પ્સે કરેલા એક ટ્વિટમાં જણાવ્યું હતું કે સશસ્ત્ર લોકોએ 18 અને 19 જૂનની રાત્રે કાંતો સબલથી ચિંગમાંંગ ગામ તરફ અણબનાવ વિના ગોળીબાર કર્યો હતો. વિસ્તારમાં ગ્રામજનોની હાજરીને ધ્યાનમાં રાખીને સેનાના એકમોએ નિયંત્રિત જવાબી ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન ફાયરિંગને કારણે સેનાનો એક જવાન ગંભીરપણે ઇજાગ્રસ્ત થયો હતો, જેને સૈન્ય હોસ્પિટલમાં લિમાખોંગ લઈ જવામાં આવ્યો હતો અને તેની હાલત સ્થિર છે. તેમણે કહ્યું કે આ વિસ્તારમાં વધારાના સુરક્ષા દળો તહેનાત કરવામાં આવ્યા છે અને તોફાનીઓને કાબૂમાં લેવા સંયુક્ત કામગીરી ચાલુ છે.
કર્ફ્યુ હળવો કરાયો : ભારતીય સેનાએ રવિવારે ઇમ્ફાલ ખીણના હિંસાગ્રસ્ત વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી હતી.. ઇમ્ફાલ પૂર્વ જિલ્લા સત્તાવાળાઓએ શનિવાર 18 જૂન અને રવિવારના રોજ સવારે 5 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી કર્ફ્યુ હળવો કરવાનો નિર્ણય કર્યો હતો. સામાન્ય લોકોને દવાઓ અને ખાદ્ય ચીજો સહિત આવશ્યક ચીજવસ્તુઓ ખરીદવાની સુવિધા આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સંદર્ભે ઇમ્ફાલ પૂર્વ જિલ્લા મેજિસ્ટ્રેટ ખુમન્થેમ ડાયના દેવી દ્વારા પણ આદેશ જારી કરવામાં આવ્યો હતો.
ઇમ્ફાલ હિંસામાં 100 લોકોના મોત : જે વિસ્તારોમાં કર્ફ્યુમાં રાહત આપવામાં આવશે તેમાં હટ્ટા ક્રોસિંગથી આરડીએસ ક્રોસિંગ, ઇમ્ફાલ નદી સેનઝેનથોંગથી મિનુથોંગ, મિનુથોંગથી હટ્ટા ક્રોસિંગ અને આરડીએસ ક્રોસિંગ સેનઝેનથોંગનો સમાવેશ થાય છે. જણાવીએ કે 3 મેના રોજ મણિપુરમાં કલમ 144 હેઠળ કુકી અને મેઇતેઈ સમુદાયો વચ્ચેની અથડામણોને પગલે કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. ત્યારબાદ થયેલી હિંસામાં 100 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યાં છે અને અને હજારો લોકો બેઘર થયાં છે.
તોફાનો ક્યારથી ફાટી નીકળ્યાં : અધિકારીઓએ જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે શુક્રવારે મણિપુરના થોંગજુમાં ભાજપની ઓફિસમાં ટોળાંએ તોડફોડ કરી હતી. મણિપુરમાં બુધવારે થયેલી હિંસામાં 9 લોકો માર્યા ગયા હતાં અને 10થી વધુ ઇજાગ્રસ્ત થયા હતાં. રાજ્ય સરકારે રાજ્યમાં ઈન્ટરનેટ શટડાઉનને 20મી જૂન સુધી લંબાવ્યું છે. ગયા અઠવાડિયે બુધવારે તોફાની ટોળાં દ્વારા ઇમ્ફાલ પશ્ચિમમાં મણિપુરના પ્રધાન નેમચા કિપજેનના સત્તાવાર નિવાસસ્થાનને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમનું ઘર આંશિક રીતે બળી ગયું હતું. મણિપુરમાં 3 મેના રોજ ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન એટીએસયુ દ્વારા આયોજિત રેલી દરમિયાન અથડામણો ફાટી નીકળ્યા બાદ હિંસા ફાટી નીકળી હતી.
International Crime News : ખાલિસ્તાની સમર્થક હરદીપ સિંહ નિજ્જરની કેનેડામાં ગોળી મારી હત્યા
Manipur Violence: ઉગ્રવાદીઓના ટોળાએ આ દિગ્ગજ નેતાના નિવાસસ્થાને પેટ્રોલ બોમ્બ ફેંક્યા