ઇમ્ફાલ: મણિપુરમાં (Manipur Assembly Election 2022) બીજા અને અંતિમ તબક્કાના મતદાનમાં Second phase of polling begins in Manipur) આજે શનિવાર 6 જિલ્લાની 22 વિધાનસભા બેઠકો પર મતદારો 92 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. મુખ્ય ચૂંટણી અધિકારી રાજેશ અગ્રવાલે શુક્રવારે જણાવ્યું હતું કે કોવિડ-19ના સુરક્ષા પ્રોટોકોલને અનુસરીને 1247 મતદાન મથકો પર મતદાન માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. મણિપુર ચૂંટણી 2022ના બીજા તબક્કામાં સવારે 9 વાગ્યા સુધી 11.40 ટકા મતદાન નોંધાયું છે.
આ પણ વાંચો: મણિપુરમાં વિધાનસભા ચૂંટણીનું મતદાન, સવારે 9.30 વાગ્યા સુધી 8.94 ટકા મતદાન
મતદાન સવારે 7 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ચાલશે
બીજા તબક્કામાં મેદાનમાં રહેલા કેટલાક અગ્રણી ઉમેદવારોમાં ત્રણ વખતના મુખ્ય પ્રધાન ઓ ઇબોબી સિંહ અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન ગાયખાંગમ ગંગમેઈનો સમાવેશ થાય છે. બંને કોંગ્રેસના ઉમેદવાર છે. મતદાન સવારે 7 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ચાલશે.
આ પણ વાંચો: મણિપુરમાં મતદાન પહેલા કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે અથડામણ, અનેક વાહનોને નુકસાન