ETV Bharat / bharat

માણિક સાહાએ ત્રિપુરાના CM તરીકે લીધા શપથ, કહ્યું- અમારા માટે કોઈ રાજકીય પડકાર નથી - Tripura New CM to take oath

ભાજપે રાજ્યસભાના સભ્ય ડૉ. માણિક સાહાને ત્રિપુરાના નવા મુખ્યપ્રધાન તરીકે (Tripura New CM Manik Saha) ચૂંટ્યા. તેમણે બિપ્લબ કુમાર દેબનું સ્થાન લીધું છે. આ પહેલા સાહાએ ધારાસભ્યોના (Manik Saha to take oath as Tripura CM) સમર્થનના પત્ર સાથે રાજ્યપાલને સરકાર બનાવવાનો દાવો (Tripura New CM to take oath) રજૂ કર્યો હતો.

માણિક સાહાએ ત્રિપુરાના CM તરીકે લીધા શપથ, કહ્યું- અમારા માટે કોઈ રાજકીય પડકાર નથી

author img

By

Published : May 15, 2022, 2:26 PM IST

અગરતલા (ત્રિપુરા): ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભાના સભ્ય માણિક સાહાએ રવિવારે સવારે ત્રિપુરાના મુખ્યપ્રધાન તરીકે શપથ (Manik Saha to take oath as Tripura CM) લીધા. રાજ્યપાલ એસએન આર્યએ અહીં રાજભવનમાં તેમને નવા મુખ્યપ્રધાન તરીકે શપથ લેવડાવ્યા (next chief minister of Tripura) હતા. આ સમારોહમાં પૂર્વ મુખ્યપ્રધાન બિપ્લબ કુમાર દેબ ભાજપના ધારાસભ્યો (Tripura New CM Manik Saha ) અને અન્ય પ્રધાનો સાથે હાજર રહ્યા હતા. શનિવારે સાંજે દેબેનુ અચાનક પ્રધાનપદ પરથી રાજીનામું આપ્યા બાદ સાહાએ આ પદ સંભાળ્યું હતું. શપથ ગ્રહણ સમારોહમાં કેન્દ્રીયપ્રધાન પ્રતિમા ભૌમિકે પણ હાજરી આપી હતી.

આ પણ વાંચો: માતમમાં ફેરવાયો લગ્ન સમારોહ, જાનૈયાઓની કાર નહેરમાં પડતા 6 લોકોના કરૂણ મોત

સાહાની મુખ્યપ્રધાન તરીકે નિમણૂકનો વિરોધ: શનિવારે ભાજપ ધારાસભ્ય દળની બેઠક દરમિયાન નાયબ મુખ્યપ્રધાન જિષ્ણુ દેવ વર્મા અને પ્રધાન રામ પ્રસાદ પોલે સાહાની મુખ્યપ્રધાન તરીકે નિમણૂકનો વિરોધ કર્યો હતો. શપથ ગ્રહણ સમારોહ પૂરો થયાના થોડી જ વારમાં બંને રાજભવન પહોંચ્યા હતા. શપથ સમારોહ બાદ સાહાએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસના એજન્ડાને આગળ લઈ હું ત્રિપુરાના લોકો માટે કામ કરીશ. હું કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ધ્યાન આપીશ. વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યના નેતૃત્વમાં ફેરફાર અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, "કોઈ પડકાર નથી."

ફાસીવાદી-શૈલીની હિંસા: વિપક્ષી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસિસ્ટ (સીપીઆઈ-એમ) ના ધારાસભ્યોએ આ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે, રાજ્યમાં ભાજપના શાસનમાં "ફાસીવાદી-શૈલીની હિંસા" હતી. તૃણમૂલ કોંગ્રેસ, જે રાજ્યમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહી છે, તેણે દાવો કર્યો કે મુખ્યપ્રધાનને બદલવામાં આવ્યા કારણ કે, ભાજપને સમજાયું કે લોકોએ રાજ્ય સરકારમાંથી વિશ્વાસ ગુમાવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસએસ) દ્વારા ભાજપના કેન્દ્રીય નેતૃત્વને મોકલવામાં આવેલા વિશ્લેષણ બાદ આ પગલું લેવામાં આવ્યું છે, જેમાં સંકેત આપવામાં આવ્યો છે કે, પાર્ટી અને સરકારમાં ફેરફારની જરૂર છે.

આ પણ વાંચો: Rahul to embark on padyatra: રાહુલ કાશ્મીરથી કન્યાકુમારી સુધી પદયાત્રા કરશે

ભાજપના પ્રદેશ અધ્યક્ષ: લખનૌની કિંગ જ્યોર્જ મેડિકલ કોલેજમાંથી સ્નાતક થયેલા સાહા 2016માં ભાજપમાં જોડાતા પહેલા વિપક્ષ કોંગ્રેસના (Manik Saha political journey) સભ્ય હતા. તેઓ 2020માં ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા હતા. પૂર્વ બેડમિન્ટન ખેલાડી સાહા ત્રિપુરા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પણ છે, તેમની સ્વચ્છ છબી અને ઉત્કૃષ્ટ ટ્રેક રેકોર્ડને કારણે ભાજપમાં તેમનું કદ વધ્યું છે, જેમાં નવેમ્બર 2021માં યોજાયેલી ચૂંટણીમાં તમામ 13 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ભાજપને જીત અપાવવાનો સમાવેશ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.