ETV Bharat / bharat

પિતાએ માસૂમ દિકરીઓને મોતને ઘાટ ઉતારી, આ હતું કારણ... - કર્ણાટકમાં ડબલ મર્ડરની ઘટના

કલબુર્ગી જિલ્લામાં પિતાએ તેની બે પુત્રીઓની હત્યા કરી(father killed girls) નાખી છે. હત્યારા પિતાની ધરપકડ પણ કરવામાં આવી(Arrest of killer) છે. પોલીસે આ બાબતે ગુરુવારે જાણકારી આપી હતી. કલબુર્ગીના વાંસ માર્કેટની ભોવી ગલીમાં રહેતો લક્ષ્મીકાંત (34) વ્યવસાયે ઓટો ડ્રાઈવર છે.

પિતાએ માસૂમ દિકરીઓને મોતને ઘાટ ઉતારી
પિતાએ માસૂમ દિકરીઓને મોતને ઘાટ ઉતારી
author img

By

Published : Jun 30, 2022, 4:49 PM IST

કર્ણાટક : કલાબુર્ગીમાં એક હત્યાની ઘટના સામે આવી(Double murder case in Karnataka) છે. પિતાના હાથે જ પુત્રીઓની હત્યા કરાઇ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આ હત્યા કરવા બદલ આરોપી લક્ષ્મીકાંતને હિરાસતમાં લેવામાં આવ્યો(Arrest of killer) છે. હત્યારો કલબુર્ગીના વાંસ માર્કેટની ભોવી ગલીમાં વસવાટ કરે છે. તે વ્યવસાયે ઓટો ડ્રાઈવર છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ અંજલિ સાથે લગ્ન કર્યા હતા. દંપતીને ચાર બાળકો હતા. તેની પત્ની ચાર મહિના પહેલા પ્રેમી સાથે ભાગી ગઈ હતી. આરોપી માનસિક રીતે અસ્વસ્થ હતો અને પત્ની ફરાર થઈ જતાં બાળકો મામા સાથે રહેવા લાગ્યા હતા.

આ પણ વાંચો - સામાન્ય કારણમાં પતિએ સાસિરીયા પક્ષને કર્યો બાળીને ખાખ

બાપ નિકળ્યો હત્યારો - મંગળવારે લક્ષ્મીકાંત તેના બાળકોને મળવા ગયો હતો. તે સોની (10) અને મયુરી (8)ને એમ.બી. નગરના એક પાર્કમાં લઈ ગયો હતો. જ્યાં બને બાળકીઓનું ગળું દબાવીને તેમને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે, આરોપી તેના બાળકોના મૃતદેહને ઓટોની પાછળની સીટ નીચે રાખીને શહેરમાં ફરતો હતો. ઘણા લોકો તેમની ઓટોમાં મુસાફરી કરતા હતા કારણ કે તેઓને તેમની સીટ નીચે દટાયેલા બે મૃતદેહો વિશે ખબર ન હતી. તે બુધવારે બપોર સુધી આખા શહેરમાં ફર્યો હતો અને બાદમાં ખુદને પોલીસને હવાલે કરી દીધો હતો.

આ પણ વાંચો - Surat Robbery Case: ધોળા દિવસે માત્ર પાંચ સેકન્ડમાં લૂંટારોએ કરી લાખોની લૂંટ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.