ETV Bharat / bharat

સમાજને સંદેશો આપવા માટે વ્યક્તિએ પોતાનો જન્મદિવસ સ્મશાનમાં ઉજવ્યો

લોકો પોતાના જન્મદિવસને (Man Celebrates Birthday In Crematorium ) યાદગાર બનાવવા માટે અનેક પ્રકારના આઈડિયા કરતા હોય છે. હવે તો રસ્તા પર કેક કાપીને જન્મદિવસ ઉજવવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને યુવાનોમાં આ પ્રકારની ઉજવણી જોખમી પુરવાર થઈ હોય એવા અનેક કિસ્સાઓ છે. જોકે, મહારાષ્ટ્રમાંથી એક વ્યક્તિએ સમાજને સંદેશો આપવા માટે એક પ્રવૃતિ કરીને સ્મશાનમાં પોતાનો જન્મદિવસ ઉજવી નાંખ્યો હતો.

સમાજને સંદેશો આપવા માટે વ્યક્તિએ પોતાનો જન્મદિવસ સ્મશાનમાં ઉજવ્યો
સમાજને સંદેશો આપવા માટે વ્યક્તિએ પોતાનો જન્મદિવસ સ્મશાનમાં ઉજવ્યો
author img

By

Published : Nov 24, 2022, 1:47 PM IST

થાણે: મહારાષ્ટ્રના થાણે જિલ્લાના કલ્યાણ શહેરના રહેવાસીએ (Man Celebrates Birthday In Crematorium) સમાજમાં પ્રચલિત અંધશ્રદ્ધા વિરુદ્ધ સંદેશ આપવા માટે સ્મશાનભૂમિમાં પોતાનો જન્મદિવસ ઉજવ્યો. ગૌતમ રત્ન મોરે તારીખ19 નવેમ્બરના રોજ 54 વર્ષના થયા અને તેમના જન્મદિવસની ઉજવણી કરવા માટે, તેમણે શનિવારે રાત્રે મહાને સ્મશાનભૂમિ ખાતે એક ઉજવણીનું આયોજન કર્યું. જ્યાં મહેમાનોને બિરયાની અને કેક પીરસવામાં આવી. સોશિયલ મીડિયા પર બુધવારે આ પાર્ટીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં લોકો જન્મદિવસની ઉજવણી કરતા જોવા મળે છે.

પ્રેરણા મળીઃ મોરેએ આ પ્રસંગે મીડિયાકર્મીઓને જણાવ્યું હતું કે કાળા જાદુ અને અંધશ્રદ્ધા સામે ઝુંબેશ ચલાવનારા જાણીતા સામાજિક કાર્યકર્તા સ્વર્ગસ્થ સિંધુતાઈ સપકલ અને સ્વર્ગસ્થ નરેન્દ્ર દાભોલકર દ્વારા તેમને આમ કરવાની પ્રેરણા મળી હતી. તેણે કહ્યું કે તે લોકોને આ સંદેશ પણ આપવા માંગે છે કે ભૂત કંઈ નથી. મોરેએ જણાવ્યું કે તેમના જન્મદિવસની ઉજવણીમાં 40 મહિલાઓ અને બાળકો સહિત 100 થી વધુ મહેમાનો સામિલ થયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.