ETV Bharat / bharat

મમતા બેનર્જી સોમવારે દિલ્હી જવા રવાના થતાં પહેલા પ્રધાનમંડળને મળશે - કોલકતા સમાચાર

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી (mamta benerjee) રાષ્ટ્રીય રાજધાની જવા રવાના થતાં પહેલાં સોમવારે પહેલા પ્રધાનમંડળની વિશેષ બેઠક બોલાવી છે.

મમતા બેનર્જી સોમવારે દિલ્હી જવા રવાના થતાં પહેલા પ્રધાનમંડળને મળશે

author img

By

Published : Jul 25, 2021, 6:46 AM IST

  • પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી (mamta benerjee) એ સોમવારે કેબિનેટની વિશેષ બેઠક બોલાવી
  • વિશેષ કેબિનેટ બેઠક બોલાવવાનું કારણ હજી સ્પષ્ટ નથી થયું
  • મુલાકાત દરમિયાન તે અનેક વિપક્ષી નેતાઓને પણ મળી શકે

કોલકાતા: દિલ્હી જવા રવાના પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી (mamta benerjee) એ સોમવારે કેબિનેટની વિશેષ બેઠક બોલાવી છે. સરકારી સૂત્રોએ શનિવારે આ માહિતી આપી હતી. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વિશેષ કેબિનેટ બેઠક બોલાવવાનું કારણ હજી સ્પષ્ટ નથી થયું કારણ કે છેલ્લી બેઠક ગુરુવારે જ થઈ હતી.

કેબિનેટની બેઠક બાદ મુખ્યપ્રધાન દિલ્હી જવા રવાના થશે

એક અધિકારીએ કહ્યું કે, વિશેષ કેબિનેટની બેઠક બોલાવવા પાછળનું કારણ સ્પષ્ટ નથી. કોઈ ખાસ મુદ્દા પર ચર્ચા થઈ શકે છે. પ્રધાનોને બેઠક અંગે માહિતી આપવામાં આવી છે. કેબિનેટની બેઠક બાદ મુખ્યપ્રધાન દિલ્હી જવા રવાના થશે. જ્યારે રાજ્યના કેબિનેટ પ્રધાનો સાથે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે, અમારા જેવા પ્રધાનોને પણ કહેવામાં આવ્યું નથી કે આ પ્રકારની વિશેષ કેબિનેટ બેઠક કેમ બોલાવાઈ.

આ પણ વાંચો: ગુજરાતમાં મમતા દીદીના પોસ્ટર્સ, સુરતના બંગાળીઓએ કહ્યું - જો તેઓ ચૂંટણી લડશે તો અમે તેમની સાથે છે

28 જુલાઇએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવાના છે

તેમણે કહ્યું, 'અમને બેઠક વિશે મોડી સાંજે જ ખબર પડી. મને લાગે છે કે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. જેના વિશે મુખ્ય પ્રધાન કેબિનેટને જાણ કરવા માગે છે. બેનર્જી સોમવારે સાંજે નવી દિલ્હી જવા રવાના થશે અને 29 જુલાઇ સુધી ત્યાં રહેશે. તેઓ 28 જુલાઇએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવાના છે. તેમની મુલાકાત દરમિયાન તે અનેક વિપક્ષી નેતાઓને પણ મળી શકે છે.

આ પણ વાંચો: મમતાદી આજે વર્ચુઅલી મનાવશે શહીદ દિવસ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.