ETV Bharat / bharat

પશ્વિમ બંગાળની નંદીગ્રામ બેઠક પરથી મમતા બેનર્જીની હાર, ભાજપના ઉમેદવારે 1700થી વધુ મતથી મેળવી જીત - નંદીગ્રામ બેઠક ચૂંટણી પરીણામ

પશ્વિમ બંગાળની સૌથી ચર્ચામાં રહેલી બેઠક નંદીગ્રામથી મુખ્યપ્રધાન મમતા બેનર્જીની હાર થઈ છે. ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારીએ 1700થી વધુ મતોથી મમતાને હરાવી છે.

પશ્વિમ બંગાળની નંદીગ્રામ બેઠક પરથી મમતા બેનર્જીએ મેળવી જીત

author img

By

Published : May 2, 2021, 5:44 PM IST

Updated : May 2, 2021, 8:56 PM IST

  • નંદીગ્રામ બેઠક પરથી ભાજપના ઉમેદવારની જીત
  • ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારીએ 1736 મતથી મમતાને હરાવી
  • નંદીગ્રામ બેઠક છે પશ્વિમ બંગાળની સૌથી વધુ ચર્ચામાં રહેલી બેઠક

કોલકતાઃ પશ્ચિમ બંગાળની નંદીગ્રામ વિધાનસભા બેઠક પર મુખ્યપ્રધાન મમતા બેનર્જીનો પરાજય થયો છે. ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને 1700થી વધુ મતોથી હરાવ્યા છે. મમતા બેનર્જીએ કહ્યું કે, તે નંદિગ્રામમાં ગરબડીને લઈ કોર્ટનો દરવાજો ખટખટાવશે.

TMCએ 200થી વધુ બેઠકો પર જીત મેળવી

ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ નંદીગ્રામ વિધાનસભા બેઠક પર મમતા બેનર્જીને 1736 મતોથી હરાવ્યાં છે. જોકે, મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) ને 292 બેઠકો પર યોજાયેલી પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મળી છે. TMCએ 200થી વધુ બેઠકો પર જીત મેળવી છે. ઉલ્લેખનિય છે કે, નંદીગ્રામ વિધાનસભા બેઠક પર મમતા બેનર્જીની જીતનાં સમાચાર સામે આવ્યાં હતા. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, મમતા બેનર્જીને 1200 મતથી જીત મળી છે. જો કે, ગડબડીના આરોપો વચ્ચે નંદીગ્રામમાં ફરી મતગણતરી કરવામાં આવી હતી. આ પછી મમતા બેનર્જીની હારની પુષ્ટિ થઈ હતી.

નંદીગ્રામ બેઠક પરથી ભાજપના ઉમેદવારની જીત

2016ની વિધાનસભાની ચૂંટણીમાં શુભેન્દુ અધિકારીએ મેળવી હતી જીત

2016ની પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ પર નજર કરીએ તો અહીંથી શુભેન્દુ અધિકારીએ તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પર જીત મેળવી હતી. ચૂંટણી જીત્યા બાદ શુભેન્દુ અધિકારીને પશ્ચિમ બંગાળ સરકારમાં પરિવહન પ્રધાન બનાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ LIVE UPDATE: આજે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરૂ

ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને માત્ર 10 હજાર મત મળ્યા હતા

પશ્ચિમ બંગાળમાં 2016ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને નંદીગ્રામ બેઠક પર સાડા 5 ટકાથી પણ ઓછા મત મળ્યા હતા. આ બેઠક પર કુલ 2 લાખ 01 હજાર 552 મતદાતા હતા, તેમાંથી ભાજપના ઉમેદવાર બિજનકુમાર દાસને માત્ર 10 હજાર મત મળ્યા હતા.

આ પણ વાંચોઃ આજે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ

ગત ચૂંટણીમાં ભાજપ ત્રીજા સ્થાને રહી હતી

2016ની પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં શુભેન્દુએ સીપીઆઈના અબ્દુલ કબીર શેખને લગભગ 81 હજાર મતોથી હરાવ્યો હતો. આ ચૂંટણીમાં શુભેન્દુને 1 લાખથી વધુ મત મળ્યા હતા. મતની ટકાવારી વિશે વાત કરીએ તો તેને 67 ટકા મતો મળ્યા હતા. જ્યારે તેમના હરીફ કબીરને ફક્ત 53 હજાર મતોથી સંતોષ માનવો પડ્યો. આ ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી ત્રીજા સ્થાને રહી હતી.

Last Updated : May 2, 2021, 8:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.