ETV Bharat / bharat

મમતા બેનર્જીના ચૂંટણી પ્રચાર પર ચૂંટણી પંચે પ્રતિબંધ લગાવ્યો

author img

By

Published : Apr 13, 2021, 10:25 AM IST

Updated : Apr 13, 2021, 1:04 PM IST

મમતા બેનર્જી પર ચૂંટણી પંચે કેન્દ્રીય દળો સામેના નિવેદનો અને કથિત ધાર્મિક પ્રવૃત્તિવાળા નિવેદન માટે 24 કલાક પ્રચાર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.

Kolkata
Kolkata
  • મમતા બેનર્જીના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લાગ્યો
  • પ્રચાર પર 24 કલાકનો પ્રતિબંધ
  • દીદી વિરોધ પ્રદર્શન કરવા ધરણાં પર બેસશે

નવી દિલ્હી: ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસ અધ્યક્ષ મમતા બેનર્જીને કેન્દ્રીય દળો સામેના નિવેદનો અને કથિત ધાર્મિક પ્રવૃત્તિવાળા નિવેદન માટે 24 કલાક પ્રચાર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.

ચૂંટણી પંચ આવા નિવેદનોની નિંદા કરે છે

ચૂંટણી પંચ આવા નિવેદનોની નિંદા કરે છે. જે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની ગંભીર સમસ્યાઓ પેદા કરી શકે છે અને મમતા બેનર્જીને કડક ચેતવણી આપી સલાહ આપે છે કે, જ્યારે આચારસંહિતા લાગુ હોય તે દરમિયાન જાહેર અભિવ્યક્તિમાં આવા નિવેદનોનો ઉપયોગ કરવો નહી. આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, પંચ પણ 12મી એપ્રિલ સાંજના 8 વાગ્યાથી 13 એપ્રિલના રોજ રાત્રે 8 વાગ્યા સુધી મમતા બેનર્જીના પ્રચારને 24 કલાક માટે પ્રતિબંધિત રાખ્યો છે.

આ પણ વાંચો : પશ્ચિમ બંગાળ ચૂંટણી: વડાપ્રધાન મોદી સોમવારે 3 રેલીઓમાં ભાગ લેશે

રાજ્યમાં આઠ તબક્કામાં મતદાન પ્રક્રિયા પૂર્ણ કરાશે

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીની શરૂઆત 27 માર્ચે પ્રથમ તબક્કાના મતદાનથી થઈ હતી. રાજ્યમાં આઠ તબક્કામાં મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. ચૂંટણી પંચના આદેશમાં 7 એપ્રિલના રોજ બેનર્જીને મોકલવામાં આવેલી બે જુદી જુદી નોટિસ અને તેમને બેનર્જીના પ્રતિસાદનો સંદર્ભ આપવામાં આવ્યો છે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, બેનર્જીએ 9 એપ્રિલના તેના જવાબમાં તેમના ભાષણના પસંદગીના કેટલાક ભાગોનો સમાવેશ કર્યો છે અને ભાષણના મુખ્ય ભાગના સંદર્ભે કોઈ ઉલ્લેખ કર્યો નથી.

આ પણ વાંચો : પશ્ચિમ બંગાળમાં સોમવારે અમિત શાહના ચૂંટણી કાર્યક્રમો, પાંચમાં તબક્કાની તૈયારી

હું આદર્શ આચારસંહિતા અને બંધારણની ભાવનાને સ્પષ્ટ રીતે અનુકૂળ છું : મમતા બેનર્જી

નોટિસના જવાબમાં તૃણમૂલ કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે, મેં ધાર્મિક વિભાગના આધારે મત આપવા માટે મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો નથી. પરંતુ હું આદર્શ આચારસંહિતા અને ભારતના બંધારણની ભાવનાને સ્પષ્ટ રીતે અનુકૂળ છું. ધાર્મિક સંવાદિતા માટે બાબતને પક્ષમાં રાખવામાં આવી હતી.

ભાષણ ધાર્મિક ભાવનાઓને ભડકાવવાનું નહી પરંતુ શાંતિ માટે હતું: મમતા બેનર્જી

મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, મેં જે શબ્દો કહ્યા હતા કે હું મારા હિન્દુ ભાઈઓ અને બહેનોને પણ કહેવા માગુ છું કે હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે ભાગલા ન પડાવે, તે સ્પષ્ટ છે કે મારું ભાષણ ધાર્મિક ભાવનાઓને ભડકાવવાનું નહી પરંતુ શાંતિ માટે હતું અને સંવાદિતા જાળવવા માટે હતું. તેમના ભાષણના મુખ્ય ભાગનો ઉલ્લેખ ચૂંટણી પંચના આદેશમાં કરવામાં આવ્યો છે.

હું મારા લઘુમતી ભાઈઓ- બહેનોને હાથ મિલાવવાની વિનંતી કરું છું: મમતા બેનર્જી

પંચના આદેશમાં સમાવિષ્ટ મમતા બેનર્જીના ભાષણના ટૂંકસાર મુજબ, તેમણે કહ્યું હતું કે હું મારા લઘુમતી ભાઈઓ- બહેનોને હાથ મિલાવવાની વિનંતી કરૂં છું કે ભાજપ પાસેથી પૈસા લેનારા શેતાનને સાંભળીને લઘુમતી મતોને વિભાજીત ન થવા દે. તે ઘણાં કોમી નિવેદનો કરે છે અને હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચેના ઝઘડાઓને વધારે છે.

મમતા બેનર્જીએ મહિલાઓને હાકલ કરી છે કે તેઓ લોકશાહી રીતે 'ઘેરાવ' કરીને પ્રદર્શન કરે

કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો સામેના તેમના કથિત નિવેદન પર, મમતા બેનર્જીએ પંચને કહ્યું હતું કે, તેમણે ફક્ત મતદારો, ખાસ કરીને મહિલાઓને હાકલ કરી છે કે, જો દળ સહિત કોઈ પણ તેમના મતાધિકારમાં અડચણ ઉભી કરે તો તેઓ લોકશાહી રીતે તેમનો 'ઘેરાવ' કરીને પ્રદર્શન કરે. તેમણે કહ્યું હતું કે ઘેરાવએ જાહેર પ્રદર્શનને રેકોર્ડ કરવાની લોકશાહી રીત છે અને ઘેરાબંધીને ગેરકાયદેસર માનવું જોઈએ તેવું પણ કોઈ કારણ નથી.

ભાષણનો એક ભાગ આચારસંહિતા, લોક પ્રતિનિધિત્વ અધિનિયમ અને IPCની જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે

કેન્દ્રિય દળો વિરુદ્ધના નિવેદનો પર મમતાના જવાબ અંગે આદેશમાંમાં જણાવવામાં આવ્યું છે કે, બેનર્જીએ ફરી એક વખત કદાચ વસ્તુઓને પસંદગીની રીતે ભૂલી જવાની ટેવને કારણે તેમના ભાષણના મુખ્ય ભાગ છોડી દીધો છે. આ આદેશમાં તેમના ભાષણના એક ભાગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં આચારસંહિતા, લોક પ્રતિનિધિત્વ અધિનિયમ અને ભારતીય દંડ સંહિતાની જોગવાઈઓનું ઉલ્લંઘન હોવાનું જણાવાયું છે.

મમતા બેનર્જી ચૂંટણી પંચનો વિરોધ કરશે

ચૂંટણી પ્રચાર પર 24 કલાકના પ્રતિબંધ લાદવાના ચૂંટણી પંચના નિર્ણયની ટીકા કરતા પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ કહ્યું કે, તેઓ આયોગના ગેરબંધારણીય નિર્ણય સામે મંગળવારે કોલકાતામાં ધરણા કરશે. બેનર્જીએ ટ્વીટ કર્યું હતું કે, હું ચૂંટણી પંચના બિનઆધિકારિક અને ગેરબંધારણીય નિર્ણયના વિરોધમાં આવતીકાલે (મંગળવારે) સવારે 12 વાગ્યાથી કોલકાતાની ગાંધી મૂર્તી ખાતે ધરણા પર બેસીશ.

પંચ ભાજપ શાખાની જેમ વર્તે છે, લોકશાહી માટે કાળો દિવસ છે: તૃણમૂલ

મુખ્યપ્રધાન મમતા બેનર્જીને 24 કલાક પ્રચાર કરવા પર પ્રતિબંધ મૂક્યાના થોડા સમય પછી, તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે દાવો કર્યો હતો કે, આયોગ ભાજપ શાખાની જેમ વર્તી રહ્યું છે અને તેના નિર્ણય પર એકપક્ષીતાનો માહોલ છે. તૃણમૂલના રાજ્યસભાના સભ્ય ડેરેક ઓ બ્રાયને કહ્યું કે, ભારતની લોકશાહી માટે અંધકારમય દિવસ છે. તેમણે કહ્યું કે, આયોગ એકદમ નબળો પડી ગયો છે. 12 એપ્રિલે આપણા લોકશાહીનો કાળો દિવસ છે. અમે હંમેશા જાણતા હતા કે અમે બંગાળ જીતી રહ્યા છીએ.

પંચનું એકમાત્ર લક્ષ્ય બેનર્જીને ચૂંટણી પ્રચાર કરતા રોકવું છે: કૃણાલ ઘોષ

તેમના જ સૂરમાં સૂર પુરાવતા પાર્ટીના એક અન્ય નેતા કૃણાલ ઘોષે પંચના નિર્ણય પર કહ્યું હતું કે, કમિશન ભાજપ શાખાની જેમ વર્તે છે. આ પ્રતિબંધ અતિશય છે અને તેમાંથી સર્વાધિકારવાદની ગંધ આવે છે. પંચનું એકમાત્ર લક્ષ્ય બેનર્જીને ચૂંટણી પ્રચાર કરતા રોકવું છે. કારણ કે ભાજપ પહેલાથી જ હાર માની ચૂકી છે. તે શરમજનક છે.

મમતા બેનર્જીએ રાજ્યના ભાજપ નેતાઓ પર નિશાન સાધ્યું

આ પહેલા મમતા બેનર્જીએ રાજ્યના ભાજપ નેતાઓ પર નિશાન સાધતા કહ્યું હતું કે, જે લોકો કૂચબહાર જેવી વધુ ઘટનાઓનું પુનરાવર્તન કરવાની ધમકી આપી રહ્યા છે. તેમના પર રાજકીય રીતે પ્રતિબંધ મૂકવો જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે, તે નેતાઓ કેવા પ્રકારના માનવી છે, જે કહે છે કે, સીતલકુચી જેવા બનાવો હજુ પણ બનશે અને મૃત્યુની સંખ્યામાં વધારો થવો જોઈએ.

કેટલાક નેતાઓ સીતલકુચી જેવા વધુ બનાવોની ધમકી આપી રહ્યા છે : બેનર્જી

નાદિયા જિલ્લાના રાણાઘાટ ખાતે ચૂંટણી સભાને સંબોધન કરતાં બેનર્જીએ કહ્યું હતું કે, કેટલાક નેતાઓ સીતલકુચી જેવા વધુ બનાવોની ધમકી આપી રહ્યા છે. જ્યારે અન્ય લોકો એમ કહી રહ્યા છે કે, મૃત્યુઆંક વધારે હોવો જોઈએ. હું આવી પ્રતિક્રિયાઓ જોઈને આશ્ચર્ય પામું છું. આ નેતાઓ શું કરવા માગે છે ? તેમના પર રાજકીય પ્રતિબંધ મૂકવો જોઇએ. બેનર્જીએ આરોપ લગાવ્યો કે, ભાજપ તેમના જ કાર્યકરો અને નેતાઓની હત્યા કરીને તેમના વાહનોને નુકસાન પહોંચાડ્યું છે. જેથી તૃણમૂલનું નામ ખરાબ કરી શકે.

CISFના જવાનોએ શનિવારે કૂચબિહાર જિલ્લામાં ગોળીબાર કર્યો હતો

કૂચબિહાર જિલ્લાના સીતલકુચીમાં CISF (Central Industrial Security Force)ના કથિત ફાયરિંગમાં ચાર લોકોના મોતથી પશ્ચિમ બંગાળમાં રાજકીય વાવાઝોડું સર્જાયું છે. પોલીસે જણાવ્યું હતું કે, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF)ના જવાનોએ શનિવારે કૂચબિહાર જિલ્લામાં ગોળીબાર કર્યો હતો. જેના પર સ્થાનિક લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ચાર લોકો માર્યા ગયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્થાનિક લોકોએ CISF જવાનોની રાઇફલો છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો.

ચૂંટણીની શરૂઆત 27 માર્ચે પ્રથમ તબક્કાના મતદાનથી થઈ હતી

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીની શરૂઆત 27 માર્ચે પ્રથમ તબક્કાના મતદાનથી થઈ હતી. રાજ્યમાં આઠ તબક્કામાં મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

Last Updated : Apr 13, 2021, 1:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.