- પૂર્વી મેદિનીપુર જિલ્લાની નંદીગ્રામ બેઠક આ વખતે રાજકારણનું કેન્દ્ર બિંદુ
- મમતા બેનર્જી અને શુભેન્દુ અધિકારી વચ્ચે હાઈ-પ્રોફાઈલ ચૂંટણી
- મમતાનો નંદીગ્રામથી ચૂંટણી લડવાનો નિર્ણય ભાવાત્મક: TMC સાંસદ
નંદીગ્રામ: પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં પૂર્વી મેદિનીપુર જિલ્લાની નંદીગ્રામ બેઠક આ વખતે રાજકારણનું કેન્દ્ર બિંદુ બની ગઈ છે. આ વખતે આ બેઠક પર મુખ્યપ્રધાન તથા TMC (તૃણમુલ કોંગ્રેસ) અધ્યક્ષ મમતા બેનર્જી અને તેના પૂર્વ સહયોગી તથા ભાજપ ઉમેદવાર શુભેન્દુ અધિકારી વચ્ચે હાઈ-પ્રોફાઈલ સ્પર્ધા જોવા મળી રહી છે.
મમતા બેનર્જી અને શુભેન્દુ અધિકારી વચ્ચે હાઈ-પ્રોફાઈલ ચૂંટણી
શુભેન્દુ અધિકારીના પરિવારના સભ્યો મમતા બેનર્જીના નંદીગ્રામથી ચૂંટણી લડવાના નિર્ણય પર પ્રશ્રો ઉઠાવી રહ્યા છે. શુભેન્દુ અધિકારીના પિતા અને TMC સાંસદ શિશિર અધિકારી બાદ હવે તેના સાંસદ ભાઈ દિવ્યેન્દુ અધિકારીએ મમતા બેનર્જી પર પ્રશ્રો ઉઠાવ્યા છે.
આ પણ વાંચો: બંગાળ ચૂંટણી: તૃણમૂલ જાહેર કરશે ઘોષણા પત્ર, ત્રણ વખત સ્થગિત થઈ ચૂક્યો છે કાર્યક્રમ
મમતા બેનર્જીનો નંદીગ્રામથી ચૂંટણી લડવાનો નિર્ણય સંપૂર્ણ રીતે ભાવાત્મક
TMC સાંસદ દિવ્યેન્દુ અધિકારીએ ગુરૂવારના રોજ કહ્યું કે, મમતા બેનર્જીનો નંદીગ્રામથી ચૂંટણી લડવાનો નિર્ણય સંપૂર્ણ રીતે ભાવાત્મક છે. તેમને વિશ્વાસ છે કે, અહીંના લોકો તેમનો યોગ્ય ઉમેદવાર પસંદ કરશે. નંદીગ્રામમાં દરેક લોકોને શુભેન્દુ પર વિશ્વાસ છે.
પૂર્વી મેદિનીપુર જિલ્લાની નંદીગ્રામ બેઠક આ વખતે રાજકારણનું કેન્દ્ર બિંદુ
અત્યાર સુધી TMCમાં હોવા અંગે તેમણે કહ્યું કે, 'તે સ્પષ્ટ કરવું મુશ્કેલ છે કે હું TMC સાથે છું. મને 4-5 મહિના માટે પાર્ટીના કાર્યક્રમોમાં આવવાની મંજૂરી નથી. TMC જિલ્લા અધ્યક્ષનું કહેવું છે કે, મને પક્ષના દરેક કાર્યક્રમમાં બોલાવવામાં આવે છે, જે સંપૂર્ણ અસત્ય છે. તકનીકી રીતે, હું TMCમાં છું પરંતુ મારો મોટો ભાઈ શુભેન્દુ ભાજપમાં જોડાયો.
આ પણ વાંચો: વ્હિલચેર પર રોડ શો બાદ ગર્જી મમતા, ઘાયલ વાઘ વધુ ખતરનાક હોય છે