ETV Bharat / bharat

NMP પર મમતા બેનરજીનો વિરોધ, કહ્યું- કેન્દ્ર સરકાર જે સંપત્તિ વેંચી રહી છે તે ભાજપ કે નરેન્દ્ર મોદીની નથી

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ રાષ્ટ્રીય મુદ્રિકરણ પાઈપલાઈન (NMP) નીતિ અંગે કેન્દ્ર સરકાર પર નિધાન સાધ્યું છે. આ સાથે જ તેમણે દાવો કર્યો છે કે, આ દેશની સંપત્તિ વેચવાનું ષડયંત્ર છે. આ સાથે જ તેમણે કહ્યું હતું કે, આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે ભાજપની સંપત્તિ નથી. તેમણે આને ચોંકાવનારું અને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું.

NMP પર મમતા બેનરજીનો વિરોધ, કહ્યું- કેન્દ્ર સરકાર જે સંપત્તિ વેંચી રહી છે તે ભાજપ કે નરેન્દ્ર મોદીની નથી
NMP પર મમતા બેનરજીનો વિરોધ, કહ્યું- કેન્દ્ર સરકાર જે સંપત્તિ વેંચી રહી છે તે ભાજપ કે નરેન્દ્ર મોદીની નથી
author img

By

Published : Aug 26, 2021, 10:26 AM IST

  • પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ (West Bengal Chief Minister Mamata Banerjee) રાષ્ટ્રીય મુદ્રિકરણ પાઈપલાઈન (NMP)નો કર્યો વિરોધ
  • મુખ્યપ્રધાન મમતા બેનરજીએ એનએમપી (NMP)ને ચોંકાવનારો અને દુર્ભાગ્યપૂર્ણ નિર્ણય ગણાવ્યો
  • આ સંપત્તિઓને વેંચીને જે પૈસા મળશે તેનો ઉપયોગ વિપક્ષી દળો સામે કરાશેઃ મુખ્યપ્રધાન મમતા બેનરજી

કોલકાતાઃ તૃણમુલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનરજીએ (West Bengal Chief Minister Mamata Banerjee) રાષ્ટ્રીય મુદ્રિકરણ પાઈપલાઈન (NMP) નીતિ અંગે કેન્દ્ર સરકારને આડેહાથ લીધી હતી. તેમણે એનએમપી (NMP)ને ચોંકાવનારો અને દુર્ભાગ્યપૂર્ણ નિર્ણય ગણાવતા આરોપ લગાવ્યો હતો કે, આ સંપત્તિઓને વેચવાથી મળનારા પૈસાનો ઉપયોગ ચૂંટણી દરમિયાન વિપક્ષી દળો સામે કરવામાં આવશે.

આ પણ વાંચો- બંગાળમાં ચૂંટણી બાદ થયેલી હિંસાની તપાસ કરશે સીબીઆઈ, હાઈકોર્ટનો નિર્ણય

આપણા દેશની સંપત્તિ વેચવાનો અધિકાર કોઈને નથીઃ મમતા બેનરજી

મમતા બેનરજીએ રાજ્ય સચિવાલય નબન્નામાં પત્રકારોને કહ્યું હતું કે, અમે આ ચોંકાવનારા અને દુર્ભાગ્યપૂર્ણ નિર્ણયની ટિકા કરીએ છીએ. આ સંપત્તિ દેશની છે. આ ન તો મોદીની સંપત્તિ છે અને ન તો ભારતીય જનતા પાર્ટી (BJP)ની. તે (કેન્દ્ર સરકાર) પોતાની મરજીથી દેશની સંપત્તિને ન વેંચી શકે. તેમણે કહ્યું હતું કે, સમગ્ર દેશ આ જનવિરોધી નિર્ણયનો વિરોધ કરશે અને એકસાથે ઉભો રહેશે. ભાજપને શરમ આવવી જોઈએ. કોઈએ તેમને આપણા દેશની સંપત્તિ વેચવાનો અધિકાર નથી આપ્યો.

આ પણ વાંચો- ગુજરાતમાં મમતા દીદીના પોસ્ટર્સ, સુરતના બંગાળીઓએ કહ્યું - જો તેઓ ચૂંટણી લડશે તો અમે તેમની સાથે છે

10 વર્ષ પહેલા રાજ્યની સંપત્તિઓ વેંચી તે કોની હતી, રાજ્યની કે તૃણમુલ કોંગ્રેસની?: ભાજપ પ્રવક્તા

કેન્દ્રિય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે 6 લાખ કરોડ રૂપિયાની રાષ્ટ્રીય મુદ્રિકરણ પાઈપલાઈનની (NMP) જાહેરાત કરી હતી. મમતા બેનરજીના આરોપ પર પ્રતિક્રિયા આપતા પશ્ચિમ બંગાળના ભાજપના નેતાએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે, તૃણમુલ કોંગ્રેસ સરકાર રાજ્યની સંપત્તિઓને કઈ રીતે વેંચી શકે છે, જો તે દેશની સંપત્તિઓને લઈને ચિંતિત છે. ભાજપના પ્રવક્તા શામિક ભટ્ટાચાર્યે કહ્યું હતું કે, જો તે દેશની સંપત્તિઓને લઈને ચિંતિત છે તો તૃણમુલ કોંગ્રેસ સરકારે છેલ્લા 10 વર્ષમાં રાજ્યની અનેક સંપત્તિઓને કેમ વેંચી? તે કોની સંપત્તિ હતી. તૃણમુલ કોંગ્રેસની કે રાજ્ય સરકારની? તૃણમુલ કોંગ્રેસે પહેલા તેનો જવાબ આપવો જોઈએ.

ભાજપ ચૂંટણી હારી પછી કેન્દ્રિય નેતાઓ દૈનિક પ્રવાસીઓની જેમ બંગાળમાં આવે છેઃ મમતા બેનરજી

મમતા બેનરજીએ રાજ્યને વિભાજિત કરવાની માગ અંગે ભાજપના નેતાઓએ એક વર્ગ પર નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ભાજપ વિધાનસભા ચૂંટણી હારી ગયું, પરંતુ ત્યારબાદથી તેમના કેન્દ્રિય નેતા દૈનિક પ્રવાસીઓની જેમ બંગાળનો પ્રવાસ કરી રહ્યા છે. હવે તે અમારા રાજ્યને વિભાજિત કરવા માગે છે. તેનો પૂરજોર વિરોધ કરવામાં આવશે.

ભાજપના સાંસદે અમુક ભાગને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની માગ કરી હતી

ગયા મહિને કેન્દ્રિય પ્રધાન પરિષદમાં શામેલ કરવામાં આવેલા રાજ્યથી ભાજપના સાંસદ જોન બારલાએ જૂનમાં તમામ ઉત્તર બંગાળ જિલ્લાને શામેલ કરતા એક અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની માગ કરી હતી. આ સાથે જ તેમણે તર્ક આપ્યું હતું કે, આ ક્ષેત્રમાં છેલ્લા એક દાયકામાં કદાચ જ વિકાસ થયો છે. કેન્દ્રિય યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરવા માટે કેન્દ્રિય ટીમો દ્વારા રાજ્યના વિવિધ ભાગોનો પ્રવાસ કરવાના સમાચાર પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા મમતા બેનરજીએ કહ્યું હતું કે, કેન્દ્રને રાજ્ય સરકારે સૂચિત કર્યા વગર ટીમને ન મોકલવી જોઈએ.

SC, STના લોકો માટે 20 લાખ ઘર બનાવવા મુખ્યપ્રધાનની જાહેરાત

મમતા બેનરજીએ કહ્યું હતું કે, સંસદીય સમિતિઓ આવી શકે છે, પરંતુ કેન્દ્ર અમને જાણ કર્યા વગર કેટલાક લોકોને મોકલી દે છે. 100 દિવસના કામ, કૌશલ વિકાસ અને આવાસ યોજના સહિત અનેક ક્ષેત્રોમાં રાજ્ય પહેલા નંબર પર છે. તો પશ્ચિમ બંગાળ અનુસૂચિત જાતિ સલાહકાર પરિષદની બેઠકની અધ્યક્ષતા કરતા મમતા બેનરજીએ આગામી 5 વર્ષમાં રાજ્યભરમાં અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST)ના લોકો માટે 20 લાખ ઘર બનાવવાની યોજનાની જાહેરાત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.