- દિવાળીના તહેવારોમાં મીઠાઈઓનું વૈવિધ્ય
- ETV Bharat લઇને આવ્યું છે વધુ એક મીઠાઈ
- બેસનના લાડુની આ રહી રેસિપી...
બેસનના લાડુ! અહા, ભાગ્યે જ કોઇ એવું હશે કે આ મીઠાઈ વિશેની તેની કોઇ મીઠી યાદગીરી ન સંકળાઇ હોય. બજારમાં મળતી બેસ્ટમાં બેસ્ટ બ્રાન્ડના બેસ્ટ લાડુ લાવી શકે તેમ હોવ પણ એ નક્કી જ છે કે એ સોડમ અને સ્વાદ જે ઘરમાં બનેલા બેસનના લાડુના ( Besan laddu ) હતાં એ તમને નહીં જ મળે. એ ધીમે ધીમે શેકાતું બેસન, તેમાં ઘી પડ્યાં પછી ઉઠતી સુગંધ, કાફી છે તમને એ સ્મરણના વનમાં લઇ જવા માટે. એનાની આગળ જઇએ તો સોનેરી રંગ પકડતા નરમ નરમ લાડુ, મોંમાં મૂકતાં જ ઓગળી જતાં બેસનના લાડુના એ ટુકડાની અસરથી તમે બચી નહીં શકો!
બેસનના લાડુ વધુ સમય રહે છે તરોતાજા
હા, તો એ મેમરીઝને ફરી હરીભરી કરો અને બેસનના લાડુનો ( Besan laddu ) સ્વાદ આ અમારી રેસિપી સાથે ફરી તાજો કરો. અને તમે જાણો જ છો કે બેસનના લાડુ અન્ય મીઠાઈઓની સરખામણીમાં વધુ સમય તરોતાજા સ્વાદિષ્ટ રહે છે એ પણ એક કારણ છે કે બીજા લાડુઓની તુલનાએ બેસનના લાડુ વધુ લોકપ્રિય છે.
આ પણ વાંચોઃ દિવાળીના તહેવારોમાં ઘરમાં જ બનાવો મઘમઘતો બદામ હલવો
આ પણ વાંચોઃ અમદાવાદમાં બની 25,000 રુપિયે કિલો ભાવની Expensive Sweets, 10 લાખથી વધુની મીઠાઈ વેચાઇ