ETV Bharat / bharat

પશ્ચિમ બંગાળ: બર્ધમાન રેલ્વે સ્ટેશન પર મોટી દુર્ઘટના, પાણીની ટાંકી તૂટી પડતાં ત્રણનાં મોત - Burdwan station big accident

પશ્ચિમ બંગાળના બર્ધમાન રેલ્વે સ્ટેશન પર બુધવારે એક પ્લેટફોર્મ પર પાણીની મોટી ટાંકી ધરાશાયી થતાં ઓછામાં ઓછા દસ લોકો ઘાયલ થયા છે અને ત્રણના જીવ ગયા છે. સંપૂર્ણ સમાચાર વાંચો... ( water tank collapses on platform at Burdwan station, west Bengal news, Burdwan station big accident, 3 pepole died in water tank collapses, 10 injuried)

MAJOR ACCIDENT AT BURDWAN RAILWAY STATION IN BENGAL SEVERAL KILLED MANY INJURED DUE TO WATER TANK COLLAPSE

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 13, 2023, 8:01 PM IST

કોલકાતા: પશ્ચિમ બંગાળના બર્ધમાન રેલવે સ્ટેશન પર એક મોટી દુર્ઘટના ઘટી છે. સ્થાનિક અને રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર બુધવારે બપોરે વર્ધમાન રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ બે અને ત્રણ વચ્ચે પાણીની ટાંકી તૂટી પડી હતી. તે સમયે પ્લેટફોર્મ પર રાહ જોઈ રહેલા અનેક મુસાફરો ટાંકી નીચે આવી ગયા હતા. જે બાદ સ્ટેશન પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી.

રેલવેના ત્રણ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા: રેલવે અધિકારીના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે અને ઓછામાં ઓછા દસ લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને બર્ધમાન મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે જ સમયે, આ ઘટના પછી, ત્રણ રેલવે કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ અકસ્માતને કારણે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર એક, બે અને ત્રણ પરથી ટ્રેનોની અવરજવર તાત્કાલિક સ્થગિત કરી દેવામાં આવી છે અને પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

પાણીની ટાંકી તૂટી પડવાને કારણે સર્જાયો અકસ્માત: રેલવે સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર બુધવારે બપોરે બર્દવાન સ્ટેશનના પ્લેટફોર્મ બે અને ત્રણ વચ્ચે પાણીની ટાંકી તૂટી પડી હતી. તે સમયે પ્લેટફોર્મ પર રાહ જોઈ રહેલા અનેક મુસાફરો ટાંકી નીચે આવી ગયા હતા. સ્ટેશન પરિસરમાં અરાજકતા સર્જાઈ હતી. સ્ટેશન પર હાજર અન્ય મુસાફરોએ પણ સમય બગાડ્યા વિના બચાવ કામગીરી શરૂ કરી હતી. રેલવે અધિકારીઓ ફાયર એન્જિન સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

દુર્ઘટનામાં લગભગ 30 લોકોનો બચાવ: બર્દવાન પોલીસ પણ જિલ્લા પોલીસ અધિક્ષકના નેતૃત્વમાં પહોંચી હતી. આ અકસ્માતમાં લગભગ 30 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને તેમને સારવાર માટે બર્દવાન મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, હોસ્પિટલમાં દાખલ ત્રણ લોકોને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. મૃતકોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે.

  1. આતંકવાદી ફંડિંગ કેસમાં SIAએ દક્ષિણ કાશ્મીરમાં અનેક સ્થળો પર દરોડા પાડ્યા
  2. સબરીમાલા મંદિરમાં દર્શન કર્યા વિના પરત ફરતા હજારો ભક્તો, વહીવટીતંત્રની નિષ્ફળતા

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.