ETV Bharat / bharat

નિયમિત Eye Exercise થી Eyesને રાખો તેજીલી - Mobile Screen

વર્તમાન સંજોગોમાં બાળકોથી લઈને પુખ્ત વયના લોકો સુધીના દરેકનો સ્ક્રીન ટાઇમ ઘણો વધ્યો છે. જે આંખોના સ્વાસ્થ્ય (Eye Health ) પર માઠી અસર કરી રહ્યો છે. આ સ્થિતિમાં આંખની કેટલીક સરળ કસરતોની ( Eye Exercise ) મદદથી આંખો પરના દબાણને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકાય છે.

નિયમિત Eye Exercise થી Eyesને રાખો તેજીલી

author img

By

Published : Jul 28, 2021, 6:32 PM IST

  • પ્રકૃતિની સૌથી કિંમતી ભેટ આંખો
  • સ્ક્રીન ટાઈમ વધતાં આંખોના સ્વાસ્થ્યનું રાખો ધ્યાન
  • અમુક પ્રકારની કસરતો આંખોનું આરોગ્ય જાળવશે

આંખો ( Eye )એ માણસને પ્રકૃતિની સૌથી કિંમતી ભેટ છે. પરંતુ હાલના સંજોગોમાં લગભગ દરેક વયના લોકોનો મોટાભાગનો સમય કોઈક કારણસર કમ્પ્યુટર સ્ક્રીન, ટીવી અને મોબાઈલ ફોનમાં વપરાઈ જાય છે. મુશ્કેલી એ છે કે મોટાભાગના કિસ્સાઓમાં લોકો અભ્યાસ અને કામને લીધે તેમાંથી છટકી શકતા નથી. આવી સ્થિતિમાં, કેટલીક કસરતો ( Eye Exercise ) કરવામાં આવે તો આંખોનું આરોગ્ય સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે.

નજીક અને દૂર ધ્યાન કેન્દ્રિત કરો

ખુરશી અથવા આરામદાયક સ્થળે બેસતાં આંખોની આગળ લગભગ 10 ઇંચના અંતરે તમારા અંગૂઠાને સેટ કરો. તે પછી લગભગ 10 સેકંડ માટે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. હવે લગભગ 15 સેકંડ માટે કંઈક દૂર પર ધ્યાન કેન્દ્રિત કરો. વળી પાછું તમારું ધ્યાન અંગૂઠા તરફ પાછા જૂઓ. આ કસરત (Eye Exercise ) દિવસમાં 5 વખત કરી શકાય છે.

20-20નો નિયમ

જો કમ્પ્યુટર અથવા મોબાઈલ સ્ક્રીન ( Mobile Screen ) પર સતત જોવાને કારણે આંખોમાં સતત દુખાવો રહેતો હોય તો આ કસરત ખૂબ મદદરૂપ થઈ શકે છે. આમાં કમ્પ્યુટર અથવા કોઈપણ પ્રકારની સ્ક્રીન સામે કામ કરતી વખતે, દર 20 મિનિટ પછી, 20 સેકંડ માટે સ્ક્રીનથી દૂર રહો અને દૂરની વસ્તુને જૂઓ. આમ કરવાથી આંખોના સ્નાયુઓ હળવા થાય છે.

ઇન્ફિનિટી સિમ્બોલની દિશામાં તમારી આંખો ફેરવો

એક જગ્યાએ બેસો. તમારા જમણા અંગૂઠાને તમારા ચહેરાથી થોડે દૂર રાખો અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. હવે તમારા અંગૂઠાને ઇન્ફિનિટી સિમ્બોલની રેખાઓ સાથે જોડો. આ દરમિયાન આપણી નજર અંગૂઠા પર કેન્દ્રિત હોવી જોઈએ અને તે મુજબ આગળ વધવું જોઈએ. આ કસરત ઘડિયાળની દિશામાં અને એન્ટી-ક્લોકવાઇઝ 5 વખત થવી જોઈએ. આંખની કસરતોનો (Eye Exercise ) 20-27 કસરતનો નિયમ લાગુ કરો.

પાંપણ પટપટાવવી

આ (Eye Exercise ) કસરત ગમે ત્યાં બેસીને અથવા સૂઇ ને કરી શકાય છે. આમાં તમારી આંખોને 10 થી 15 વખત પલકાવો. પછી તમારી આંખો બંધ કરો અને 20 સેકંડ માટે આરામ કરો. તે આંખોમાં અને આસપાસ રક્ત પરિભ્રમણને સુધારે છે અને આંખોને આરામ આપે છે.

આંખો મોટી કરો

આ (Eye Exercise ) કસરત માટે પ્રથમ તમારી આંખોને 5 સેકંડ માટે એકદમ મીંચીને બંધ કરો અને પછી એકદમ પહોળી કરીને કરીને ખોલો. આ કસરત પોપચાના સ્નાયુઓનું દબાણ હળવું કરે છે અને રક્ત પ્રવાહ સુધારે છે.

કીકીને એક દિશાથી બીજી દિશામાં ખસેડો

આંખની આ કસરતમાં (Eye Exercise ) નજીક અને દૂર ધ્યાન કેન્દ્રિત કરો. કીકીઓને એક દિશાથી બીજી દિશામાં ખસેડો. માથાંને સીધું રાખીને, તમારી આંખની કીકી એટલે કે આંખોની પ્રથમ તરફ ડાબી બાજુથી આંખોની ધાર તરફ જોશો. પછી તે જ પ્રક્રિયાને જમણેથી ડાબેથી પુનરાવર્તિત કરવાની છે.

હથેળી ઘસીને આંખ પર મૂકવી

તમારી હથેળીને એકસાથે ઘસો જ્યારે તેમાં ગરમાહટ લાગે ત્યારે તેને આંખો (Eye Exercise ) પર મૂકો. હથેળીની ગરમી ઓછી થાય ત્યાં સુધી તમારી આંખો પર હાથ રાખો. જ્યારે પણ આંખો પર દબાણ અનુભવાય છે ત્યારે આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરી શકાય છે.

મસાજ

તમારી આંગળીઓથી આંખોના ઉપરના પોપચાંની હળવા હાથે 4-5 સેકંડ સુધી માલિશ કરો.

આ પણ વાંચોઃ કમરના સ્નાયુઓને મજબુત કરશે આ કસરતો

આ પણ વાંચોઃ Influenza Vaccine બાળકોમાં કોરોનાના જોખમને ઘટાડી શકે છે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.