લખનૌ(ઉતર પ્રદેશ): રાજધાનીમાં વિદ્યાર્થીનીને ઓટોમાં લઈ જવાની અને બાદમાં સામૂહિક દુષ્કર્મની ઘટનાને અંજામ આપનાર મુખ્ય આરોપી ઈમરાન ઉર્ફે મુસ્તફાની પોલીસે ધરપકડ કરી છે.(lucknow gangrape case main accused arrested) મોડી રાત્રે પોલીસ અને ઈમરાન વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. જેમાં ઈમરાનને પગમાં ગોળી વાગી હતી. ઘટના બાદ પોલીસ ઈમરાનને શોધી રહી હતી. આ માટે પોલીસ પણ સક્રિય હતી.
ભાગવાનો પ્રયાસ: પોલીસને માહિતી મળી હતી કે ઈમરાન ગોમતી નગરના કથોટા તળાવ વિસ્તારમાં છે. આ પછી પહેલાથી જ ત્યાં હાજર પોલીસ એલર્ટ થઈ ગઈ હતી. કઠોટા તળાવ પાસેથી પસાર થતી વખતે ઈમરાને પોલીસને જોઈને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે પીછો કર્યો તો ઈમરાને ફાયરિંગ શરૂ કરી દીધું. જવાબી ફાયરિંગમાં ઈમરાનને પગમાં ગોળી વાગી હતી. ડીસીપી ઈસ્ટ પ્રાચી સિંહે જણાવ્યું હતુ કે, "ઈમરાન પાસેથી એક પિસ્તોલ અને કારતૂસ મળી આવ્યા છે. ઘટના બાદ જ ઈમરાનની ઓળખ થઈ હતી. તેની ધરપકડ માટે પ્રયાસો હાથ ધરાયા હતા."
આરોપીની ધરપકડ: ડીસીપી ઈસ્ટ પ્રાચી સિંહે આગળ જણાવ્યું હતું કે, "ઈમરાનની ધરપકડ માટે તસવીરો સહિત પેમ્પલેટ પણ વહેંચવામાં આવ્યા હતા. પોલીસ અને આરોપીઓ વચ્ચે રાત્રે સાડા ત્રણ વાગ્યાની આસપાસ એન્કાઉન્ટર થયું હતું. આ દરમિયાન ક્રાઈમ ટીમ અને વિભૂતિ પોલીસ સ્ટેશનની ટીમ હાજર રહી હતી. તેમની સક્રિયતાને કારણે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ધરપકડ કરાયેલ આરોપી ઈમરાન નાનપારા બહરાઈચનો રહેવાસી છે અને રાજધાનીના વિભૂતિ ખંડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓટો ડ્રાઈવર તરીકે કામ કરે છે. તેણે જ વિદ્યાર્થિનીનું પોતાની ઓટોમાં બેસીને અપહરણ કર્યું હતું. આ પછી તેના પર દુષ્કર્મની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.
કાર્યવાહી શરૂ કરી: પોલીસે મુખ્ય આરોપી ઈમરાનને મદદ કરનાર આકાશની ધરપકડ કરી લીધી છે. ઈમરાન 18 વર્ષની વિદ્યાર્થીનીને કથૌટા તળાવ નજીકથી તેની ઓટોમાં બળજબરીથી લઈ ગયો અને પેલેસિયો મોલની પાછળની ઝાડીઓમાં લઈ ગયો હતો, જ્યાં તેની સાથે ત્રણ કલાક સુધી સામૂહિક દુષ્કર્મ ગુજાર્યો. દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી પીડિતાને બેભાન અવસ્થામાં હસદિયા ચોકડી પર છોડીને ભાગી ગયો હતો. ઘટના બાદ સક્રિય બનેલી પોલીસે વિભૂતિ ખંડ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધીને કાર્યવાહી શરૂ કરી હતી. જોકે, પોલીસને ટૂંક સમયમાં સફળતા મળી અને 24 કલાકમાં આકાશની ધરપકડ કરવામાં આવી. તે જ સમયે, બીજા આરોપી ઈમરાનની પોલીસ એન્કાઉન્ટરમાં ધરપકડ કરવામાં આવી હતી. ઈમરાન હાલ હોસ્પિટલમાં દાખલ છે.