મુંબઈ: આસામના ગુવાહાટીમાં છાવણીમાં રહેલા (maharashtra political crisis) શિવસેનાના 37 બળવાખોર ધારાસભ્યોએ (rebel MLAs Shiv Sena declaring shinde) ગુરુવારે મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર નરહરિ જીરવાલને પત્ર મોકલીને જણાવ્યું હતું કે, એકનાથ શિંદે ગૃહમાં તેમના નેતા (shinde leader of rebel MLAs Shiv Sena ) હશે. જો કે, અગાઉના દિવસે નરહરિ જીરવાલે કહ્યું હતું કે તેમણે બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેના સ્થાને અજય ચૌધરીને ગૃહમાં સેનાના વિધાયક દળના નેતા તરીકે નિમણૂકને મંજૂરી આપી છે.
આ પણ વાંચો: કેદારનાથમાં માલિકોની 56 કરોડની કમાણી સામે 175 ઘોડા-ખચ્ચરનો જીવ ગયો
વિધાનસભા પક્ષના મુખ્ય દંડક: શિંદેએ ગુરુવારે સાંજે શિવસેનાના 37 ધારાસભ્યોની સહીવાળો પત્ર ડેપ્યુટી સ્પીકરને (Narhari Jirwal Deputy Speaker) મોકલ્યો હતો. શિવસેનાના આ તમામ બળવાખોર ધારાસભ્યો શિંદે સાથે ગુવાહાટીની એક હોટલમાં કેમ્પ કરી રહ્યા છે. પત્રમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે, સુનિલ પ્રભુના સ્થાને શિવસેનાના ધારાસભ્ય ભરત ગોગાવલેને વિધાનસભા પક્ષના મુખ્ય દંડક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
કાયદાને પણ સમજીએ છીએ: દરમિયાન, શિંદેએ પ્રભુ દ્વારા બોલાવવામાં આવેલી મીટિંગમાં હાજરી ન આપવા બદલ તેમના જૂથના ધારાસભ્યો સામે પગલાં લેવા માંગતા લોકો પર પણ વળતો પ્રહાર કર્યો, અને એવો દાવો કર્યો કે, વ્હીપ ફક્ત વિધાનસભાના કામ માટે જ લાગુ પડે છે. શિંદેએ ટ્વીટ કર્યું, 'તમે કોને ધમકાવવાનો પ્રયાસ કરી રહ્યા છો? અમે તમારી યુક્તિઓ જાણીએ છીએ અને કાયદાને પણ સમજીએ છીએ.
આ પણ વાંચો: લોરેન્સ બિશ્નોઈએ મુસેવાલા હત્યા કેસમાં પંજાબ પોલીસ સામે કબૂલ્યું કે...
આવી ધમકીઓથી કોઈ વાંધો નથી: બંધારણની 10મી અનુસૂચિ મુજબ, વ્હીપ કોઈપણ બેઠક માટે નહીં પણ કાયદાકીય કામકાજ માટે લાગુ પડે છે. "અમે તેના બદલે તમારી સામે કાર્યવાહીની માંગ કરીએ છીએ કારણ કે, તમારી પાસે પૂરતી સંખ્યામાં (ધારાસભ્યો) નથી, પરંતુ તેમ છતાં તમે 12 ધારાસભ્યોનું જૂથ બનાવ્યું છે. અમને આવી ધમકીઓથી કોઈ વાંધો નથી.