નવી દિલ્હી: શિવસેના સામે બળવો કરીને મહારાષ્ટ્રમાં MVA સરકારને મુશ્કેલીમાં મૂકનારા (Maharashtra Political Crisis) ડઝનથી વધુ ધારાસભ્યોને અસમ લઈ જવામાં આવ્યા છે. તમામ બળવાખોર ધારાસભ્યો બુધવારે સવારે ગુવાહાટી પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં સુરતની એક હોટેલમાં રાખવામાં આવેલા લગભગ 40 ધારાસભ્યોને વિશેષ ફ્લાઈટ દ્વારા અસમ લઈ જવામાં આવ્યા હતા.
વિશેષ વિમાનમાં ધારાસભ્યો પહોંચ્યા ગુવાહાટી - આ વિશેષ વિમાન બુધવારે વહેલી સવારે ગુવાહાટી પહોંચ્યું હતું. અસમમાં હાલ ભાજપની સરકાર (BJP Government in Assam) છે. શિવસેનાના 33 ધારાસભ્યો ઉપરાંત અસમ જઈ રહેલા ધારાસભ્યોમાં 7 અપક્ષ અને નાના પક્ષોના ધારાસભ્યોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો- ગુજરાતમાં આવીને મહારાષ્ટ્રના MLA નિતીશ દેશમુખના ધમપછાડા,વૉર્ડબોયને લાફો માર્યો
એકનાથ શિંદેએ જવાબ આપવાનું ટાળ્યું - બળવાખોર ધારાસભ્યોને હોટેલમાં લઈ જવા ગુવાહાટી એરપોર્ટની બહાર 3 બસો ઊભી રાખવામાં આવી હતી. જ્યારે આ બળવાખોર ધારાસભ્યો સાથે એકનાથ શિંદે અને ભાજપના નેતા મોહિત કંબોજ પણ જોવા (Shiv Sena MLAs in Guvahati) મળ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે એકનાથ શિંદેને પૂછવામાં આવ્યું હતું કે, શું તેમણે ગુવાહાટી જતા પહેલા શિવસેના છોડી દીધી છે. તો તેમણે માત્ર માથું હલાવ્યું હતું. આ પછી જ્યારે તેમને ફરીથી પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, મેં શિવસેના નથી છોડી. હું બાળાસાહેબના હિન્દુત્વ અને તેમની વિચારધારાને લઈને આગળ વધી રહ્યો છું.
આ પણ વાંચો- સુરત આવેલા શિવસેનાના ધારાસભ્યનું અપહરણ થયું હોવાની ફરિયાદ
ભાજપના નેતાઓએ વ્યવસ્થા કરી હોવાનું મનાય છે - શિવસેનાના પ્રધાન એકનાથ શિંદેએ પાર્ટી સામે બળવો કરીને ભાજપશાસિત ગુજરાતમાં કેટલાક ધારાસભ્યોને રાખ્યા હતા. એવું માનવામાં આવે છે કે, અસમ ભાજપ અને રાજ્ય સરકારના ટોચના નેતાઓ શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને ગુવાહાટીમાં રહેવાની વ્યવસ્થા કરી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે, મહારાષ્ટ્રના ધારાસભ્યો ગુવાહાટીની રેડિસન હોટલમાં રોકાઈ (Shiv Sena MLAs in Guvahati) શકે છે.
આ ધારાસભ્યો પહોંચ્યા ગુવાહાટી
ક્રમ | નામ | ક્રમ | નામ | ક્રમ | નામ |
1 | મહેન્દ્ર થોરવે | 12 | સંદીપન ભુમરે | 23 | વિશ્વનાથ ભોઇર |
2 | ભરત ગોગાવલે | 13 | અબ્દુલ સત્તાર | 24 | રાજુમાર પટેલ |
3 | મહેન્દ્ર દળવી | 14 | નીતિન દેશમુખ | 25 | શાંતારામ મોરે |
4 | અનિલ બાબર | 15 | પ્રકાશ સર્વે | 26 | શ્રીનિવાસ વનગા |
5 | મહેશ શિંદે | 16 | કિશોર પાટીલ | 27 | પ્રતાપ સરનાઈક |
6 | શાહજી પાટીલ | 17 | સુહાસ કાંડે | 28 | પ્રકાશ આબિટકર |
7 | શંભુરાજ દેસાઈ | 18 | સંજય શિરસાટ | 29 | ચિમનરાવ પાટીલ |
8 | બાલાજી કલ્યાણકર | 19 | પ્રદીપ જયસ્વાલ | 30 | નરેન્દ્ર બોંડેકર |
9 | જ્ઞાનરાજે ચૌઘુલે | 20 | સંજય રાયુલકર | 31 | લતા સોનવણે |
10 | રમેશ બોરનાર | 21 | સંજય ગાયકવાડ | 32 | યામિની જાધવ |
11 | તાનાજી સાવંત | 22 | એકનાથ શિંદે | 33 | બાલાજી કિનીકર |